________________
૭૦૦]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
પ્રથમ-અપ્રથમ સમયવર્તી જીવોના સમ્મિલિત અલ્પ બહુત્વમાં સર્વથી થોડા પ્રથમ સમયના એકેન્દ્રિય, તેનાથી અપ્રથમ સમયના એકેન્દ્રિય અનંતગુણા છે. શેષ બેઇન્દ્રિયાદિમાં સર્વથી થોડા પ્રથમ સમયવર્તી જીવો છે અને અપ્રથમ સમયવર્તી જીવો અસંખ્યાતગુણા છે. |६ एएसिणं भंते ! पढमसमयएगिदियाणं अपढमसमयएगिदियाणं जाव अपढम समयपचिदियाण यकयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा !सव्वत्थोवा पढमसमयपंचिंदिया, पढमसमयचउरिदिया विसेसाहिया, पढमसमयतेइंदिया विसेसाहिया, पढमसमय बेइंदिया विसेसाहिया,पढमसमयएगिदिया विसेसाहिया,अपढमसमय पर्चेदिया असंखेज्जगुणा, अपढमसमय चउरिदिया विसेसाहिया जावअपढमसमयएगिदिया अणतगुणा ।
सेतंदसविहा संसारसमावण्णगाजीवा । सेतंसंसारसमावण्णगजीवाभिगमे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! આ પ્રથમ સમયના એકેન્દ્રિય, અપ્રથમસમયના એકેન્દ્રિય યાવતુ અપ્રથમ સમયના પંચેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા પ્રથમ સમયના પંચેન્દ્રિય, તેનાથી પ્રથમ સમયના ચૌરેન્દ્રિય વિશેષાધિક તેનાથી પ્રથમ સમયના તે ઇન્દ્રિય વિશેષાધિક, તેનાથી પ્રથમ સમયના બેઇન્દ્રિય વિશેષાધિક, તેનાથી પ્રથમ સમયના એકેન્દ્રિય વિશેષાધિક, તેનાથી અપ્રથમ સમયના પંચેન્દ્રિય અસંખ્યાતગુણા, તેનાથી અપ્રથમ સમયના ચૌરેન્દ્રિય વિશેષાધિક, તેનાથી અપ્રથમ સમયના તે ઇન્દ્રિય વિશેષાધિક, તેનાથી અપ્રથમ સમયના બેઇન્દ્રિયવિશેષાધિક, તેનાથી અપ્રથમ સમયના એકેન્દ્રિય અનંતણા છે. આ પ્રમાણે દશ પ્રકારના સંસાર સમાપન્નક જીવોનું વર્ણન પૂર્ણ થયું.
આ પ્રમાણે સંસાર સમાપન્નક જીવાભિગમનું વર્ણન પૂરું થયું.
વિવેચન :
પ્રથમ સમયવર્તી જીવોનું અલ્પબદુત્વ- (૧) સર્વથી થોડા પ્રથમ સમયના પંચેન્દ્રિય જીવો છે, તે એક સમયમાં થોડા જ ઉત્પન્ન થાય છે. (૨) તેનાથી પ્રથમ સમયના ચૌરેન્દ્રિય જીવો વિશેષાધિક છે, તે એક સમયમાં પ્રભૂત ઉત્પન્ન થાય છે. (૩) તેનાથી પ્રથમ સમયના તે ઇન્દ્રિય જીવો વિશેષાધિક છે. તે એક સમયમાં પ્રભુતતર ઉત્પન્ન થાય છે. (૪) તેનાથી પ્રથમ સમયના બેઇન્દ્રિય જીવો વિશેષાધિક છે, તે એક સમયમાં પ્રભૂતતમ ઉત્પન્ન થાય છે. (૫) તેનાથી પ્રથમ સમયના એકેન્દ્રિય જીવો વિશેષાધિક છે. અહીં જે બેઇન્દ્રિયાદિ અન્ય જાતિમાંથી નીકળીને એકેન્દ્રિય રૂપમાં ઉત્પન્ન થાય છે અને પ્રથમ સમયમાં વર્તી રહેલ છે તે જ પ્રથમ સમયના એકેન્દ્રિયો કહેવાય છે. તે જીવો પ્રથમ સમયના બેઇન્દ્રિય જીવોથી વિશેષાધિક છે, અસંખ્યાત કે અનંતગુણ થતા નથી.(વિશેષાધિક એટલે બમણા કરતાં ન્યૂન)તે જ રીતે અપ્રથમ સમયવર્તી જીવોનું અલ્પબદુત્વ થાય છે.