________________
| પ્રતિપત્તિ-૧
[ પ્રથમ પ્રતિપત્તિ | સંક્ષિપ્ત સાર
પાત્ર
પ્રસ્તુત આગમ શ્રી જીવાજીવાભિગમનો વણ્ય વિષય જીવાભિગમ એટલે જીવ દ્રવ્યનો બોધ અને અજીવાભિગમ એટલે અજીવ દ્રવ્યનો બોધ છે.
પ્રથમ પ્રતિપત્તિમાં પ્રસ્તુત આગમના મંગલાચરણપૂર્વક ગ્રંથના વણ્ય વિષયનું પ્રતિપાદન છે. ત્યાર પછી અજીવ દ્રવ્યના ભેદ-પ્રભેદ તેમજ જીવના બે ભેદોનું ૨૩ દ્વારથી વિસ્તૃત વર્ણન છે. અજીવ દ્રવ્ય-ચેતન્ય લક્ષણ રહિત હોય તેને અજીવ કહે છે. તેના બે ભેદ છે– રૂપી અને અરૂપી. અરૂપી અજીવ જે દ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શગુણ ન હોય તે અરૂપી છે. તેના ચાર ભેદ છેધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ. ધર્માસ્તિકાય- ગતિશીલ જીવ અને પુદ્ગલ દ્રવ્યોની ગતિક્રિયામાં નિમિત્ત બને, તે ધર્માસ્તિકાય. અધમસ્તિકાય- સ્થિતિશીલ જીવ અને પુદ્ગલ દ્રવ્યોની ગતિપૂર્વકની સ્થિતિ ક્રિયામાં નિમિત્ત બને, તે અધર્માસ્તિકાય. આ બંને દ્રવ્ય એક, અખંડ, નિત્ય, લોક પ્રમાણ અરૂપી દ્રવ્ય છે. આકાશાસ્તિકાય- સર્વદ્રવ્યોની અવગાહનામાંનિમિત્ત બને, તે આકાશાસ્તિકાય. આ એક, અખંડ, નિત્ય, લોકાલોક પ્રમાણ અરૂપી દ્રવ્ય છે. ધર્માસ્તિકાય આદિ આ ત્રણે દ્રવ્યના સ્કંધ, દેશ અને પ્રદેશ એવા ત્રણ ત્રણ ભેદ કરતાં કુલ નવ ભેદ થાય છે. કાલદ્રવ્ય – સર્વ દ્રવ્યની પર્યાયના પરિવર્તનમાં નિમિત્ત બને,તે કાલ દ્રવ્ય. તે વર્તમાન એક સમયરૂપ છે, તેથી તેના અન્ય કોઈ વિભાગ નથી. આ રીતે અરૂપી અજીવ દ્રવ્યના ૧૦ ભેદ થાય છે.
આ ચારે અરૂપી અજીવની દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણથી વિચારણા કરતાં પ૪૪= ૨૦ ભેદ થાય. તેમાં ઉપરોક્ત ૧૦ ભેદ ઉમેરતાં ૨૦ + ૧૦ = ૩૦ ભેદ અરૂપી અજીવના થાય છે. રૂપી અજીવ-જે દ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શગુણ હોય તે રૂપી છે. પુદ્ગલાસ્તિકાય રૂપી અજીવદ્રવ્ય છે. તેના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ, તે ચાર ભેદ છે. પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન, આ પચીસ પુદ્ગલ દ્રવ્યના ગુણોના પરસ્પરના સંયોગથી તેના પ૩૦ ભેદ થાય છે.
અરૂપી અજીવના ૩૦ + રૂપી અજીવના પ૩૦ = અજીવ દ્રવ્યના કુલ પ૦ ભેદ થાય છે. જીવ દ્રવ્ય – ચૈતન્ય લક્ષણ સહિત હોય તેને જીવ કહે છે. વિવિધ અપેક્ષાથી તેનું અનેક પ્રકારે વર્ગીકરણ થાય છે. તદનુસાર આ શાસ્ત્રમાં બે ભેદથી લઈને દસભેદ સુધીના નવ પ્રકારે જીવોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તેમાંથી આ પ્રથમ પ્રતિપત્તિમાં જીવના બે ભેદનું કથન છે. જીવના બે ભેદ– પ્રત્યેક આત્મ દ્રવ્ય, શક્તિની અપેક્ષાએ એક સમાન હોવા છતાં કર્મોના આધારે તેના બે ભેદ થાય છે– સિદ્ધ જીવ અને સંસારી જીવ. (૧) સિદ્ધ જીવ- કર્મોથી સર્વથા મુક્ત હોય, તેવા શુદ્ધ જીવને સિદ્ધ કહે છે. પૂર્ણ શુદ્ધ થયેલા અનંત સિદ્ધો એક સમાન છે. તેમાં વર્તમાન ભાવોની દષ્ટિએ તરતમતા સંભવિત નથી પરંતુ સિદ્ધ થવાના સમયની