________________
પ્રથમ પદ:પ્રજ્ઞાપના
.
[ ૭૯ ]
૧ ક૭ છે.
વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં તિર્યંચ પંચેન્દ્રિય જીવોનું ભેદ-પ્રભેદ સહિત વિસ્તૃત વર્ણન છે. તિર્યંચઃ- જે તિર” અર્થાતુ કટિલ, વક્રગમન કરે છે, જેના શરીરનો વિકાસ પણ વક્ર-વાંકોચૂકો થાય છે તેને તિર્યંચ કહે છે; તેની યોનિ એટલે કે ઉત્પત્તિસ્થાનને તિર્યંચયોનિ' કહે છે. તિર્યંચયોનિમાં જન્મ લેનારને તિર્યંચયોનિક-પંચેન્દ્રિય કહે છે.
પંચેન્દ્રિય તિર્યંચયોનિકના ત્રણ પ્રકાર છે– જલચર, સ્થળચર અને ખેચર. નવર :- જળચર = જળ-પાણીમાં જન્મે, પાણીમાં રહે, પાણીમાં વિચરે તેવા પંચેન્દ્રિય તિર્યંચોને જળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક કહે છે. તેના ભેદ-પ્રભેદનું કથન ભાવાર્થથી સ્પષ્ટ છે. ગર્ભજ અને સમર્ણિમ - માતા-પિતાના સંયોગથી ગર્ભમાં ઉત્પન્ન થનારા જીવોને ગર્ભજ કહે છે. માતા-પિતાના સંયોગ વિના ગર્ભ કે ઉપપાત વિના, અનુકૂળ પુગલોના સંયોગથી ઉત્પન્ન થઈ જાય, તે જીવો સંમૂર્છાિમ કહેવાય છે. સંમૂર્છાિમ જીવોમાં એક નપુંસકવેદ જ હોય છે અને તે જીવો અસંજ્ઞી જ હોય છે. ગર્ભજ જીવો સંજ્ઞી હોય છે અને તેમાં ત્રણે વેદ હોય છે. થયરી :- સ્થળમાં જન્મે, સ્થળ(ભૂમિ)માં પ્રાયઃ વિચરે અને રહે તેવા પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને, સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક કહે છે. તેના બે પ્રકાર છે– ચતુષ્પદ–ચારપગા અને પરિસર્પ-પેટ કે હાથથી સરકનારા. ચતુષ્પદ સ્થળચર :- ચતુષ્પદ– ચારપગા સ્થળચર તિર્યંચોના ચાર પ્રકાર છે.
ખરઃ- જેનાં પગનાં તળિયામાં એક ખરી હોય. જેમ કે– ઘોડા, ગધેડાં, ખચ્ચર આદિ. (૨) દ્વિખરઃ- જેનાં પગનાં તળિયામાં બે ખરી હોય. જેમ કે- ગાય, બળદ, ભેંસ, બકરી આદિ. (૩) ગંડીપદ - જેનાં પગનાં તળિયા ગોળ અને ગાદીવાળા હોય. જેમ કે- હાથી, ગેંડા આદિ. (૪) સનખપદ(શ્વાનપદ) :- જેના પગ નોરવાળા, નખસહિતના હોય. જેમ કે– સિંહ, વાઘ, દિપડો, ચિત્તો, બિલાડી, વાંદરા, શિયાળ આદિ. પરિસર્પ સ્થળચર – પરિસર્પના બે પ્રકાર છે. ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ.
ઉરપરિસર્પ :– ૩રા પરિસર્ષનતિ ૩૨:પરિપઃ | છાતીથી ચાલનારા જીવો. તેના મુખ્ય ચાર ભેદ છે. (૧) દિ:- સર્પના બે પ્રકાર છે– દડૂકર અને મુકુલી. દર્વી = કડછી, કડછી કે ચમચીની જેમ ફેણ કરનારને દર્પીકર- ફણીધર સર્પ કહે છે. મુકુલી- ફેણ વગરના સર્પને મુકુલી સર્પ કહે છે. ફણીધર સર્પોની ઘણી વિશેષતાઓ છે. તેના શરીરમાં અલગ-અલગ સ્થાનમાં વિષ હોય છે તે અપેક્ષાએ તેના અનેક ભેદ થાય છે. (૨) સમય :- અજગર આખે આખા માણસને ગળી જાય છે. તે એક જ પ્રકારના છે. (૩) કારિયા :- આસાલિક. ચક્રવર્તી આદિની છાવણીની નીચે ઉત્પન્ન થઈ સંપૂર્ણ સેનાનો નાશ કરનાર આસાલિક ઉરપરિસર્પ સંમુશ્કેિમ તિર્યંચ પંચેન્દ્રિય છે.
તેની ઉત્પત્તિ મનુષ્યક્ષેત્રની અંદર અઢીદ્વીપના પંદર કર્મભૂમિના ક્ષેત્રોમાં જ થાય છે, લવણ