________________
પ્રતિપત્તિ-s
.
૬૮૧ |
છકી પ્રતિપત્તિ | સંક્ષિપ્ત સાર પાર્સલ
આ પ્રતિપત્તિમાં સાત પ્રકારના સંસારી જીવોની સ્થિતિ, કાયસ્થિતિ, અંતર અને અલ્પબદુત્વનું પ્રતિપાદન કર્યું છે.
એકથી પાંચ પ્રતિપત્તિ સુધી સંસારી જીવોના વિભાજનમાં ક્રમશઃ (૧) સૂત્રકારે ત્ર-સ્થાવરની અપેક્ષાએ જીવના બે ભેદ, (૨) વેદની અપેક્ષાએ ત્રણ ભેદ, (૩) ગતિની અપેક્ષાએ ચાર ભેદ, (૪)જાતિની અપેક્ષાએ પાંચ ભેદ અને (૫) કાયની અપેક્ષાએ છ ભેદ કર્યા છે.
પ્રસ્તુત છઠ્ઠી પ્રતિપત્તિમાં જીવના સાત ભેદ દર્શાવતાં ચાર ગતિના જીવોમાં સ્ત્રી-પુરુષની વિવક્ષાને સમ્મિલિત કરીને વિભાજન કરવામાં આવ્યું છે. યથા- નારકી, તિર્યંચ, તિર્યંચાણી, મનુષ્ય, મનુષ્યાણી, દેવ અને દેવી.
નારકીમાં નપુંસક વેદ જ હોવાથી તેનો એક જ ભેદ અને શેષત્રણ ગતિમાં સ્ત્રીવેદી અને પુરુષવેદીને લક્ષિત કરીને બે-બે ભેદ કરતાં છ ભેદ કર્યા છે, આ રીતે સંસારી જીવોના સાત ભેદ થાય છે. સ્થિતિ-કાયસ્થિતિ- નારકી-દેવોની ભવસ્થિતિ અને કાયસ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. દેવીઓની ભવસ્થિતિ અને કાયસ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ પ૫ પલ્યોપમની છે. તિર્યચ, તિર્યંચાણી, મનુષ્ય અને મનુષ્યાણીની ભવસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે અને કાયસ્થિતિ તિર્યંચની અનંતકાલની અને શેષ તિર્યંચાણી, મનુષ્ય-મનુષ્યાણીની અનેક ક્રોડપૂર્વવર્ષ અધિક ત્રણ પલ્યોપમની છે. અંતર– તિર્યંચ સિવાયના છ પ્રકારના જીવોનું અંતર વનસ્પતિકાલ અને તિર્યંચોનું અંતર સાધિક અનેક સો સાગરોપમનું છે.
સર્વથી થોડી મનુષ્ય સ્ત્રીઓ, તેનાથી મનુષ્યો અસંખ્યગુણા, તેનાથી નારકીઓ, તિર્યંચ સ્ત્રીઓ ક્રમશઃ અસંખ્યાતગુણા, તેનાથી દેવ અને દેવી ક્રમશઃ સંખ્યાતગુણી અને તેનાથી તિર્યંચો અનંતગુણા છે.