________________
| પ્રતિપત્તિ-૯
| દ૯૯ ]
પ્રથમ સમયના એકેન્દ્રિયનું અંતર જઘન્ય એક સમય ન્યૂન બે ક્ષુલ્લકભવ છે. જેમ કે– કોઈએકેન્દ્રિય જીવ પોતાના ક્ષુલ્લક ભવનું આયુષ્ય પૂર્ણ કરીને બેઇન્દ્રિયાદિમાં ઉત્પન્ન થાય ત્યાં ક્ષુલ્લક ભવનું આયુષ્ય પૂર્ણ કરીને પુનઃ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તો એક એકેન્દ્રિયનો ક્ષુલ્લકભવ અને બીજો ભવ બેઇન્દ્રિય આદિનો સંપૂર્ણ ક્ષુલ્લકભવ. તેમાં પ્રથમ સમય ન્યૂન કરતાં તેનું જઘન્ય અંતર એક સમય ન્યૂન બે ક્ષુલ્લકભવનું થાય છે. ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાળ છે. તે એકેન્દ્રિય જીવ અનંતકાલ પર્યત વનસ્પતિમાં અપ્રથમ સમય એકેન્દ્રિયપણે રહે, ત્યાર પછી મનુષ્યાદિમાં એકાદ ભવ કરીને પુનઃ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય અને પ્રથમ સમયને પ્રાપ્ત કરે તે અપેક્ષાએ પ્રથમ સમયના એકેન્દ્રિયનું ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર થાય છે.
અપ્રથમ સમયના એકેન્દ્રિયનું અંતર જઘન્ય સમયાધિક ક્ષુલ્લકભવ પ્રમાણ છે જેમ કે કોઈ એકેન્દ્રિયજીવ પોતાના આયુષ્યના ચરમ સમય પર્યત અપ્રથમ સમયના એકેન્દ્રિય કહેવાય છે ત્યાર પછી બેઇન્દ્રિયાદિમાં ક્ષુલ્લકભવ પર્યત રહીને પુનઃ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યાં ઉત્પત્તિના પ્રથમ સમયે તે પ્રથમ સમય એકેન્દ્રિય છે અને બીજા સમયે તે અપ્રથમ સમય એકેન્દ્રિય બને, તેથી તેનું જઘન્ય અંતર એક સમયાધિક ક્ષુલ્લકભવ પ્રમાણ થાય છે. ઉત્કૃષ્ટ સંખ્યાતવર્ષ અધિક બે હજાર સાગરોપમનું છે. કોઈ જીવ બેઇન્દ્રિયાદિમાં પરિભ્રમણ કરે તો તેટલો કાલ જ કરી શકે છે કારણ કે ત્રસકાયની કાયસ્થિતિ સાધિક બે હજાર સાગરોપમની છે ત્યાર પછી તે અવશ્ય એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે, તેથી તેનું ઉત્કૃષ્ટ અંતર સાધિક બે હજાર સાગરોપમનું થાય છે.
પ્રથમ સમયના બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય જીવનું જઘન્ય અંતર એકેન્દ્રિયની જેમ એક સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવ પ્રમાણ છે અને તે જીવ ભવભ્રમણ કરતાં વનસ્પતિમાં અનંતકાલ પસાર કરીને ત્યાર પછી બેઇન્દ્રિયાદિ ઉત્પન્ન થાય તો ઉત્કૃષ્ટ અંતર અનંતકાલનું થાય છે.
અપ્રથમ સમયના બેઇન્દ્રિયાદિનું જઘન્ય અંતર એક સમયાધિક એક ક્ષુલ્લક ભવ પ્રમાણ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલનું છે. અલ્પ બહુત્વ :| ५ पढमसमइयाणं सव्वेसिं सव्वत्थोवा पढमसमयपंचेंदिया, पढमसमयचउरिदिया विसेसाहिया,पढमसमयते दिया विसेसाहिया, पढमसमयबेदिया विसेसाहिया, पढमसमय एगिदिया विसेसाहिया।
एवंअपढमसमयिका विणवरिअपढमसमयएगिंदिया अणंतगुणा । दोण्हंअप्पबहुयंसव्वत्थोवा पढमसमयएगिदिया, अपढमसमयएगिदिया अणंतगुणा । सेसाणंसव्वत्थोवा पढमसमयिका,अपढमसमयिका असखेज्जगुणा। ભાવાર્થ :- (૧) પ્રથમ સમયવર્તી જીવોમાં સર્વથી થોડા પ્રથમ સમયના પંચેન્દ્રિય છે, તેનાથી પ્રથમ સમયના ચૌરેન્દ્રિય વિશેષાધિક છે, તેનાથી પ્રથમ સમયના તેઇન્દ્રિય વિશેષાધિક છે, તેનાથી પ્રથમ સમયના બેઇન્દ્રિય વિશેષાધિક છે અને તેનાથી પ્રથમ સમયના એકેન્દ્રિયવિશેષાધિક છે. આ જ રીતે અપ્રથમ સમયવર્તી જીવોનું અલ્પબદુત્વ પણ જાણવું. તેમાં વિશેષતા એ છે કે અપ્રથમ સમયના એકેન્દ્રિયો અનંતગુણા કહેવા.