________________
પ્રતમાં સાતિય સમો પાઠ પ્રાપ્ત થયો. તેથી અહીં તે પાઠને માન્ય રાખ્યો છે.
પ્રતિપત્તિ–૩, વૈમાનિક દેવાધિકારમાં ૧ર દેવલોક, રૈવેયક વગેરે વિમાનોની સમપૃથ્વીથી ઊંચાઈ વગેરેનું માપ ગ્રંથોમાં વિભિન્ન રૂપે પ્રાપ્ત થાય છે. અહીં પ્રાપ્ત બે પરંપરાને કોષ્ટકમાં દર્શાવીને પ્રચલિત પરંપરા તથા ગ્રંથોના આધારે તેની આકૃતિ નિશ્ચિત કરી છે.
ખંડ-૨, સર્વ જીવોની પ્રતિપ્રત્તિ-૧, સૂત્ર ૨૧માં સાકાર-અનાકાર ઉપયોગની કાયસ્થિતિ તથા અંતર અંતર્મુહૂર્ત પ્રમાણ બતાવ્યા છે. તે સ્ત્ર અનુસાર કેવલજ્ઞાની સિદ્ધોને પણ અંતમુહૂર્તનો જ સાકારોપયોગ અને અનાકારોપયોગ સિદ્ધ થાય છે. અન્ય શાસ્ત્રોમાં પણ બંને ઉપયોગની કાયસ્થિતિ અને અંતર અંતર્મુહૂર્તના જ મળે છે. તેમ છતાં વ્યાખ્યાગ્રંથોના આધારે કેવળીના બંને ઉપયોગ એક-એક સમયના પ્રસિદ્ધ છે. આ વિષયમાં વ્યાખ્યાકારનું મંતવ્ય પ્રસ્તુત સૂત્રના વિવેચનમાં વ્યાખ્યાંશના ઉદ્ધરણ સહિત આપ્યું છે.
આ આગમના કેટલાક વિષયો શ્રી પ્રજ્ઞાપના સૂત્ર, શ્રી જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર, શ્રી રાજપ્રશ્રીય સૂત્ર, શ્રી ભગવતી સૂત્રના છે અને કેટલાક વિષયો મૌલિક છે. લવણ સમુદ્ર, તેમાં રહેલ ચંદ્ર-સૂર્ય દ્વીપ, ગૌતમ દ્વીપ, નંદીશ્વર દ્વીપ વગેરેનું વર્ણન અન્યત્ર પ્રાપ્ત થતું નથી. ચારે ગતિના જીવોના સ્થાનનું કથન પ્રજ્ઞાપના પદ-૨ સ્થાનપદના આધારે છે. ધાતકીખંડ, અર્ધપુષ્કરદ્વીપના ઈક્ષકાર વગેરે પર્વતો, સ્થાનોનું વર્ણન સ્થાનાંગ સૂત્ર, બીજા સ્થાનના આધારે કર્યું છે. તે સર્વ વિષયોના ચિત્રો વિવેચનમાં રજૂ કર્યા છે. તે વિષયોનું એક સાથે વિહંગાવલોકન થઈ શકે તે માટે તેના કોષ્ટકો અને ચાર્ટો વિવેચનમાં આપવા પ્રયત્ન કર્યો છે.
દ્રવ્યાનુયોગ અને તત્ત્વજ્ઞાનથી સભર આ વિશાળકાય આગમને પાઠક કોઈપણ પ્રકારના ભાર વિના સહજતા અને સરળતાથી પચાવી લે, તેના સારભૂત તત્ત્વને પામે તેવી અમારી ભાવના અને અનવરત પુરુષાર્થ કરવા પ્રેરે છે અને અમારો આ પુરુષાર્થ આકૃતિ, ચાર્ટ, કોષ્ટકના માધ્યમે આપ સહુ સમક્ષ સાકાર થયો છે.
અમારા આ સંપાદન પુરુષાર્થને અમ સંયમી જીવનના સર્જક, સંરક્ષક, પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા.ની અહર્નિશ વરસતી કૃપા ઉર્જાનું સિંચન
58