________________
પ્રતિપત્તિ-૩: વૈમાનિક દેવાધિકાર
[ ૫૯૯]
ઉપર-ઉપરના દેવલોકના દેવોની અવગાહના ક્રમશઃ ઘટતી જાય છે. સ્થિતિ, ઋદ્ધિ, વૈક્રિયલબ્ધિ, અવધિક્ષેત્ર આદિ ક્રમશઃ વધતા જાય છે. દેવોને હજારો વર્ષો પછી આહારની ઇચ્છા થાય ત્યારે શુભ પગલોને ગ્રહણ કરીને તૃપ્ત થઈ જાય છે. તેઓને સુધા કે તૃષાની વેદના હોતી નથી. તેમજ દેવોને જરા અવસ્થા પણ આવતી નથી.
બે દેવલોક સુધી જ દેવીઓ છે, ત્યાર પછી દેવીઓ નથી. તે દેવો પોતાની ઋદ્ધિ સહિત આનંદપ્રમોદમાં જીવન વ્યતીત કરે છે. સર્વ જીવોનો ઉપપાત- આ લોકના સર્વ જીવોએ પાંચ અનુત્તર વિમાનને છોડીને લોકના સર્વ સ્થાનમાં અનેકવાર અથવા અનંતવાર જન્મ-મરણ કર્યા છે.
કોઈપણ જીવ ચાર અનુત્તર વિમાનમાં દેવપણે બે વાર જ અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે એક જ વાર ઉત્પન્ન થઈ શકે છે. તે વિમાનોમાં પૃથ્વીકાયપણે, સૂક્ષ્મપણે અનંતવાર ઉત્પન્ન થઈ શકે છે. ચારે ગતિના જીવોની ભવસ્થિતિ–કાયસ્થિતિ– નારકી અને દેવોની ભવસ્થિતિ અને કાયસ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ-૩૩ સાગરોપમની છે. મનુષ્ય અને તિર્યંચની ભવસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. કાયસ્થિતિ તિર્યંચની અનંતકાળ અને મનુષ્યોની અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની છે. અંતર-નારક, દેવ અને મનુષ્યનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. તિર્યંચનું જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમનું છે. અ૫બહત્વ– સર્વથી થોડા મનુષ્યો, તેનાથી નારકી અને દેવો ક્રમશઃ અસંખ્યાત ગુણા, તેનાથી તિર્યંચો અનંતગુણા છે.
આ રીતે ચાર પ્રકારના જીવોના વિસ્તૃત વર્ણન સાથે ત્રીજી પ્રતિપત્તિ પૂર્ણ થાય છે.