________________
પ્રતિપત્તિ-૩ઃ જ્યોતિષી દેવાધિકાર
૫૮૧ |
ઉત્તર– હે ગૌતમ ! સૌથી નીચેના તારા વિમાનના સમુદાયથી દશ યોજનની ઊંચાઈએ સૂર્ય વિમાન પરિભ્રમણ કરે છે, તેવું યોજનની ઊંચાઈએ ચંદ્ર વિમાન અને એકસો દશ યોજનની ઊંચાઈએ સૌથી ઉપરના તારાના વિમાનો પરિભ્રમણ કરે છે. |६ सूरविमाणाओ भंते ! केवइयं अबाहाए चंदविमाणे चारं चरइ? केवइयं अबाहाए सव्वउवरिल्ले तारारूवे चार चरइ? ___ गोयमा ! सूरविमाणाओणं असीए जोयणेहिं चंदविमाणे चारंचरइ । जोयणसए अबाहाए सव्वोवरिल्ले तारारूवेचार चरइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂર્યવિમાનથી કેટલી ઊંચાઈએ ચંદ્રવિમાન પરિભ્રમણ કરે છે? સૂર્ય વિમાનથી કેટલી ઊંચાઈએ સર્વથી ઉપરના તારાના વિમાનો પરિભ્રમણ કરે છે?
ઉત્તર- હે ગૌતમ! સુર્ય વિમાનથી એસી યોજનની ઊંચાઈએ ચંદ્ર વિમાન પરિભ્રમણ કરે છે અને એકસો યોજનની ઊંચાઈએ સૌથી ઉપરના તારાના વિમાનો પરિભ્રમણ કરે છે. |७ चंदविमाणाओणं भंते ! केवइयं अबाहाए सव्वउवरिल्ले तारारूवे चारंचरइ?
गोयमा ! चंदविमाणाओणं वीसाए जोयणेहिं अबाहाए सव्वउवरिल्लेतारारूवे चार चरइ । एवामेव सपुव्वावरेणं दसुत्तरजोयणसयबाहल्ले तिरियमसंखेज्जेजोइसविसए पण्णत्ते। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! ચંદ્ર વિમાનથી કેટલી ઊંચાઈએ સૌથી ઉપરના તારાના વિમાનો પરિભ્રમણ કરે છે? ઉત્તર–ગૌતમ! ચંદ્રવિમાનથી વીસ યોજનની ઊંચાઈએ સૌથી ઉપરના તારાના વિમાનો પરિભ્રમણ કરે છે. આ પ્રમાણે પૂર્વાપર સર્વ મળીને એકસો દશ યોજનની ઊંચાઈમાં અને અસંખ્યાત યોજન તિરછા વિસ્તારમાં જ્યોતિષ્ક દેવોનું પરિભ્રમણ ક્ષેત્ર છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં વિભિન્ન દષ્ટિકોણથી જ્યોતિષી વિમાનોનું અંતર દર્શાવ્યું છે. તારા વિમાનન મેરુ પર્વતથી અને લોકાંતથી અંતર – મેરુપર્વતથી ૧૧ર૧ યોજન દૂર રહીને જ્યોતિષી વિમાનો પરિભ્રમણ કરે છે અર્થાત્ મેરુ પર્વતથી ચારે દિશામાં ૧૧૨૧ યોજન પ્રમાણ ક્ષેત્ર, જ્યોતિષી વિમાનોથી રહિત છે. ત્યાર પછી તારા વિમાનોનો પ્રારંભ થાય છે અને તે તારા વિમાનો આખા તિરછા લોકમાં વ્યાપ્ત છે. તેની અંતિમ પંક્તિ લોકાંતથી ૧૧૧૧ યોજન દૂર સ્થિત છે. પ્રસ્તુત પાઠમાં નો શબ્દપ્રયોગ સામાન્ય રીતે સમસ્ત જ્યોતિષી માટે અને તારાઓની મુખ્યતાએ થયો છે, કારણ કે ચંદ્ર-સૂર્યના વિમાનો મેરુ પર્વતથી ૪૪,૮૨૦ યોજન દૂર છે.
મેરુ પર્વતથી જ્યોતિષી વિમાનોના અંતરનું કથન જંબુદ્વીપના જ્યોતિષી વિમાનોની અપેક્ષાએ છે, કારણ કે લવણ સમુદ્ર આદિ દ્વીપ-સમુદ્રના જ્યોતિષી વિમાનોનું અંતર મેરુપર્વતથી અધિક દૂર થાય છે અને લોકાંતથી જ્યોતિષી વિમાનોના અંતરનું કથન અંતિમ સ્વયંભૂરમણ સમુદ્રના અંતિમ પંક્તિગત તારા વિમાનોની અપેક્ષાએ છે.