________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
રહીને પરિભ્રમણ કરે છે ? કયુ નક્ષત્ર સર્વથી બહાર(સમુદ્ર તરફ) રહીને પરિભ્રમણ કરે છે ? કયુ નક્ષત્ર સર્વથી ઉપર રહીને અને કયુ નક્ષત્ર સર્વથી નીચે રહીને પરિભ્રમણ કરે છે ?
૫૮૪
ઉત્તર– હે ગૌતમ ! જંબુદ્રીપ નામના દ્વીપમાં અભિજિત નક્ષત્ર સર્વથી અંદર મેરુથી નજીક રહીને પરિભ્રમણ કરે છે. મૂળ નક્ષત્ર સર્વથી બહાર લવણ સમુદ્ર તરફ રહીને, સ્વાતિ નક્ષત્ર સર્વથી ઉપર રહીને અને ભરણી નક્ષત્ર સૌથી નીચે રહીને પરિભ્રમણ કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ૨૮ નક્ષત્રોમાંથી આવ્યંતર, બાહ્ય, ઉપરિ અને અધસ્તન નક્ષત્રોનું નિરૂપણ છે.
૨૮ નક્ષત્રો, આઠ નક્ષત્ર મંડલોમાં વિભાજિત છે. તદનુસાર આપ્યંતર મંડળમાં ૧૨ નક્ષત્રો છે તેમાંથી અભિજિત નક્ષત્રનું વિમાન સર્વ નક્ષત્ર વિમાનોની અપેક્ષાએ મેરુની નજીક છે. મૂલ નક્ષત્ર સર્વ નક્ષત્રોથી બહાર ચાલે છે અર્થાત્ સર્વ બાહ્ય મંડળના આઠ નક્ષત્રોમાંથી મૂળ નક્ષત્રનું વિમાન લવણ સમુદ્ર તરફ વધારે બહાર છે. સ્વાતિ નક્ષત્ર ઊંચાઈમાં સર્વથી ઉપર છે. ભરણી નક્ષત્ર સર્વ નક્ષત્રોથી નીચેના મંડળમાં રહીને પરિભ્રમણ કરે છે.
જ્યોતિષી વિમાનોનું સંસ્થાન અને પ્રમાણ ઃ
૧ ચંવવિમાળે જં તે ! િસનિ પળત્તે ?
गोयमा ! अद्धकविट्ठसंठाणसंठिए सव्व फालियामए अब्भुग्गयमूसियपहसिए वण्णओ । एवंसूरविमाणेविगहविमाणेवि णक्खत्तविमाणेवि ताराविमाणेवि अद्धकविट्ठसंठाणसंठिए । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! ચંદ્રના વિમાનનો આકાર કેવો છે ?
ઉત્તર– હે ગૌતમ ! ચંદ્રના વિમાનનો આકાર ઉપર મુખ હોય તેવા અર્ધા કોઠાના ફળ જેવો છે. ચંદ્ર વિમાન સંપૂર્ણતઃ સ્ફટિકમય, ઝળહળતા ચારે તરફ ફેલાતા કિરણોવાળું છે, વગેરે વિશેષણોનું વર્ણન કરવું જોઈએ. આ પ્રમાણે સૂર્ય વિમાન, ગ્રહ વિમાન, નક્ષત્ર વિમાન અને તારાઓનાં વિમાનો પણ અર્ધા કોઠાના આકારના છે.
१० चंदविमाणे णं भंते ! केवइयं आयामविक्खंभेणं ? केवइयं परिक्खेवेणं ? केवइयं बाहल्लेणं पण्णत्ते ?
गोयमा ! छप्पण्णे एकसद्विभागे जोयणस्स आयमविक्खंभेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं, अट्ठावीसं एगसद्विभागे जोयणस्स बाहल्लेणं पण्णत्ते ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! ચંદ્ર વિમાનની લંબાઈ પહોળાઈ કેટલી છે ? તેની પરિધિ કેટલી છે અને તેની જાડાઈ કેટલી છે ?
ઉત્તર– હે ગૌતમ ! ચંદ્ર વિમાનની લંબાઈ-પહોળાઈ એક યોજનના ૬૧ ભાગોમાંથી ૫૬ ભાગ એટલે પૂ યોજન પ્રમાણ છે. તેનાથી સાધિક ત્રણ ગુણી તેની પરિધિ છે અને તેની જાડાઈ(ઊંચાઈ) એક યોજનના ૬૧ ભાગોમાંથી ૨૮ ભાગ એટલે ૐ યોજન પ્રમાણ છે.
११ सूरविमाणस्स णं भंते ! सच्चेव पुच्छा ?