________________
s૮૨
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
સપ્તવિધઃ છઠ્ઠી પ્રતિપત્તિ – 222222222@@@e સંસારી જીવના સાત પ્રકાર:| १ तत्थ णंजे ते एवमाहंसु-सत्तविहा संसारसमावण्णगा जीवा,ते एवमाहंसु,तं जहा-णेरइया,तिरिक्खा,तिरिक्खजोणिणीओ, मणुस्सा,मणुस्सीओ, देवा, देवीओ। ભાવાર્થ - પૂર્વોક્ત નવ પ્રતિપત્તિઓમાંથી છઠ્ઠી પ્રતિપત્તિમાંજે સાત પ્રકારના સંસાર સમાપન્નક જીવોનું કથન છે, તે આ પ્રમાણે છે– નારકી, તિર્યચ, તિર્યંચાણી, મનુષ્ય, મનુષ્યાણી, દેવ અને દેવી. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સંસારી જીવોના સાત પ્રકારનું કથન છે.
ગતિની અપેક્ષાએ જીવોના ચાર ભેદ છે. તેમાં નરકગતિમાં એક નપુંસકવેદ છે. દેવગતિમાં સ્ત્રીવેદ, પુરુષવેદ બે વેદ છે. મનુષ્ય અને તિર્યંચગતિમાં ત્રણે વેદ હોય છે. સૂત્રકારે પ્રસ્તુત પ્રકરણમાં નપુંસકવેદનો સમાવેશ સમુચ્ચય તિર્યંચ અને સમુચ્ચય મનુષ્યમાં કરીને સ્ત્રીવેદ-પુરુષવેદની પ્રધાનતાને સ્વીકારીને તેના બે-બે ભેદ કર્યા છે. આ રીતે નરકગતિનો એક ભેદ અને શેષ ત્રણ ગતિમાં સ્ત્રી, પુરુષરૂપ બે-બે ભેદની ગણના કરતાં અપેક્ષાથી સાત ભેદ થાય છે. સાત પ્રકારના જીવોની સ્થિતિઃ| २ रइयस्स ठिई जहण्णेणं दसवाससहस्साई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई। तिरिक्खजोणियस्स जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि पलिओवमाई, एवं तिरिक्खजोणिणीए वि, मणुस्साण वि, मणुस्सीण वि । देवाणं ठिई जहाणेरइयाणं । देवीण जहण्णेण दसवाससहस्साइ, उक्कोसेणं पणपण्णपलिओवमाई। ભાવાર્થ - નારકની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની છે. તિર્યંચની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટત્રણ પલ્યોપમની છે. તિર્યંચ સ્ત્રી, મનુષ્ય અને મનુષ્ય સ્ત્રીની સ્થિતિ પણ તે જ પ્રમાણે છે. દેવોની સ્થિતિ નારકીની જેમ જાણવી અને દેવીઓની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમની છે. વિવેચનઃ
નારકીમાં ઉત્કૃષ્ટસ્થિતિ સાતમી નરકની ઉત્કૃષ્ટસ્થિતિની અપેક્ષાએ, દેવોમાં ઉત્કૃષ્ટસ્થિતિ સર્વાર્થસિદ્ધવિમાનના દેવોની સ્થિતિની અપેક્ષાએ અને દેવીઓની સ્થિતિ ઈશાન દેવલોકની અપરિગુહિતાદેવીઓની અપેક્ષાએ છે. મનુષ્ય અને તિર્યંચમાં ઉત્કૃષ્ટ સ્થિતિનું કથન દેવકુરુ, ઉત્તરકુરુક્ષેત્રના યુગલિક તિર્યંચ અને મનુષ્યની અપેક્ષાએ છે. સાત પ્રકારના જીવોની કાયસ્થિતિ:| ३ णेरइय देवदेवीणंजच्चेव ठिई सच्चेव संचिट्ठणा । तिरिक्खजोणियाणं जहण्णेणं