________________
[ ૫૪ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર |
સૂક્ષ્મ જીવોનું અંતર:|१३ सुहमस्सणं भंते ! केवइयं कालं अंतर होइ ? गोयमा !जहण्णेणं अंतोमहत्तं उक्कोसेणं असंखेज्जंकालं;कालओ असंखेज्जाओ उस्सप्पिणी-ओसप्पिणीओ,खेत्तओ जावअगुलस्स असखेज्जइभागो। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! સૂક્ષ્મ જીવોનું અંતર કેટલું છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ છે. આ અસંખ્યાતકાલ, અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ પ્રમાણ છે તથા ક્ષેત્રથી અંગુલના અસંખ્યાત ભાગના આકાશ પ્રદેશ પ્રમાણ છે. અર્થાત્ બાદરકાલ પ્રમાણ છે. | १४ सुहुम पुढवीकाइयस्सणं भंते ! केवइयं कालं अंतर होइ? गोयमा !जहण्णेणं अंतोमुत्त, उक्कोसेणं अणंतकालं जावआवलियाए असंखेज्जइभागे। एवं जाववाऊ। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોનું અંતર કેટલું છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ, ક્ષેત્રથી અનંતલોક પ્રમાણ યાવતુ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અસંખ્ય પુદ્ગલ પરાવર્તન સમજવા. આ જ રીતે વાયુકાય સુધી જાણવું. | १५ सुहुम वणस्सइ, सुहुमणिगोयस्स अंतरं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं जहा
ओहियस्स अंतरं । एवं अपज्जत्ता-पज्जत्तगाण वि अतर । ભાવાર્થ – સૂક્ષ્મ વનસ્પતિકાય અને સૂક્ષ્મ નિગોદનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ઔધિક વનસ્પતિની સમાન પુઢવીકાલરૂપ અસંખ્યાતકાલનું અંતર છે. તે જ રીતે સૂક્ષ્મ વનસ્પતિ અને સૂક્ષ્મ નિગોદના અપર્યાપ્ત તથા પર્યાપ્ત જીવોનું અંતર પણ પુઢવીકાલ પ્રમાણ સમજવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂક્ષ્મ જીવોના અંતરનું કથન છે.
સમુચ્ચય સૂક્ષ્મ જીવોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલનું એટલે બાદરકાલનું છે, કારણ કે કોઈ પણ કાયનો સૂક્ષ્મ જીવ સૂક્ષ્મપણું છોડીને બાદરપણે ઉત્પન્ન થાય, ત્યાં બાદરની કાયસ્થિતિરૂપ અસંખ્યાતકાલ વ્યતીત કરે, ત્યાર પછી અવશ્ય સૂક્ષ્મપણે ઉત્પન્ન થાય છે, તેથી તેનું અંતર બાદરકાલનું થાય છે. તે બાદરકાલ, કાલથી અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ પ્રમાણ છે અને ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશ પ્રદેશ પ્રમાણ છે. આ અસંખ્યકાલ પૃથ્વીકાલ કરતા ઘણો અલ્પ છે, કારણ કે પૃથ્વીકાલ અસંખ્ય લોકના આકાશપ્રદેશ પ્રમાણ છે અને પ્રસ્તુત કથિત બાદરકાલ અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશ પ્રમાણ છે.
સુક્ષ્મ પૃથ્વી, અપુ, તેઉ અને વાયુકાયનું અંતર અનંતકાલ-વનસ્પતિકાલ પ્રમાણ છે, તે સુક્ષ્મ પૃથ્વી આદિ કોઈ પણ જીવ પોતાની કાયને છોડીને અન્યત્ર જન્મ-મરણ કરતાં વનસ્પતિમાં જાય, ત્યાં સૂક્ષ્મ-બાદર, પર્યાપ્તા કે અપર્યાપ્તાપણે જન્મ-મરણ કરતાં અનંતકાલ વ્યતીત કરે, ત્યાર પછી પુનઃ સૂક્ષ્મ પૃથ્વીપણે ઉત્પન્ન થાય તો અનંતકાલનું અંતર થાય છે. વનસ્પતિકાયની કાયસ્થિતિ અનંતકાલની હોવાથી સૂક્ષ્મ પૃથ્વી આદિ ચારેયનું અંતર અનંતકાલ-વનસ્પતિકાલ પ્રમાણ થાય છે.