________________
પ્રતિપત્તિ-૫
૭૫
નિગોદ – આ જૈનધર્મનો પારિભાષિક શબ્દ છે. તેના બે પ્રકાર છે– નિગોદ અને નિગોદજીવ. (૧) અનંત જીવોના આશ્રયસ્થાનરૂપ હોય તે નિગોદ અર્થાત્ નિગોદશરીર કહેવાય છે (૨) તેમાં રહેલા સ્વતંત્ર તૈજસ-કાર્મણ શરીરના ધારક જીવો નિગોદ જીવ કહેવાય છે. તે અનંત નિગોદ જીવોનું ઔદારિક શરીર એક જ હોય છે અને તૈજસ-કાર્યણ શરીર પૃથ-પૃથક્ હોય છે. ઔદારિક શરીર એક હોવાથી તે જીવોની સ્થૂલશરીરજન્ય ક્રિયાઓ આહાર, શ્વાસોચ્છ્વાસ આદિ એક સાથે જ થાય છે અને તૈજસ-કાર્મણ શરીર સ્વતંત્ર હોવાથી તે જીવોના કર્મ, કર્મબંધ, અધ્યવસાયાદિ સ્વતંત્ર હોય છે.
=
નિગોદના પ્રકાર :– નિગોદ(શરીર) અને નિગોદ જીવોના બે-બે પ્રકાર છે– સૂક્ષ્મ અને બાદર, તે બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્તરૂપ બે-બે ભેદ થાય છે. સૂક્ષ્મ નિગોદના જીવો આખા લોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે અને બાદર નિગોદના જીવો યથાસ્થાને જળને આશ્રિત રહે છે.
નિગોદનું પ્રમાણ :– નિગોદનું પ્રમાણ સૂત્રમાં બે પ્રકારે કહ્યું છે– દ્રવ્યની અપેક્ષા અને પ્રદેશની અપેક્ષા. (૧) દ્રવ્યની અપેક્ષાએ– સમુચ્ચય નિગોદ(શરીર) આખા લોકમાં દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાત હોય છે. તેની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોવાથી આખા લોકમાં અસંખ્ય નિગોદ શરીર વ્યાપ્ત થઈ શકે છે. તે અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે તેથી તે અનંતા નથી. તે જ રીતે પર્યાપ્ત નિગોદ(શરીર) અને અપર્યાપ્તનિગોદ(શરીર)પણ અસંખ્યાતા હોય છે. સૂક્ષ્મનિગોદ, પર્યાપ્ત સૂક્ષ્મનિગોદ, અપર્યાપ્તસૂક્ષ્મ નિગોદ આખા લોકમાં વ્યાપ્ત અને અસંખ્ય છે. બાદરનિગોદ, પર્યાપ્ત બાદર નિગોદ અને અપર્યાપ્ત બાદર નિગોદ(શરીર) આખા લોકમાં વ્યાપ્ત ન હોવા છતાં પણ અસંખ્યાત હોય છે. આ રીતે સમુચ્ચય નિગોદ અને તેના પયાપ્તા-અપર્યાપ્તા, તે ત્રણ આલાપક થાય છે. તે જ રીતે સૂક્ષ્મ અને બાદર નિગોદના પણ ત્રણ
ત્રણ આલાપક ગણતાં નવ આલાપક થાય છે.
એક નિગોદશરીરમાં અનંત જીવ હોવાથી નિગોદજીવો અનંત છે.નિગોદ શરીરની જેમ નિગોદજીવ વિષયક પણ નવ ભેદ થાય છે– (૧) સમુચ્ચય નિગોદ જીવ (૨) પર્યાપ્ત નિગોદ જીવ (૩) અપર્યાપ્ત નિગોદ જીવ (૪) સૂક્ષ્મ નિગોદ જીવ (૫) સૂક્ષ્મ પર્યાપ્ત નિગોદ જીવ (૬) સૂક્ષ્મ અપર્યાપ્ત નિગોદ જીવ (૭) બાદર નિગોદ જીવ (૮) બાદર પર્યાપ્ત નિગોદ જીવ (૯) બાદર અપર્યાપ્ત નિગોદ જીવ. આ નવે ભેદોમાં નિગોદ જીવો દ્રવ્યની અપેક્ષાએ અનંત છે.
(૨) પ્રદેશની અપેક્ષાએ–નિગોદ(શરીર)ના પ્રદેશો અનંત હોય છે. નિગોદ(શરીર) પૌદ્ગલિક છે તે અનંતાનંત પ્રદેશી વર્ગણાઓથી બનેલું હોય છે, તેથી પ્રત્યેક નિગોદમાં અનંત પ્રદેશ હોય છે. તે જ રીતે આખા લોકમાં રહેલા અસંખ્ય નિગોદના પણ અનંત પ્રદેશ થાય છે. અનંત નિગોદજીવો પણ પ્રદેશની અપેક્ષાએ અનંત છે. જીવો અનંત હોવાથી તેના પ્રદેશો પણ અનંત થાય છે. તે જ રીતે ઉપરોક્ત નવ પ્રકારના નિગોદ શરીર અને નવ પ્રકારના નિગોદ જીવો પ્રદેશોની અપેક્ષાએ અનંત છે. નિગોદજીવોની
અનંતતા આગમોમાં અન્ય પ્રકારે પણ પ્રદર્શિત કરી છે, યથા– સિદ્ધ જીવો અનંત છે, પરંતુ તે અનંત સંખ્યા એક નિગોદમાં રહેલા અનંત જીવોના પણ અનંતમા ભાગ પ્રમાણ છે. સમગ્ર લોકમાં રહેલા નિગોદ જીવો સિદ્ધના જીવોથી અનંતગુણા અધિક છે.
નિગોદ અને નિગોદ જીવોનું અલ્પબહુત્વ :
४० एएसि णं भंते! णिगोदाणं- सुहुमाणं, बायराणं, पज्जत्तगाणं, अपज्जत्तगाणं, दव्वट्टयाए पएसटुयाए दव्वटुपएसटुयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवा बायरणिगोया पज्जत्ता दव्वट्टयाए, बादरणिगोया अपज्जत्तगा