________________
૭૬૪
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
- દસવિધઃ સર્વ જીવ પ્રતિપત્તિ-૯
ન
સર્વ જીવોના દશ પ્રકાર:| १ तत्थ णं जे ते एवमाहंसु दसविहा सव्वजीवा पण्णत्ता ते एवमाहंसु, तं जहापुढविकाइया आउकाइया तेउकाइया वाउकाइयावणस्सइकाइयाबेदियाते दिया चउरिदिया पचेदिया अणिदिया। ભાવાર્થ -પૂર્વોક્ત નવ પ્રતિપત્તિઓમાંથી નવમી પ્રતિપત્તિમાં જે દસ પ્રકારના સર્વ જીવોનું કથન છે, તે આ પ્રમાણે છે- (૧) પૃથ્વીકાયિક (૨) અષ્કાયિક (૩) તેજસ્કાયિક (૪) વાયુકાયિક (૫) વનસ્પતિકાયિક (૬) બેઇન્દ્રિય (૭) તેઈન્દ્રિય (૮) ચૌરેન્દ્રિય (૯) પંચેન્દ્રિય અને (૧૦) અનિષ્ક્રિય. | २ पुढविकाइयाणं भंते ! पुढविकाइए त्तिकालओकेवचिरंहोइ? गोयमा !जहण्णेणं अतोमुहुत्तं, उक्कोसेणं असंखेज्जकालं-असंखेज्जाओ उस्सप्पिणीओ ओसप्पिणीओ कालओ,खेत्तओ असखेज्जा लोगा। एवं आउतेउवाउकाइए वि। ભાવાર્થ -પ્રશ્ન –હે ભગવન્! પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિક રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ રહે છે. તે કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીકાલ પ્રમાણ છે અને ક્ષેત્રથી અસંખ્યાત લોકાકાશના પ્રદેશતુલ્ય છે. તે જ રીતે અપ્લાયિક, તેજસ્કાયિક, અને વાયુકાયિકની કાયસ્થિતિ જાણવી. | ३ वणस्सइकाइए णं भंते ! वणस्सइकाइए त्ति कालओ केवचिर होइ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वणस्सइकालो। ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! વનસ્પતિકાયિક, વનસ્પતિકાયિક રૂપે કેટલો સમય રહે છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી રહે છે. |४ बेइदिए णं भंते ! बेइदिए त्ति कालओ केवचिरं होइ ? जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं संखेज्जंकालं । एवं तेइदिए वि, चउरिदिए वि। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! બેઇન્દ્રિય, બેઇન્દ્રિય રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ સુધી રહે છે. તે જ રીતે તેઈન્દ્રિય અને ચોરેન્દ્રિયની પણ કાયસ્થિતિ જાણવી. | ५ पंचिंदिए णं भंते ! पंचिंदिए त्ति कालओ केवचिरं होइ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सागरोवमसहस्सं साइरेग। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પંચેન્દ્રિય, પંચેન્દ્રિય રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક એક હજાર સાગરોપમ સુધી રહે છે.