________________
૭૬૬
શ્રી જીવાજીવાભિગમ સત્ર
સમયના નારકી (૩) પ્રથમ સમયના તિર્યંચ (૪) અપ્રથમ સમયના તિર્યંચ (૫) પ્રથમ સમયના મનુષ્ય (૬) અપ્રથમ સમયના મનુષ્ય (૭) પ્રથમ સમયના દેવ (૮) અપ્રથમ સમયના દેવ (૯) પ્રથમ સમયના સિદ્ધ (૧૦) અપ્રથમ સમયના સિદ્ધ. | १३ पढमसमयणेरइएणं भंते ! पढमसमयणेरइए त्ति कालओ केवचिरंहोइ ? गोयमा! एक्कं समय। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના નારકી, પ્રથમ સમયના નારકી રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર-હે ગૌતમ ! એક સમય. |१४ अपढमसमयणेरइए णं भंते ! अपढमसमयणेरइए त्ति कालओ केवचिरं होइ? गोयमा !जहण्णेणं दस वाससहस्साइं समय-उणाई, उक्कोसेणं तेत्तीसंसागरोवमाई समय-ऊणाइ। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અપ્રથમ સમયના નારકી, તે જ રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક સમય ન્યૂન દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન તેત્રીસ સાગરોપમ સુધી રહે છે. | १५ पढमसमयतिरिक्खजोणिएणंभंते !पढमसमयतिरिक्खजोणिएत्तिकालओकेवचिरं होइ? गोयमा ! एक्कं समय । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના તિર્યચ, તે જ રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! એક સમય. | १६ अपढमसमयतिरिक्खजोणिएणंभंते ! अपढमसमय तिरिक्खजोणिएत्ति कालओ केवचिरहोइ? गोयमा !जहण्णेणंखुड्डागंभवग्गहणंसमयऊणं,उक्कोसेणवणस्सइकालो। ભાવાર્થ - પ્રશ્ન– હે ભગવન્! અપ્રથમ સમયના તિર્યચ, તે જ રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સમય ન્યૂન ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી રહે છે. | १७ पढमसमयमणुस्सेणं भंते ! पढमसमयमणूसे त्तिकालओ केवचिरंहोइ? गोयमा! एक्कसमय। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના મનુષ્ય, તે જ રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! એક સમય. | १८ अपढमसमयमणुस्से णं भंते ! अपढमसमयमणूसे त्ति कालओ केवचिरं होइ? गोयमा ! जहण्णेणं खुड्डागं भवग्गहणं समयऊणं, उक्कोसेणं तिण्णिपलिओवमाई पुव्वकोडिपुहुत्तमब्भहियाई । देवे जहा णेरइए। ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! અપ્રથમ સમયના મનુષ્ય, તે જ રૂપે કેટલો સમય રહે છે? ઉતર-હે ગૌતમ! જઘન્ય એક સમય ન્યૂન ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વવર્ષ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહે છે. દેવનું કથન નારકીની જેમ જાણવું.