________________
[ ૭૬૮ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
खुड्डागभवग्गहणंसमयाहिय, उक्कोसेणंवणस्सइकालो। देवस्सणं अंतरंजहाणेरइयस्स। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવનું અપ્રથમ સમયના મનુષ્યનું અંતર કેટલું છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય સમયાધિક ક્ષુલ્લકભવ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. દેવોનું અંતર નારકીની જેમ જાણવું. | २७ पढमसमयसिद्धस्सणंभंते ! अंतरंकालओकेवचिरंहोइ?गोयमा ! अंतरंणत्थि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના સિદ્ધનું અંતર કેટલું છે? ઉત્તર- હે ગૌતમ! પ્રથમ સમયના સિદ્ધનું અંતર નથી. | २८ अपढमसमयसिद्धस्सणं भंते ! अंतरंकालओ केवचिरंहोइ ? गोयमा !साइयस्स अपज्जसियस्स णत्थि अंतरं। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! અપ્રથમ સમયના સિદ્ધનું અંતર કેટલું છે? ઉત્તર–હે ગૌતમ! અપ્રથમ સમયના સિદ્ધ સાદિ અનંત હોવાથી અંતર નથી. | २९ एएसिणंभते! पढमसमयणेरझ्याणपढमसमयतिरिक्खजोणियाणपढमसमयमणूसाणं पढमसमयदेवाणं पढमसमयसिद्धाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहियावा?
गोयमा ! सव्वत्थोवा पढमसमयसिद्धा, पढमसमयमणूसा असंखेज्जगुणा, पढम समयणेरइया असंखेज्जगुणा, पढमसमयदेवा असखेज्जगुणा, पढमसमयतिरिक्खजोणिया असखेज्जगुणा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના નારકીઓ, પ્રથમ સમયના તિર્યંચો, પ્રથમ સમયના મનુષ્યો, પ્રથમ સમયના દેવો અને પ્રથમ સમયના સિદ્ધોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય વિશેષાધિક છે?
ઉત્તર-હે ગૌતમ! (૧) સર્વથી થોડા પ્રથમ સમયના સિદ્ધો, (૨) તેનાથી પ્રથમ સમયના મનુષ્યો અસંખ્યાતગુણા, (૩) તેનાથી પ્રથમ સમયના નારકીઓ અસંખ્યાતગુણા, (૪) તેનાથી પ્રથમ સમયના દેવો અસંખ્યાતગુણા અને (૫) તેનાથી પ્રથમ સમયના તિર્યંચો અસંખ્યાતગુણા છે. | ३० एएसिणंभंते !अपढमसमयणेरइयाणं जावअपढमसमयसिद्धाण यकयरेकयरहितो अप्पा वा बहुया वातुल्ला वा विसेसाहियावा?गोयमा !सव्वत्थोवा अपढमसमयमणूसा, अपढमसमयणेरइया असखेज्जगुणा, अपढमसमयदेवा असखेज्जगुणा,अपढमसमयसिद्धा अणतगुणा, अपढमसमयतिरिक्खजोणिया अणतगुणा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અપ્રથમ સમયના નારકીઓ યાવતુ અપ્રથમ સમયના સિદ્ધોમાં કોણ કોનાથી, અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા અપ્રથમ સમયના મનુષ્યો, (૨) તેનાથી અપ્રથમ સમયના નારકીઓ અસંખ્યાતગુણા, (૩) તેનાથી અપ્રથમ સમયના દેવો અસંખ્યાતગુણા, (૪) તેનાથી અપ્રથમ સમયના સિદ્ધો અનંતગુણા અને (૫) તેનાથી અપ્રથમ સમયના તિર્યંચો અનંતગુણા છે.