________________
[ ૭૪ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
णो संखेज्जा, णो असंखेज्जा, अणंता । एवं पज्जत्तगा वि अपज्जत्तगा वि । एवं सुहम णिगोयजीवा वि पज्जत्तगा वि अपज्जत्तगा वि । बायरणिगोयजीवा वि पज्जत्तगा वि अपज्जत्तगा वि। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! નિગોદ જીવો દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાત છે અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત નથી, અસંખ્યાત નથી, અનંત છે.
આ જ રીતે તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત પણ અનંત છે. આ પ્રમાણે સુક્ષ્મ નિગોદ જીવો તથા તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત, બાદરનિગોદ જીવો તથા તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવો સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. (આ રીતે દ્રવ્યની અપેક્ષાથી નિગોદ શરીરનાઅનેનિગોદ જીવોના ૯, કુલ ૧૮ સૂત્ર છે.) | ३९ णिगोया णं भंते ! पएसट्टयाए किं संखेज्जा, असंखेज्जा, अणंता पुच्छा?
गोयमा !णोसंखेज्जा,णोअसंखेज्जा,अणंता । एवंपज्जत्तगा वि अपज्जत्तगा वि। एवं सुहमणिगोदा विपज्जत्तगा वि अपज्जत्तगा वि,पएसट्टयाए सव्वे अणंता । एवं बायरणिगोदा विपज्जत्तगा वि अपज्जत्तगा विपएसट्टयाए सव्वे अणता।
एवं णिगोयजीवा णवविहा विपएसट्ठयाए सव्वे अणंता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રદેશોની અપેક્ષાએ શું નિગોદ શરીર સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તર- હે ગૌતમ! સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. આ જ રીતે પર્યાપ્ત સૂત્ર અને અપર્યાપ્ત સૂત્ર પણ કહેવા.
આ જ રીતે પ્રદેશની અપેક્ષાએ સૂક્ષ્મ નિગોદ શરીર અને તેના પર્યાપ્ત તથા અપર્યાપ્ત કહેવા. તે બધા પ્રદેશોની અપેક્ષાએ અનંત છે. આ જ રીતે બાદર નિગોદ અને તેના પર્યાપ્ત તથા અપર્યાપ્ત કહેવા જોઈએ, તે પ્રદેશોની અપેક્ષાએ અનંત છે. આ જ રીતે નિગોદ જીવોના પ્રદેશોની અપેક્ષાવાળા નવ સૂત્રોમાં અનંત કહેવા જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નિગોદના સ્વરૂપનું સવિસ્તર સ્પષ્ટીકરણ છે.
આ પ્રતિપત્તિમાં છકાયના જીવોની સ્થિતિ, કાયસ્થિતિ, અંતર આદિ વિષયોનું કથન છે. તેમાં વનસ્પતિકાયના જીવોમાં સાધારણ વનસ્પતિકાયના જીવોનું સ્વરૂપ સર્વ જીવોથી વિશિષ્ટ પ્રકારનું છે કારણ કે પ્રત્યેક ગતિના કે જાતિના સૂક્ષ્મ કે બાદર જીવોનું શરીર સ્વતંત્ર હોય છે જ્યારે સાધારણ વનસ્પતિકાયના જીવોનું શરીર સ્વતંત્ર નથી, સૂક્ષ્મ-બાદર સાધારણ શરીરી વનસ્પતિમાં અનંત જીવોનું શરીર એક જ હોય છે. સાધારણ વનસ્પતિને અનંતકાય કે નિગોદ પણ કહે છે. બાદર વનસ્પતિમાં સાધારણ શરીરી અને પ્રત્યેક શરીરી બંને પ્રકારની વનસ્પતિ હોય છે. સૂક્ષ્મ વનસ્પતિ સાધારણ શરીરી જ છે. સૂત્રમાં સાધારણ શરીરી જીવો માટે “નિગોદ જીવ’ અને તેના શરીર માટે “નિગોદ' શબ્દનો પ્રયોગ છે. જે રીતે નિગોદ જીવોની સ્થિતિ આદિનું કથન છે, તે જ રીતે તે જીવોના આશ્રયસ્થાનરૂપ નિગોદ શરીરની સ્થિતિ, કાયસ્થિતિનું પણ કથન છે. તેમજ અલ્પબદુત્વના કથનમાં પણ નિગોદ શરીરની સ્વતંત્ર ગણના કરી છે. આ રીતે નિગોદજીવ અને નિગોદશરીર બંનેની ગણના કરીને જ પ્રસ્તુત સૂત્રના અઢાર આલાપકોમાં તેનું વર્ણન છે.