________________
પ્રતિષત્તિ–૩: જ્યોતિષી દેવાધિકાર
૫૯૭ |
बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा !चंदिमसूरिया एएणंदोण्णि वितुल्ला सव्वत्थोवा । णक्खत्ता संखेज्जगुणा, गहा सखेज्जगुणा,ताराओ सखेज्जगुणाओ। जोइसुद्देसओ समत्तो । ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અથવા વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! ચંદ્ર અને સુર્ય બંને સમાન છે અને સર્વથી થોડા છે. તેનાથી નક્ષત્રો સંખ્યાતગુણા છે, તેનાથી ગ્રહો સંખ્યાતણા છે, તેનાથી તારાઓ સંખ્યાતગુણા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પાંચ પ્રકારના જ્યોતિષી દેવોના અલ્પબદુત્વનું કથન છે.
જ્યોતિષી દેવોમાં ચંદ્ર અને સૂર્યની સંખ્યા સમાન છે અને તે સર્વથી થોડા છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્યના પરિવારમાં ૨૮–૨૮ નક્ષત્રો છે તેથી તે સંખ્યાતગુણા છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્યના પરિવારમાં ૮૮-૮૮ ગ્રહો છે તેથી તે તેનાથી સંખ્યાતગુણા છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્યના પરિવારમાં ૬,૯૭૫ ક્રોડાક્રોડી તારા છે તેથી તે તેનાથી સંખ્યાતગુણા છે.
/જ્યોતિષી દેવાધિકાર સંપૂર્ણ II