________________
પ્રથમ પદ : પ્રજ્ઞાપના
વિકલેન્દ્રિય સંસાર સમાપન્ન જીવોના ૬ ભેદ
બેઇન્દ્રિય
(૨)
શંખ, કોડી
છીપ, કરમીયા
પોરા, અળસિયા
આદિ અનેક પ્રકાર
પર્યાપ્ત
તૈઇન્દ્રિય (2)
કીડી, કંચુવા
ઉધઈ, જૂ
ચાંચડ, માંકડ
આદિ અનેક પ્રકાર
ચૌરેન્દ્રિય (3)
માંખી, મચ્છર ટીડ, પતંગિયા આદિ અનેક પ્રકાર
અપર્યાપ્ત
se
પંચેન્દ્રિય સંસારસમાપન જીવપ્રજ્ઞાપનાઃ
८८ से किं तं पंचिंदिय-संसारसमावण्ण-जीवपण्णवणा ? पंचिंदियसंसारसमावण्णजीवपण्णवणा चडव्विहा पण्णत्ता, तं जहा - णेरइयपंचिंदिय संसारसमावण्ण-जीवपण्णवणा, तिरिक्खजोणिपंचिंदिय-संसारसमावण्ण जीवपण्णवण्णा, मणुस्सपंचिंदिय-संसारसमावण्णजीवपण्णवण्णा देवपंचिदिय-संसारसामावण्ण- जीवपण्णवण्णा ।
ભાવાર્થ:- પ્રશ્ન- પંચેન્દ્રિય સંસારસમાપન્ન જીવોની પ્રજ્ઞાપનાના કેટલા પ્રકાર છે ? ઉત્તર– પંચેન્દ્રિય સંસારસમાપન્ન જીવ પ્રજ્ઞાપનાના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) નૈરિયક પંચેન્દ્રિય સંસાર સમાપન્ન જીવપ્રજ્ઞાપના, (૨) તિર્યંચ પંચેન્દ્રિય સંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના, (૩) મનુષ્ય પંચેન્દ્રિય સંસાર સમાપન્ન જીવપ્રજ્ઞાપના અને (૪) દેવ પંચેન્દ્રિય સંસાર સમાપન્ન-જીવ પ્રજ્ઞાપના.
વિવેચનઃ
જે જીવોને સ્પર્શેન્દ્રિય, જીહેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોતેન્દ્રિય, આ પાંચ ઇન્દ્રિય હોય, તેને પંચેન્દ્રિય કહે છે.
પંચેન્દ્રિય સંસાર સમાપન્ન જીવોમાં ચારે ગતિના જીવોનો સમાવેશ થાય છે. ગતિની અપેક્ષાએ તેના ચાર ભેદ છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે.
વૈરયિકોના ભેદ-પ્રભેદઃ
८९ से किं तं णेरइया ? णेरइया सत्तविहा पण्णत्ता, तं जहा- रयणप्पभापुढ वि-णेरइया सक्करप्पभापुढवि णेरइया वालुयप्पभापुढविणेरइया पंकप्पभापुढविणेरड्या धूमप्पभापुढविणेरइया तमप्पभापुढवि णेरइया तमतमप्पभापुढविणेरइया । ते समासओ दुविहा पण्णत्ता, तं जहा - पज्जत्तगा य अपज्जत्तगा य । से तं णेरइया ।