________________
[૨]
શ્રી પન્નવણા સત્ર: ભાગ-૧
जह अयगोलो धंतो, जाओ तत्ततवणिज्जसंकासो । सव्वो अगणिपरिणओ, णिगोयजीवे तहा जाण ॥१०२॥ एगस्स दोण्ह तिण्ह व, संखेज्जाण व ण पासिउं सक्का ।
दीसंति सरीराई णिगोयजीवाण अणंताणं ॥१०३॥ ભાવાર્થ :- (ગાથાર્થ) એક સાથે ઉત્પન્ન થયેલા તે સાધારણ વનસ્પતિકાયિક જીવોની શરીર રચના એક જ સમયે થાય છે. તે જીવો એક સાથે શ્વાસોચ્છવાસને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ કરે છે, એક સાથે તેનો ઉચ્છવાસ અને નિઃશ્વાસ હોય છે અર્થાત્ સમકાલે ઉત્પન્ન થયેલા સાધારણ શરીરી જીવોની શરીર રચના તથા શ્વાસોચ્છવાસ સમકાળે જ થાય છે. | ૯૯ો એક જીવ જે આહારાદિ પુદ્ગલો ગ્રહણ કરે છે, તે જ ઘણા(અનંત) જીવો ગ્રહણ કરે છે અને જે આહારાદિ પુદ્ગલોને ઘણા(અનંત) જીવો ગ્રહણ કરે છે, તે જ આહારાદિ પુગલોને એક જીવ ગ્રહણ કરે છે. તે ૧૦૦
એક શરીરને આશ્રિત રહેલા સાધારણ જીવોનો આહાર પણ સાધારણ(એક જ) હોય છે, શ્વાસોચ્છવાસને યોગ્ય પુગલોનું ગ્રહણ અને શ્વાસોચ્છવાસ પણ સાધારણ હોય છે. આ સાધારણ જીવોનું સાધારણ લક્ષણ સમજવું જોઈએ./ ૧૦૧ / જેમ અત્યંત તપાવેલો લોઢાનો ગોળો પૂર્ણપણે અગ્નિમય થઈ જાય છે, તેમ નિગોદરૂપ એક શરીરમાં અનંત નિગોદજીવોનું પરિણમન થાય છે, તે પ્રમાણે જાણવું. ૧૦૨ | એક, બે, ત્રણ, સંખ્યાત અથવા અસંખ્યાત નિગોદ જીવોના પૃથક પૃથક શરીરોને જોવા શક્ય નથી; અનંત નિગોદ જીવોના અસંખ્યાત શરીર ભેગા થાય ત્યારે જ દષ્ટિગોચર થઈ શકે છે. તે ૧૦૩ / વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં સાધારણ વનસ્પતિકાયિક જીવોના જીવન વ્યવહારને સમજાવ્યો છે. એક શરીરે અનંતા જીવો હોય તેને જ સાધારણ વનસ્પતિ કહે છે. તે અનંત જીવોનું શરીર એક જ હોવાથી શરીરજન્ય પ્રત્યેક ક્રિયા સાધારણ–સામૂહિકરૂપે જ થાય છે.
(૧) તે અનંત જીવોનું ઔદારિક શરીર એક જ હોય છે. તે જીવો એક સાથે ઉત્પન્ન થઈને પોતાનું શરીર એક સાથે બનાવે છે. તે અનંત જીવોનો આત્મા તેમજ તૈજસ-કાશ્મણરૂપ સૂક્ષ્મ શરીર સ્વતંત્ર હોય છે. (૨) તે અનંત જીવો એકજ શરીરથી શ્વાસોચ્છવાસ યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે. (૩) તે જીવો એક સાથે જ એક શરીરથી જ શ્વાસ લે છે અને મૂકે છે. (૪) તે જીવો એક શરીરથી જ આહાર ગ્રહણ કરે છે.
તે જીવો સ્થાવર હોવાથી હલનચલન આદિ અન્ય શરીરજન્ય ક્રિયાઓ તેઓને હોતી નથી.
અગ્નિમાં અત્યંત તપ્ત લોખંડનો ગોળો જેવી રીતે આખે આખો અગ્નિમય બની જાય છે, તેવી જ રીતે નિગોદરૂપ એક શરીરમાં અનંત જીવોનું પરિણમન થાય છે. એક, બે, ત્રણ સંખ્યાત કે અસંખ્યાત નિગોદ જીવોનું શરીર ચર્મ ચક્ષુથી દેખાતું નથી, કારણ કે તેઓને પૃથક પૃથક શરીર જ હોતા નથી, અનંત જીવોનું એક જ શરીર હોય છે. બાદર નિગોદના અનંતજીવોનું એક શરીર, તેવા અસંખ્ય શરીર ભેગા થાય ત્યારે તે ચર્મચક્ષુથી દેખાઈ શકે છે. નિગોદ જીવોને સ્થલ દષ્ટિએ આ પ્રમાણે સમજાવવામાં આવે છે