________________
પ્રતિપત્તિ-૩: વૈમાનિક દેવાધિકાર
[ ૧૫ ]
છ માસ સુધી ચાલતા
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન! સૌધર્મ–ઈશાન કલ્પમાં વિમાનોની ગંધ કેવી છે? ઉત્તર- હે ગૌતમ! તે વિમાનો કોષ્ટપુટ વગેરે સુગંધિત પદાર્થોની સુગંધથી પણ વિશેષ સુગંધિત છે. અનુત્તરોપપાતિક વિમાનો સુધી તે જ પ્રમાણે જાણવું. | ३३ सोहम्मीसाणेसुणं भंते !कप्पेसु विमाणा केरिसया फासेणं पण्णता? गोयमा ! सेजहाणामए आइणेइ वारूएइवासव्वो फासो भाणियव्वो जावअणुत्तरोववाइयविमाणा। ભાવાર્થ - પ્રશ્ન– હે ભગવન્! સૌધર્મ અને ઈશાન કલ્પના વિમાનોનો સ્પર્શ કેવો છે? ઉત્તર- હે ગૌતમ! મૃગચર્મ અને રૂ જેવો કોમળ સ્પર્શ હોય છે. અનુત્તરોપપાતિક વિમાનો સુધી તે જ પ્રમાણે જાણવું. |३४ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसु विमाणा केमहालया पण्णत्ता?
गोयमा ! अयण्णं जंबुद्दीवेदीवेसव्वदीवसमुदाणं, एवं सोचेव गमो जावछम्मासे वीइवएज्जा जावअत्थेगइया विमाणावासा णो वीइवएज्जा जावअणुत्तरोववाइयविमाणा, अत्थेगइयं विमाणं वीइवएज्जा अत्थेगइए णो वीइवएज्जा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના વિમાનો કેટલા મોટા છે?
ઉત્તર-હે ગૌતમ! કોઈ દેવ ચપટી વગાડતાં જ આ એક લાખ યોજનાના લાંબા-પહોળા અને ત્રણ લાખ યોજનથી અધિક પરિધિવાળા જંબૂદ્વીપની ૨૧ વખત પ્રદક્ષિણા કરી આવે તેવી શીધ્ર ગતિ આદિ વિશેષણો યુક્ત ગતિથી નિરંતર છ માસ સુધી ચાલતા રહે ત્યારે કેટલાક વિમાનોને પાર કરી શકે અને કેટલાક વિમાનોને પાર કરી શકતા નથી, તે વિમાનો આટલા મોટા છે. આ રીતે અનુત્તરોપપાતિક વિમાનો સુધી જાણવું પાંચ અનુત્તર વિમાનમાંથી એક વિમાનને તે દેવ પાર કરી શકે છે અને કેટલાક(ચાર) વિમાનોને પાર કરી શકતા નથી. |३५ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसु विमाणा किंमया पण्णत्ता?
गोयमा !सव्वरयणामया पण्णत्ता । तत्थणंबहवेजीवा यपोग्गला यवक्कमंति, विउक्कमति चयति उवचयति सासया णते विमाणा दवट्ठयाए । वण्णपज्जवेहिं जाव फासपज्जवेहिं असासया एवं जावअणुत्तरोववाइया विमाणा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના વિમાનોનું સ્વરૂપ કેવું છે? અર્થાત્ તે વિમાન શેના બનેલા છે?
ઉત્તર- હે ગૌતમ! તે સર્વાત્મના રત્નમય છે. તેમાં ઘણા જીવો અને પુગલો ઉત્પન્ન થાય છે, ચ્યવે છે, ભેગા થાય છે અને વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. તે વિમાનો દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ શાશ્વત છે અને વર્ણ પર્યાય યાવત સ્પર્શ પર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે. તે જ રીતે અનુત્તરોપપાતિક વિમાનો સુધી જાણવું. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં વિમાનોના વર્ણ, ગંધ, સ્પર્શ અને તેની પ્રભાનું કથન છે. તે વિમાનો પુગલમય હોવાથી તેમાં વર્ણ, ગંધ, સ્પર્ધાદિ હોય છે.
આ રીતે અનુત્તરોપપા
તેમાનોને પાર કરી