________________
૭૮
|
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
સેડી, બગલા, બકપંક્તિ, પારિપ્લવ, કચ, સારસ, મેસર, મસૂર, મયૂર, શતવત્સ, ગહર, પૌંડરિક, કાક, કામંજુક, વંજુલક, તીતર, વર્તક–બતક, લાવક, કાપોત, કપિંજલ, કબૂતર, ચિટક, ચાસ, કૂકડો, શુકપોપટ, બહ–મોર વિશેષ, મદનશલાકા- મેના, કોયલ, સેહ અને વરિલૂક આદિ તથા આ પ્રકારના અન્ય પક્ષીઓ હોય, તેને પણ રોમપક્ષી જાણવા. આ રોમપક્ષીઓની પ્રરૂપણા છે. ११८ से किं तं समुग्गपक्खी ? समुग्गपक्खी एगागारा पण्णत्ता । ते णं णत्थि इहं, बाहिरएसु दीव-समुद्देसु भवंति। से तं समुग्गपक्खी । ભાવાર્થ:- પ્રશ્ન- સમુદુગ(બંધ પાંખવાળા) પક્ષીના કેટલા પ્રકાર છે? ઉત્તર- સમુદ્ગપક્ષી એક જ આકાર-પ્રકારના છે. તે અહીં મનુષ્યક્ષેત્રમાં હોતા નથી. મનુષ્ય ક્ષેત્રથી બહારના હીપ-સમુદ્રોમાં હોય છે. આ સમુદ્ગપક્ષીઓની પ્રરૂપણા છે. ११९ से किं तं विततपक्खी ? विततपक्खी एगागारा पण्णत्ता । ते णं णत्थि इहं, बाहिरएसु दीव-समुद्देसु भवंति। से तं विततपक्खी । ભાવાર્થ - પ્રશ્ન- વિતત પક્ષીના કેટલા પ્રકાર છે? ઉત્તર- વિતત(ફેલાયેલી પાંખવાળા) પક્ષી એક જ આકાર-પ્રકારના હોય છે. તે અહીં– મનુષ્યક્ષેત્રમાં હોતા નથી. મનુષ્યક્ષેત્રથી બહારના દીપ-સમુદ્રોમાં હોય છે. આ વિતતપક્ષીઓની પ્રરૂપણા છે. १२० तेसमासओ दुविहा पण्णत्ता, तंजहा-समुच्छिमा य गब्भवक्कंतिया य । तत्थणंजे ते सम्मुच्छिमा ते सव्वे णपुंसगा । तत्थ णं जे ते गब्भवक्कंतिया ते णं तिविहा पण्णत्ता, तं जहा- इत्थी पुरिसा णपुंसगा । एएसिणं एवमाइयाणं खहयरपर्चेदियतिरिक्ख जोणियाणं पज्जत्तापज्जत्ताणं बारस जाइकुलकोडीजोणिप्पमुहसयसहस्सा भवंतीति मक्खायं।
सत्त? जाइकुलकोडि, लक्ख नव अद्धतेरसाइं च।
दस दस य होंति णवगा, तह बारस चेव बोद्धव्वा ॥११२॥ से तं खहयरपंचेंदियतिरिक्खजोणिया । से तं पंचेंदियतिरिक्खजोणिया । से तं तिरिक्खजोणिया । ભાવાર્થ - પૂર્વોક્ત ચારે ય પ્રકારના ખેચર પંચેન્દ્રિયતિર્યંચના સંક્ષેપથી બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– સંમૂર્છાિમ અને ગર્ભજ. તેમાં જે સંમૂર્છાિમ છે, તે બધા નપુંસક છે અને જે ગર્ભજ છે, તેના ત્રણ પ્રકાર છે, જેમ કે- (૧) સ્ત્રી, (૨) પુરુષ અને (૩) નપુંસક. આ પ્રમાણે પર્યાપ્ત અને અપર્યાપ્ત ખેચર પંચેદ્રિયતિર્યંચયોનિકોની બાર લાખ જાતિ-કુલકોટિ- યોનિ હોય છે, એમ શ્રી તીર્થકરોએ કહ્યું છે
ગાથાર્થ– બેઇન્દ્રિય જીવોની સાત લાખ જાતિ કુલકોટિ, તે ઇન્દ્રિયોની આઠ લાખ જાતિકુલકોટિ, ચોરેન્દ્રિયોની નવ લાખ, જળચરની સાડા બાર લાખ, ચતુષ્પદ સ્થળચરની દશ લાખ, ઉરપરિસર્પ સ્થળચરની દશ લાખ, ભુજપરિસર્પ સ્થળચરની નવ લાખ તથા ખેચરની બાર લાખ જાતિ કુલકોટિ જાણવી./ ૧૧૨
આ ખેચર પંચેંદ્રિય-તિર્યંચયોનિકો અને પંચેંદ્રિય તિર્યકયોનિક જીવો છે. અહીં સમસ્ત તિર્યંચયોનિકોની પ્રરૂપણા પૂર્ણ થાય છે.