________________
પ્રથમ પદ:પ્રજ્ઞાપના
.
|
૩ |
८३
સોયની અણી જેટલા નિગોદમાં અસંખ્યાત ગોળા હોય છે, એક એક ગોળામાં અસંખ્યાત-અસંખ્યાત પ્રતર હોય છે, એક-એક પ્રતરમાં અસંખ્ય-અસંખ્ય શ્રેણીઓ હોય છે. એક-એક શ્રેણીમાં અસંખ્ય નિગોદ(શરીર) હોય છે, એક-એક નિગોદ(શરીર)માં અનંત-અનંત જીવો હોય છે. વનસ્પતિકાયિક જીવોનું પરિમાણ:
लोगागासपएसे, णिगोयजीवं ठवेहि एक्केक्कं । एवं मविज्जमाणा, हवंति लोया अणंता उ ॥१०४॥ लोगागासपएसे, परित्तजीवं ठवेहि एक्केक्कं । एवं मविज्जमाणा हवंति लोया असंखेज्जा ॥१०५॥ पत्तेया पज्जत्ता, पयरस्स असंखभागमेत्ता उ । लोगा असंखा अपज्जत्तगाण, साहारणमणंता ॥१०६॥ एएहिं सरीरेहि, पच्चक्खं ते परूविया जीवा ।
सुहुमा आणागेज्झा, चक्खुप्फासं ण ते एंति ॥१०७॥ जेयावण्णे तहप्पगारा । ભાવાર્થ:- (ગાથાથી લોકાકાશના એક-એક પ્રદેશ ઉપર જો એક-એક નિગોદજીવને સ્થાપિત કરવામાં આવે અને આ રીતે તેને માપવામાં(ગણવામાં આવે તો, તે અનંત લોકાકાશ પ્રમાણ થાય છે અર્થાત્ નિગોદના જીવો અનંત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. / ૧૦૪
લોકાકાશના એક-એક પ્રદેશ ઉપર જો પ્રત્યેક વનસ્પતિકાયના એક-એક જીવને સ્થાપિત કરવામાં આવે અને આ રીતે તેને માપવામાં આવે તો તે અસંખ્યાત લોકાકાશ પ્રમાણ થાય અર્થાત્ પ્રત્યેક વનસ્પતિ કાયિક જીવો અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. . ૧૦૫ |
પ્રત્યેક વનસ્પતિકાયના પર્યાપ્ત જીવો ઘનીકૃત લોક-પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અર્થાત્ તે લોકના અસંખ્યાતમા ભાગના આકાશ પ્રદેશ પ્રમાણ છે. પ્રત્યેક વનસ્પતિકાયના અપર્યાપ્ત જીવોનું પ્રમાણ અસંખ્યાત લોક પ્રમાણ છે અને સાધારણ જીવોનું પરિમાણ અનંતલોક પ્રમાણ છે. ૧os |
આ(પૂર્વોક્ત) શરીરો દ્વારા સ્પષ્ટરૂપે બાદર નિગોદ જીવોની પ્રરૂપણા કરવામાં આવી છે. સૂમ નિગોદ જીવો તો માત્ર આજ્ઞા ગ્રાહ્ય(તીર્થકરોનાં વચનો દ્વારા જ શેય) છે. કારણ કે તે જીવો ચર્મ ચક્ષુથી જોઈ શકાતા નથી. / ૧૦૭. આ પ્રકારની અન્ય પણ વનસ્પતિઓ છે, તે સર્વને તેના લક્ષણાનુસાર સાધારણ કે પ્રત્યેક વનસ્પતિકાય સમજી લેવી જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં વનસ્પતિકાયિક જીવોનું પરિમાણ પ્રદર્શિત કર્યું છે. તે ગાથાર્થથી સ્પષ્ટ છે.
પ્રત્યેક વનસ્પતિકાયિક પર્યાપ્ત જીવો ઘનીકત લોકના પ્રતરના અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશ પ્રમાણ છે, પ્રત્યેક વનસ્પતિકાયિક અપર્યાપ્ત જીવો અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ અને સાધારણ વનસ્પતિકાયિક જીવો અનંત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે.