________________
[ ૧૨ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
गोयमा !दुविहा पण्णत्ता,तंजहा- आवलिया पविट्ठायआवलिया बाहिराय। तत्थ णंजेते आवलिया पविट्ठातेतिविहा पण्णत्ता,तंजहा- वट्टा,तंसा, चउरंसा । तत्थणंजे आवलिया बाहिरा ते णं णाणासंठिया पण्णत्ता । एवं जाव गेवेज्जविमाणा । अणुत्तरोववाइयाविमाणा दुविहा पण्णत्ता,तण जहा- वट्टेयतसाय। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પમાં વિમાનોનો આકાર કેવો છે?
ઉત્તર- હે ગૌતમ ! તે વિમાનોના બે પ્રકાર છે– (૧) આવલિકા પ્રવિષ્ટ અને (૨) આવલિકા બાહ્ય. જે આવલિકા પ્રવિષ્ટ-ક્રમબદ્ધ વિમાનો છે, તેના ત્રણ પ્રકાર છે– (૧) ગોળ (૨) ત્રિકોણ અને (૩) ચતુષ્કોણ. જે આવલિકા બાહા-છુટાછવાયા વિમાનો છે, તે વિવિધ પ્રકારના છે. આ રીતે રૈવેયક વિમાનો સુધી જાણવું. અનુત્તરોપપાતિક વિમાનના બે પ્રકાર છે. ગોળ અને ત્રિકોણ. | २९ सोहम्मीसाणेसु भंते ! विमाणा केवइयं आयाम-विक्खंभेणं, केवइयं परिक्खेवेणं પત્તા ?
___ गोयमा ! दुविहा पण्णत्ता,तंजहा- संखेज्जवित्थडाय असंखेज्जवित्थडा य । जहाणरगातहा जावअणुत्तरोववाइया संखेज्जवित्थडेय असंखेज्जवित्थडाय । तत्थणं जे से संखेज्जवित्थडे से जबुद्दीवप्पमाणे; असंखेज्जवित्थडा असंखेज्जाइंजोयणसयाई जावपरिक्खेवेणं पण्णत्ता। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! સૌધર્મ-ઈશાન કલ્પમાં વિમાનોની લંબાઈ-પહોળાઈ કેટલી છે? તેની પરિધિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! તે વિમાનોના બે પ્રકાર છે– સંખ્યાત યોજન વિસ્તારવાળા અને અસંખ્યાત યોજન વિસ્તારવાળા. તેનું કથન નરકાવાસોની સમાન જાણવું. યાવતુ અનુત્તરોપપાતિક વિમાનોના બે પ્રકાર છે– (૧) સંખ્યાત યોજન વિસ્તારવાળા, (૨) અસંખ્યાત યોજન વિસ્તારવાળા. જે સંખ્યાત યોજન વિસ્તારવાળા છે તે જંબૂદ્વીપ પ્રમાણ છે અને જે અસંખ્યાત યોજન વિસ્તારવાળા છે, તે અસંખ્યાત હજાર યોજન વિસ્તારવાળા અને અસંખ્યાત હજાર યોજનની પરિધિવાળા છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં વિમાનોના સંસ્થાન અને પરિમાણનું પ્રતિપાદન છે.
સૌધર્મ અને ઈશાન દેવલોક અર્ધ ચંદ્રાકારે છે. તેમાં ક્રમશઃ ૩ર લાખ અને ૨૮ લાખ વિમાનો છે. તે વિમાનોના બે પ્રકાર છે– (૧) આવલિકા પ્રવિષ્ટ– પંક્તિબદ્ધ, (૨) આવલિકા બાહ્ય અથવા પુષ્પાવકીર્ણ. પુષ્પોની જેમ છૂટાછવાયા. (૧) આવલિકા પ્રવિષ્ટ - પંક્તિબદ્ધ વિમાનોના ત્રણ પ્રકાર છે- ગોળ, ત્રિકોણ અને ચોરસ. દરેક દેવલોકના પ્રતરોની મધ્યમાં એક મુખ્ય વિમાન હોય છે, તેને ઇન્દ્રક વિમાન કહે છે. તેની ચારે દિશાઓમાં પંક્તિબદ્ધ વિમાનો ગોઠવાયેલા છે. ઇન્દ્રક–વિમાન ગોળ હોય છે, ત્યાર પછીના ચારે દિશાના ચાર વિમાનો ત્રિકોણ છે. ત્યાર પછીના વિમાનો ચોરસ છે. ત્યાર પછી ક્રમશઃ ગોળ, ત્રિકોણ અને ચોરસ વિમાનો ચારે દિશામાં પ્રત્યેક પંક્તિમાં છે.