________________
[ ૭૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
ભાવાર્થ – પ્રશ્નનરયિકોના કેટલા પ્રકાર છે? ઉત્તર-નૈરયિકોના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) રત્નપ્રભા પૃથ્વી નૈરયિક, (૨) શર્કરાપ્રભા પૃથ્વી નૈરયિક, (૩) વાલુકાપ્રભા પૃથ્વી નૈરયિક, (૪) પંકપ્રભા પૃથ્વી નૈરયિક, (૫) ધૂમપ્રભા પૃથ્વી નૈરયિક, (૬) તમ પ્રભા પૃથ્વી નૈરયિક અને (૭) તમસ્તમપ્રભા પૃથ્વી નૈરયિક. તે સાતે પ્રકારના નૈરયિકના સંક્ષેપથી બે પ્રકાર છે. યથા- પર્યાપ્ત અને અપર્યાપ્ત. આ નૈરયિકોની પ્રરૂપણા પૂર્ણ થાય છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં સાત નરકની અપેક્ષાએ નૈરયિક પંચેન્દ્રિય સંસાર સમાપન્ન જીવોના સાત પ્રકારોનું નિરૂપણ છે.
નિરયિક શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) વ્યુત્પત્તિલભ્ય અર્થ- યત્ર જય રૂ૫i જર્મ નિતનવં ગત્તે નિરયા-
નવાસસ્લેષ થવા તૈયol | નિરુ + અય- અય એટલે ઇષ્ટફળ દેનારું શુભકર્મ જ્યાંથી નિર્ગત થઈ ગયું છે, ચાલ્યું ગયું છે તેને નિરય કહે છે. જ્યાં ઇષ્ટફળ ની પ્રાપ્તિ થતી ન હોય તે નિરય એટલે કે નરકાવાસ છે. તેમાં ઉત્પન્ન થનાર જીવને નૈરયિક કહે છે. (૨) ન+અર્ક = નરક; જ્યાં અર્ક = સૂર્ય કે સૂર્ય જેવા અન્ય પ્રકાશમાન પદાર્થોનો પ્રકાશ ન હોય, માત્ર અંધકાર જ હોય તે સ્થાનને નરક કહે છે અથવા જ્યાં પુણ્યનો પ્રકાશ ન હોય, પાપ અને પાપના ભોગવટારૂપ અંધકારનો ઉદય હોય, તેવા અશુભકર્મનો દંડ ભોગવવાના સ્થાનને નરક કહે છે. નરકમાં ઉત્પન્ન થનારા જીવોને નારકી કહે છે. જેમ ગુજરાતમાં રહે તે ગુજરાતી, મદ્રાસમાં રહે તે મદ્રાસી, તેમ નરકમાં રહે તે નારકી. નારીના ભેદ - સખતવિયત્વ નિયિમાં થવીલેન, અન્યથા અમૃતમે ત્વમપિ તેા અસંખ્યાત નારકીના અસંખ્યાત ભેદ-પ્રભેદ થઈ શકે છે, તેમ છતાં પ્રસ્તુત પ્રસંગમાં નારકીના આવાસરૂપ નરકપૃથ્વીના સાત ભેદની અપેક્ષાએ નારકોના સાત ભેદ કર્યા છે. (૧) રત્નપ્રભા પૃથ્વી - રત્નાનિઝમ સ્વરૂપે વણા રામ I વજરત્ન, વૈર્યરત્ન આદિ રત્નમયી પૃથ્વીને અથવા રત્નોની પ્રચુરતા હોય તેને રત્નપ્રભા કહે છે. પ્રથમ નરક પૃથ્વીનું નામ રત્નપ્રભા પૃથ્વી છે. તે જ રીતે () શર્કરા-પથ્થરમયી પૃથ્વીને શર્કરા પ્રભા, (૩) રેતીમયી પૃથ્વીને વાલુકાપ્રભા, (૪) પંક-કીચડમથી પૃથ્વીને પંકપ્રભા, (૫) ધૂમાડામયી પૃથ્વીને ધૂમપ્રભા, (૬) અંધકારમયી પૃથ્વીને તમપ્રભા અને (૭) અત્યંત ગાઢ અંધકારમયી પૃથ્વીને તમસ્તમાં પૃથ્વી કહે છે. તેના વિસ્તૃત વર્ણન માટે જુઓ શ્રી જીવાભિગમસૂત્ર.
ક્રમશઃ સાતે નરક પૃથ્વીમાં ઉત્પન્ન થનારા જીવો તે તે નરકના નૈરયિકો કહેવાય છે.
તે સાતે નારકીના નૈરયિકોના પર્યાપ્ત અને અપર્યાપ્ત રૂપ બે-બે ભેદ થાય છે. આ રીતે નૈરયિકોના ૭૪૨ = ૧૪ ભેદ થાય છે. સંજ્ઞી પંચેન્દ્રિય હોવાથી તે જીવોને છ પર્યાપ્તિ હોય છે. ઉત્પત્તિના અંતર્મુહૂર્ત પર્યત સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે જીવોને અપર્યાપ્ત કહે છે અને સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ થઈ જાય ત્યારે તે જીવોને પર્યાપ્ત નારક કહે છે. કોઈ પણ નારકી અપર્યાપ્તાવસ્થામાં મરતા નથી. નૈરયિકોમાં એક નંપુસક વેદ હોય છે.