________________
પ્રથમ પદ: પ્રજ્ઞાપના
[ ૧૦૫]
દેવોના ભેદ-પ્રભેદ - १६८ से किं तं देवा ? देवा चउव्विहा पण्णत्ता, तं जहा- भवणवासी वाणमंतरा जोइसिया वेमाणिया ।
દેવોના કેટલા પ્રકાર છે? દેવોના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ભવનવાસી, (૨) વાણવ્યંતર, (૩) જ્યોતિષ્ક અને (૪) વૈમાનિક. १६९ सेकिंतंभवणवासी? भवणवासी दसविहा पण्णत्ता,तंजहा- असुरकुमाराणागकुमारा सुवण्णकुमारा विज्जुकुमारा अग्गिकुमारा दीवकुमारा उदहिकुमारा दिसाकुमारा वाउकुमारा थणियकुमारा । ते समासओ दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्तगा य अपज्जत्तगा या से તે મવશવાણી .
ભવનવાસી દેવોના કેટલા પ્રકાર છે? ભવનવાસી દેવોના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) અસુરકુમાર, (૨) નાગકુમાર, (૩) સુવર્ણકુમાર, (૪) વિધુતકુમાર, (૫) અગ્નિકુમાર, (૬) દ્વીપકુમાર, (૭) ઉદધિકુમાર (૮) દિશાકુમાર (૯) પવન(વાયુ) કુમાર અને (૧૦) સ્વનિતકુમાર. આ દશ પ્રકારના ભવનવાસી દેવોના સંક્ષેપથી બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે- પર્યાપ્ત અને અપર્યાપ્ત. આ ભવનવાસી દેવોની પ્રરૂપણા છે. १७० से किं तं वाणमंतरा? वाणमंतरा अट्ठविहा पण्णत्ता, तं जहा-किण्णरा किंपुरिसा महोरगा गंधव्वा जक्खा रक्खसा भूया पिसाया । ते समासओ दुविहा पण्णत्ता, त जहा- पज्जत्तगा य अपज्जत्तगा य । से तं वाणमंतरा ।
વાણવ્યંતર દેવોના કેટલા પ્રકાર છે? વાણવ્યંતર દેવો આઠ પ્રકારના છે. તે આ પ્રમાણે છે– (૧) કિન્નર (૨) કિંપુરુષ (૩) મહોરગ (૪) ગંધર્વ (૫) યક્ષ (૬) રાક્ષસ (૭) ભૂત અને (૮) પિશાચ. ઉપર્યુક્ત આઠ પ્રકારના વ્યંતર દેવોના સંક્ષેપથી બે પ્રકાર છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત. આ વ્યંતર દેવોનું નિરૂપણ છે. १७१ से किं तं जोइसिया ? जोइसिया पंचविहा पण्णता, तं जहा- चंदा सूरा गहा णक्खत्ता तारा । ते समासओ दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्तगा य अपज्जत्तगा य । से तं जोइसिया ।
જ્યોતિષી દેવોના કેટલા પ્રકાર છે? જ્યોતિષી દેવોના પાંચ પ્રકાર છે, યથા– (૧) ચંદ્ર () સુર્ય (૩) ગ્રહ (૪) નક્ષત્ર અને (૫) તારા. તે ઉપર્યુક્ત પાંચ પ્રકારના જ્યોતિષી દેવોના સંક્ષેપથી બે પ્રકાર છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. આ જ્યોતિષી દેવોનું નિરૂપણ છે. १७२ से किं तं वैमाणिया? वेमाणिया दुविहा पण्णत्ता, तंजहा-कप्पोवगा यकप्पाईया य ।
વૈમાનિક દેવોના કેટલા પ્રકાર છે? વૈમાનિક દેવોના બે પ્રકાર છે– કલ્પપપન્ન અને કલ્પાતીત. १७३ से किं तं कप्पोवगा ? कप्पोवगा बारसविहा पण्णत्ता, तं जहा- सोहम्मा ईसाणा