________________
[ પર |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
તજ, લવિંગ, ખારેક, ખજૂરી, સોપારીનાં ઝાડ આદિ. (૯) હરિત - વિશેષતઃ લીલી ભાજીને હરિત કહે છે. જેમકે તાંદળજો, મેથી, મૂળાની ભાજી, લૂણીની ભાજી, વથવાની ભાજી આદિ. (૧૦) ઔષધિ - ઔષધિના અર્થ આ પ્રમાણે છે– (૧) ૨૪ પ્રકારના ધાન્ય(અનાજ-કઠોળ)ની જાતને ઔષધિ કહે છે. (૨) ઔષધિ એટલે દવા, જે વનસ્પતિના ઉપયોગથી ક્ષુધાવેદનીયનો ઉદય શાંત થઈ જાય, ક્ષુધાવેદનીયનો ઉદય દૂર થઈ જાય, તેને ઔષધિ કહે છે.
આ ૨૪ પ્રકારના ધાન્યના બે પ્રકાર છે– (૧) લાસા અને (૨) કઠોળ. તેમાં લાસાના બાર નામો અને કઠોળના બાર નામો અહીં દર્શાવ્યા છે. તે સિવાયની પણ વનસ્પતિ ઔષધિ રૂ૫ છે. લાસા ધાન્યઃ - (૧) ઘઉં, (૨) જવ, (૩) જુવાર, (૪) બાજરી, (૫) ડાંગર, (૬) વરી, (૭) બંટી (૮) બાવટો, (૯) કાંગ, (૧૦) ચિટ્ટો ઝીણો, (૧૧) કોદરા અને (૧૨) મકાઈ વગેરે લાસા ધાન્યના ઘણા ભેદ છે. કિઠોળ ધાન્યઃ - (૧) મગ, (૨) મઠ, (૩) અડદ, (૪) તુવેર, (૫) ઝાલર, (૬) વટાણા, (૭) ચોળા, (૮) ચણા, (૯) રાગી-નાગલી, (૧૦) કળથી, (૧૧) મસૂર અને (૧૨) અળસી વગેરે કઠોળ ધાન્યના પણ ઘણા ભેદ છે. આ ૨૪ પ્રકારની ઔષધિઓ છે. (૧૧) જલરાહ:- પાણીમાં ઉગનારી વનસ્પતિને જલહ વનસ્પતિ કહે છે. જેમકે – પોયણાં, કમળ પોયણાં, કુમુદ, સિંઘોડા, શેવાળ, પનક, કમળકાકડી આદિ જલવૃક્ષો છે. (૧૨) કુહણ - કુહણાને કોસંડા પણ કહે છે. જમીન ફોડીને બહાર નીકળતી વનસ્પતિને કુહણ કહે છે. જેમકે– બિલાડીની બલી, બિલાડીના ટોપ (મસરૂમ) આદિ.
સૂત્રકારે બારે પ્રકારની પ્રત્યેક વનસ્પતિના અનેક નામોનું કથન કર્યું છે. તેમાંથી કેટલાક પ્રસિદ્ધ અને કેટલાક અપ્રસિદ્ધ છે. કેટલાક નામોનો બે વાર ઉલ્લેખ છે. એક જ વસ્તુના અનેક ગુણધર્મો હોવાથી ભિન્ન-ભિન્ન સ્થાને ભિન્ન-ભિન્ન અપેક્ષાએ તેનું કથન હોય છે. જેમકે- નાળિયેરનું ઝાડ એકાસ્થિક છે. તેથી તેમાં તેનો ઉલ્લેખ છે. તે ઉપરાંત તેના પાંદડાં વલયાકાર હોવાથી વલય જાતિની વનસ્પતિમાં પણ તેનો નામોલ્લેખ છે. આ રીતે પ્રત્યેક સ્થાને યથાયોગ્ય અર્થઘટન કરવું જોઈએ. સાધારણશરીરી બાદરવનસ્પતિઃ७३ से किं तं साहारण-सरीरबादर-वणस्सइकाइया ? साहारण-सरीर-बादरवणस्सइकाइया अणेगविहा पण्णत्ता, तं जहा
अवए पणए सेवाले, लोही णीहू थीहू थिभगा य । असकण्णी सीहकण्णी, सिउंढी तत्तो मुसुंढी य ॥४७॥ रुरु कंडुरिया जारु, छीरविराली तहेव किट्ठीया । हलिद्दा सिंगबेरे य, आलूगा मूलए इ य ॥४८॥ कंबू य कण्णूक्कड महुओ, वलई तहेव महुसिंगी । णिरुहा सप्पसुयंधा, छिण्णरुहा चेव बीयरुहा ॥४९॥