________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
પદ્મલેશ્યાની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક દશ સાગરોપમ છે, તે બ્રહ્મ દેવલોકના દેવોની અપેક્ષાએ છે. તેમાં પૂર્વ-પશ્ચાદ્ભવના બે અંતર્મુહૂર્તનો સમાવેશ અંતર્મુહૂર્તમાં થઈ જાય છે.
૭૫૦
શુક્લલેશ્યાની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ છે, અનુત્તર વિમાનવાસી દેવોની અપેક્ષાએ છે.
તે
અંતર ઃ – કૃષ્ણ લેશ્યાનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત છે કારણ કે તિર્યંચ મનુષ્યોની લેશ્યાનું પરિવર્તન અંતર્મુહૂર્તમાં થઈ જાય છે, ઉત્કૃષ્ટ અંતર અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ છે,કારણ કે શુક્લ લેશ્યાની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ જ કૃષ્ણલેશ્યાના અંતરનો ઉત્કૃષ્ટ કાળ છે. તે જ રીતે નીલ લેશ્યા અને કાપોત લેશ્યાનુ પણ અંતર જાણવું જોઈએ. તેજો, પદ્મ અને શુકલલેશ્યાનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. કોઈ જીવ વનસ્પતિમાં અનંતકાલ પસાર કરે તો તેને ત્યાં અનંતકાલ પર્યંત તેજો, પદ્મ કે શુક્લ લેશ્યા પ્રાપ્ત થતી નથી, કારણ કે તે જીવોને ત્રણ અશુભ લેશ્યા જ હોય છે. અલેશીનું અંતર નથી કારણ કે અલેશીપણું સાદિ અનંત છે. અલ્પબહુત્વ ઃ- (૧) સર્વથી થોડા શુક્લલેશી જીવો છે કારણ કે શુક્લલેશ્યા છઠ્ઠા દેવલોકથી ઉપરના દેવલોકના સમસ્ત દેવોમાં તથા કેટલાક પર્યાપ્તા ગર્ભજ તિર્યંચ અને મનુષ્યોમાં જ હોય છે.
(૨) તેનાથી પદ્મલેશી જીવો સંખ્યાતગુણા છે, કારણ કે પદ્મલેશ્યા ત્રીજા, ચોથા અને પાંચમા દેવલોકના દેવોમાં અને ઘણા પર્યાપ્તા ગર્ભજ તિર્યંચ અને મનુષ્યોમાં હોય છે.
(૩) તેનાથી તેજોલેશી જીવો સંખ્યાતગુણા છે, કારણ કે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પ્રથમ બે દેવલોકના દેવો તથા ગર્ભજ તિર્યંચ અને મનુષ્યોમાં તેજોલેશ્યા હોય છે. જો કે શુક્લલેશી દેવોથી પદ્મલેશી દેવો અને પદ્મલેશી દેવોથી તેજોલેશી દેવો અસંખ્યાતગુણા છે પરંતુ અહીં સમુચ્ચય જીવોની અપેક્ષાએ અલ્પબહુત્વનું કથન છે. તેમાં તિર્યંચ પંચેન્દ્રિયની મુખ્યતા છે, તેથી તે સંખ્યાતગુણા થાય છે. (૪) તેનાથી અલેશી અનંતગુણા છે કારણ કે સિદ્ધો અલેશી છે અને તે અનંતગુણા છે. (૫) તેનાથી કાપોતલેશી જીવો અનંતગુણા છે કારણ કે નિગોદના જીવોમાં કાપોતલેશ્યા છે અને તે સિદ્ધોથી અનંતગુણા છે. (૬) તેનાથી નીલલેશી જીવો વિશેષાધિક છે, ત્રણે અશુભલેશી જીવો ક્રમશઃ અધિક અધિક છે. (૭) તેનાથી કૃષ્ણલેશી
જીવો વિશેષાધિક છે.
સર્વ જીવોના સાત પ્રકાર અને તેની સ્થિતિ આદિઃ
કાય સ્થિતિ
જીવ પ્રકાર
૧ પૃથ્વીકાય
ર અપ્લાય
૩ તેઉકાય
૪ વાયુકાય
૫ વનસ્પતિકાય
૬ ત્રસકાય
૭ અકાય
પુઢવીકાલ—અસંખ્યાત કાલ
પુઢવીકાલ–અસંખ્યાત કાલ
પુઢવીકાલ–અસંખ્યાત કાલ
પુઢવીકાલ–અસંખ્યાત કાલ
વનસ્પતિકાલ–અનંત કાલ
સંખ્યાતકાલ
(સાધિક ૨૦૦૦ સાગરોપમ)
સાદિ અનંત
અંતર
વનસ્પતિકાલ
વનસ્પતિકાલ
વનસ્પતિકાલ
વનસ્પતિકાલ
પુઢવીકાલ
વનસ્પતિકાલ
નથી
અલ્પબહુત્વ
૩ વિશેષાધિક
૪ વિશેષાધિક
૨ અસંખ્યાતગુણા
પ વિશેષાધિક
૭ અનંતગુણા
૧ સર્વથી થોડા
૬ અનંતગુણા