________________
દ્વિતીય પદ: પરિચય
[૧૧૧ ]
દ્વિતીય પદ
પરિચય વિ. શ્રી થી ક. ૨૬ થી ક: હી . ર૯ : જી. વી. વી. કી કી
આ પદનું નામ સ્થાનપદ છે, તેમાં સર્વ જીવોના ઉત્પત્તિ સ્થાનોનું અને નિવાસ સ્થાનોનું વર્ણન છે.
સ્થાન– જીવ જ્યાં સ્થિત થાય, જીવ જ્યાં રહે, તેને સ્થાન કહે છે. જૈન દર્શનાનુસાર આત્મા સર્વવ્યાપી નથી. સંસારી આત્મા શરીર પ્રમાણ છે. જીવમાં સંકોચ અને વિસ્તારનો ગુણ હોવાથી તેને કર્માનુસાર જેવડું શરીર મળે તે પ્રમાણે આત્મપ્રદેશોનો સંકોચ-
વિસ્તાર થાય છે. તે ઉપરાંત જૈનદર્શનાનુસાર આત્મા એકાંત નિત્ય પણ નથી. તે નિત્ય હોવા છતાં પરિણામી (પરિણમનશીલ) છે. કર્માનુસાર ચારગતિ રૂપ સંસારમાં તેનું પરિભ્રમણ થયા કરે છે. જીવ પોતાના કર્મ પ્રમાણે ભિન્ન-ભિન્ન સ્થાનમાં નિવાસ કરે છે. કયા જીવો ક્યારે, ક્યાં અને કેટલા સ્થાનમાં રહે છે, તેનું સ્પષ્ટીકરણ કરવું તે જ આ પદનો મુખ્ય વિષય
છે.
(૧) જીવ જન્મથી-મરણ પર્યત એક સ્થાનમાં રહે છે (૨) એક જન્મનું આયુષ્ય પૂર્ણ થાય ત્યારે તે સ્થાન છોડીને જીવ નવા સ્થાનને પ્રાપ્ત કરવા ગતિ કરે છે અને નવા ઉત્પત્તિ સ્થાને ન પહોંચે ત્યાં સુધી તે નવા ઉત્પત્તિ સ્થાનના માર્ગમાં હોય છે. (૩) નવા સ્થાનમાં ઉત્પન્ન થયા પછી પોતાના જીવન દરમ્યાન
ક્યારેક જીવ સમુઠ્ઠાત કરીને પોતાના સ્થાનથી બહાર આત્મપ્રદેશોનો વિસ્તાર કરે છે. આ રીતે જીવની ભિન્ન ભિન્ન સ્થિતિ અને અવસ્થાના આધારે શાસ્ત્રકારે ત્રણ વિભાગથી જીવોના સ્થાનોનું કથન કર્યું છે. યથા– (૧) સ્વસ્થાન (૨) ઉપપાત (૩) સમુઘાત.
(૧) જન્મથી મૃત્યુ પર્યત જીવ જે સ્થાનમાં રહે તેને શાસ્ત્રકાર સ્વસ્થાન કહે છે. (૨) એક ભવનું આયુષ્ય પૂર્ણ કરી, નવો જન્મ ધારણ કરવા, નવા ઉત્પત્તિસ્થાન સુધી પહોંચવા માટે જીવની ગતિ થાય છે, તે ગતિ દરમ્યાન જીવ જે આકાશ પ્રદેશોની સ્પર્શના કરે છે, તેને ઉ૫પાત(સ્થાન) કહે છે. (૩) વેદનાદિ સમુદ્યાત સમયે આત્મપ્રદેશો શરીરમાંથી વિસ્તૃત બની જેટલા પ્રદેશોની(સ્થાનની) સ્પર્શના કરે છે, તેને સમુદ્યાત(સ્થાન) કહે છે.
સૂત્રકારે પ્રથમપદમાં નિર્દિષ્ટ જીવના ભેદ-પ્રભેદ અનુસાર નહીં પણ સમાન જીવભેદોનો સંગ્રહ કરીને ૨૧ વિભાગ કરી, તેનાં સ્થાનોનું નિરૂપણ કર્યું છે. યથા- (૧) પૃથ્વીકાયિક (૨) અષ્કાયિક (૩) તેજસ્કાયિક (૪) વાયુકાયિક (૫) વનસ્પતિકાયિક, આ પાંચ સ્થાવરના સૂક્ષ્મ અને બાદર અને તે બંનેના પર્યાપ્ત-અપર્યાપ્ત (૬) બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિયના પર્યાપ્ત-અપર્યાપ્ત, (૭) સમુચ્ચય પંચેન્દ્રિય (૮) સમુચ્ચય નારક (૯) એકથી સાત નરકના નારકીના પર્યાપ્ત-અપર્યાપ્ત, (૧૦) પંચેન્દ્રિય તિર્યંચના પર્યાપ્ત-અપર્યાપ્ત (૧૧) મનુષ્યના પર્યાપ્ત-અપર્યાપ્ત (૧૨) ભવનવાસી દેવોના પર્યાપ્ત-અપર્યાપ્ત, (૧૩) દક્ષિણ દિશાના-ઉત્તર દિશાના અસુરકુમાર આદિ દશ ભવનવાસી દેવોના પર્યાપ્ત-અપર્યાપ્ત, (૧૪) વ્યંતર દેવોના પર્યાપ્ત-અપર્યાપ્ત (૧૫) દક્ષિણ-ઉત્તર દિશાના પિશાચાદિ આઠ વ્યંતર દેવોના પર્યાપ્ત-અપર્યાપ્ત, (૧૬) જ્યોતિષી દેવોના પર્યાપ્ત-અપર્યાપ્ત, (૧૭) વૈમાનિક દેવોના પર્યાપ્ત-અપર્યાપ્ત, (૧૮) સૌધર્મથી અય્યત સુધીના બાર દેવલોકના દેવોના પર્યાપ્ત-અપર્યાપ્ત (૧૯) રૈવેયક દેવોના પર્યાપ્ત-અપર્યાપ્ત (૨૦)