________________
[ ૧૪ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
(૨) આવલિકાબાલ - તે વિવિધ આકારના હોય છે. ચારે ય દિશામાં આવલિકાબદ્ધ વિમાનોની વચ્ચેના આંતરામાં સર્વત્ર વિખરાયેલા પુષ્પની જેમ સ્થિત વિમાનો આવલિકા બાહ્ય કહેવાય છે.
તેના વિવિધ આકારો હોય છે. યથા– સ્વસ્તિક, નંદાવર્ત આદિ નવગ્રેવેયક વિમાનો સુધી વિમાનોના સંસ્થાન આ પ્રમાણે જ હોય છે.
પાંચ અનુત્તર વિમાનમાં મધ્યવર્તી સર્વાર્થસિદ્ધ વિમાન ગોળાકારે સ્થિત છે અને તેની ચારે દિશામાં ચાર અનુત્તર વિમાન ત્રિકોણકારે સ્થિત છે, ત્યાં ચતુષ્કોણ વિમાનો નથી. વિમાનોનું પ્રમાણ :- કેટલાક વિમાનો સંખ્યાત યોજન લાંબા-પહોળા અને સંખ્યાત યોજનની પરિધિવાળા છે અને કેટલાક વિમાનો અસંખ્યાત યોજન લાંબા-પહોળા અને અસંખ્યાત યોજનની પરિધિવાળા હોય છે. પાંચ અનુત્તર વિમાનમાં સર્વાર્થસિદ્ધ વિમાન એક લાખ યોજનાનું છે. શેષ ચાર અનુત્તર વિમાન અસંખ્યાત યોજન વિસ્તૃત છે. વિમાનોના વર્ણાદિ - | ३० सोहम्मीसाणेसु णं भंते ! विमाणा कइवण्णा पण्णत्ता? गोयमा ! पंचवण्णा पण्णत्ता,तंजहा-किण्हा, णीला,लोहिया, हालिद्दा,सुक्किला । सणंकुमारमाहिंदेसु चउवण्णा-णीला जावसुक्किला। ___ बंभलोग-लंतएसुतिवण्णा-लोहिया हालिद्दा सुक्किला। महासुक्क सहस्सारेसु दुवण्णा- हालिायसुक्किलाय । आणयपाणयारणाच्चुएसुसुक्किला,गेवेज्जविमाणा सुक्किला,अणुत्तरोववाइयविमाणा परमसुक्किला वण्णेणं पण्णत्ता। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના વિમાનોનો વર્ણ કેવો છે?
ઉત્તર- હે ગૌતમ! તે વિમાનો પાંચે ય વર્ણના છે, જેમ કે– કાળો, નીલો, લાલ, પીળો અને શ્વેત. સનકુમાર અને મહેન્દ્ર કલ્પના વિમાનો ચાર વર્ણના છે– નીલ યાવતુ શ્વેત. બ્રહ્મલોક અને લાંતક કલ્પ વિમાનો ત્રણ વર્ણના છે– લાલ, પીળો અને શ્વેત. મહાશુક તેમજ સહસાર કલ્પના વિમાનો બે વર્ણના છેપીળો અને સફેદ. આનત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પના વિમાનો શ્વેત વર્ણન છે. ગ્રેવેયક વિમાનો સફેદ વર્ણના છે. અનુત્તરોપપાતિક વિમાનો પરમ શ્વેત વર્ણના છે. | ३१ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसु विमाणा केरिसया पभाए पण्णत्ता?
गोयमा !णिच्चालोया,णिच्चुज्जोया सयंपभाएपण्णत्ता जावअणुत्तरोववाइयविमाणा णिच्चालोया णिच्चुज्जोया सयंपभाएपण्णत्ता। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના વિમાનોની પ્રભા–તેજ કેવું છે?
ઉત્તર- હે ગૌતમ! તે વિમાનો હંમેશાં સ્વયં પ્રભા–પોતાના તેજથી નિત્ય પ્રકાશિત અને નિત્ય ઉદ્યોતિત છે યાવત અનુત્તરોપપાતિક વિમાનો નિત્ય પ્રકાશિત અને નિત્ય ઉદ્યોતિત છે. | ३२ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसु विमाणा केरिसया गंधेणं पण्णत्ता? गोयमा !से जहाणामए कोट्ठपुडाण वा जावगंधेण पण्णत्ता, एवं जाव एत्तो इट्ठतरगा चेव जाव अणुत्तरविमाणा।