________________
સર્વ જીવઃ પ્રતિપત્તિ-૬
[ ૭૪૯]
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અલેશીનું અંતર કેટલું છે? ઉત્તર– હે ગૌતમ! અલેશી જીવ સાદિ અપર્યવસિત હોવાથી અંતર નથી. |१४ अप्पाबहुयं-सव्वत्थोवासुक्कलेस्सा,पम्हलेस्सासंखेज्जगुणा,तेउलेस्सासंखेज्जगुणा अलेस्सा अणंतगुणा, काउलेस्सा अणंतगुणा, णीललेस्सा विसेसाहिया, कण्हलेस्सा विसेसाहिया । सेतसत्तविहा सव्वजीवा । ભાવાર્થ :- અલ્પબદુત્વ- સર્વથી થોડા શુક્લલશી, તેનાથી પાલેશી સંખ્યાતણા, તેનાથી તેજોલેશી સંખ્યાતગુણા, તેનાથી અલેશી અનંતગુણા, તેનાથી કાપોતલેશી અનંતગુણા, તેનાથી નીલલેશી વિશેષાધિક, તેનાથી કૃષ્ણલેશી વિશેષાધિક છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં છ લેશ્યા અને એક અલેશી, તેમ સર્વ જીવોના સાત પ્રકાર કર્યા છે. કાયસ્થિતિ :- છએ વેશ્યાની સ્થિતિના કથનમાં જઘન્ય સ્થિતિ મનુષ્ય અને તિર્યંચની અપેક્ષાએ અને ઉત્કૃષ્ટ સ્થિતિ નારકી-દેવતાની અપેક્ષાએ હોય છે. કૃષ્ણ લેશ્યાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત છે કારણ કે તિર્યંચ અને મનુષ્યોમાં કૃષ્ણ લેશ્યા અંતર્મુહૂર્ત સુધી રહે છે, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ છે. આ કથન સાતમી નરકના નારકીની અપેક્ષાએ છે. સાતમી નરકમાં કૃષ્ણલેશ્યા હોય છે અને તેની સ્થિતિ ૩૩ સાગરોપમની છે. કોઈ પણ જીવને જે લેશ્વાસ્થાનમાં ઉત્પન્ન થવાનું હોય, તે વેશ્યા તેના પૂર્વભવના આયુષ્યના અંતિમ અંતર્મુહુર્તમાં આવી જાય છે અને પોતાના વર્તમાન ભવમાં અંતિમ અંતર્મુહૂર્તમાં જે લેશ્યા હોય તે જ લેશ્વાસ્થાનમાં તેની ઉત્પત્તિ થાય છે. ઉત્પત્તિ પછી એક અંતર્મુહૂર્ત પર્યત તે વેશ્યા રહે છે. ત્યાર પછી વેશ્યાનું પરિવર્તન થાય છે.
આ રીતે પૂર્વભવનું અંતર્મુહૂર્ત + સાતમી નરકના ૩૩ સાગરોપમ+પછીના ભવનું અંતર્મુહૂર્ત બે અંતર્મહર્ત અધિક ૩૩ સાગરોપમની સ્થિતિ થાય છે. નાનું અંતર્મુહૂર્ત, મોટું અંતર્મુહૂર્ત એવા અંતર્મુહૂર્તના અનેક ભેદ છે તેથી પૂર્વભવનું અંતર્મુહૂર્ત અને પશ્ચાદ્ભવનું અંતર્મુહૂર્ત મળીને પણ અંતર્મુહૂર્ત પ્રમાણકાળ થાય છે.
નીલલેશ્યાની જઘન્ય કાયસ્થિતિ કૃષ્ણલેશ્યાની જેમ એક અંતર્મુહૂર્ત છે, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક દશ સાગરોપમની છે. તે પાંચમી ધુમપ્રભા પથ્વીના પ્રારંભિક સ્થિતિવાળા નારકીની અપેક્ષાએ છે. તે નારકીઓ નીલલેશી હોય છે અને તેટલી સ્થિતિવાળા છે. તેના પૂર્વ-પશ્ચાતુ ભવના ક્રમશઃ અંતિમ અને પ્રથમ અંતર્મુહૂર્તની ગણના પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં થઈ જાય છે તેથી તેનું અલગ કથન નથી.
કાપોત વેશ્યાની કાયસ્થિતિ પર્વવતુ જઘન્ય અંતર્મુહૂર્ત છે, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક ત્રણ સાગરોપમની છે. આ કાયસ્થિતિ ત્રીજી વાલુકાપ્રભાના પ્રારંભિક સ્થિતિવાળા નારકીઓની અપેક્ષાએ જાણવી.
તેજલેશ્યાની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક બે સાગરોપમ છે, તે ઈશાન દેવલોકના દેવોની અપેક્ષાએ છે.