________________
પ્રતિપત્તિ-૩ : ધાતકીખંડાદિ દ્વીપ સમુદ્રાધિકાર
उदगरसेणं पण्णत्ते। सयंभूरमणवर सयंभूरमणमहावरा य एत्थ दो देवा महिड्डिया सेसंतहेव जाव असंखेज्जाओ तारागण कोडिकोडीओ सोभेसु वा सोर्भेति वा सोभिस्संति वा ।
૫૫
ભાવાર્થ :- દેવદ્વીપ નામના દ્વીપમાં દેવભવ અને દેવમહાભવ નામના બે મહÁિક દેવો રહે છે. દેવોદ સમુદ્રમાં દેવવર અને દેવ મહાવર નામના બે મહર્દિક દેવ છે. યાવત્ સ્વયંભૂરમણ દ્વીપમાં સ્વયંભૂરમણ ભવ અને સ્વયંભૂરમણ મહાભવ નામના બે મહર્દિક દેવ રહે છે.
સ્વયંભૂરમણ સમુદ્ર સ્વયંભૂરમણ દ્વીપને ચારે બાજુથી ઘેરીને રહેલો છે. તે ગોળ અને વલયાકારનો છે યાવત્ અસંખ્યાત લાખ યોજન તેની પરિધિ છે યાવત્ તેના નામ હેતુક પ્રશ્ન સુધી કથન કરવું.
ઉત્તર– હે ગૌતમ ! સ્વયંભૂરમણ સમુદ્રનું પાણી સ્વચ્છ, પથ્ય, મલિનતા રહિત, નિર્મળ, હળવું, સ્ફટિક મણિની કાંતિ જેવું છે. તેના પાણીનો સ્વાદ સ્વાભાવિક પાણીના સ્વાદ જેવો છે. અહીં સ્વયંભૂરમણવર અને સ્વયંભૂરમણ મહાવર નામના બે મહર્દિક દેવ રહે શેષ સર્વ કથન પૂર્વવત્ જાણવું. યાવત્ અહીં અસંખ્યાત ક્રોડાક્રોડી તારાઓ શોભાતા હતા, શોભે છે અને શોભશે. જંબુદ્વીપ આદિ નામવાળા દ્વીપ-સમુદ્રોની સંખ્યા :७६ केवइयाणं भंते! जंबुद्दीवा दीवा णामधेज्जेहिं पण्णत्ता ? गोयमा ! असंखेज्जा जबुद्दीवा दीवा णामधेज्जेहिं पण्णत्ता ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જંબુદ્રીપ નામના કેટલા દ્વીપ છે ? ઉત્તર– હે ગૌતમ ! જંબુદ્રીપ નામના અસંખ્યાતા દ્વીપ છે.
७७ केवइयाणं भंते ! लवणसमुद्दा समुद्दा णामधेज्जेहिं पण्णत्ता ? गोयमा ! असंखेज्जा लवणसमुद्दा णामधेज्जेहिं पण्णत्ता । एवं घायइसंडा वि । एवं जाव असंखेज्जा सूरदीवा णामधेज्जेहिं य । एगे देव दीवे पण्णत्ते । एगे देवोदे समुद्दे पण्णत्ते । एगे णागे जक्खे भूए जाव एगे सयंभूरमणे दीवे, एगे सयंभूरमणसमुद्दे णामधेज्जेणं पण्णत्ते ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! લવણ સમુદ્ર નામના કેટલા સમુદ્ર છે ? ઉત્તર– હે ગૌતમ ! લવણ સમુદ્ર નામના અસંખ્યાત સમુદ્ર છે. આ પ્રમાણે ધાતકીખંડ નામના દ્વીપ પણ અસંખ્યાત છે યાવત્ સૂર્યદ્વીપ નામના દ્વીપ અસંખ્યાત છે. દેવદ્વીપ નામનો દ્વીપ અને દેવોદ સમુદ્ર એક જ છે. આ જ રીતે નાગદ્વીપ, નાગોદ સમુદ્ર, યક્ષદ્વીપ, યશોદ સમુદ્ર, ભૂતદ્વીપ, ભૂત સમુદ્ર, સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર એક-એક જ છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં દ્વીપ-સમુદ્રોના નામ સંબંધી કથન છે. આ લોકમાં શુભ નામ વાચક જેટલા પદાર્થો છે તે-તે નામવાળા દ્વીપ-સમુદ્રો મધ્યલોકમાં છે અને જંબુદ્રીપ આદિ નામવાળા પણ અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે.
તેમાં નંદીશ્વર સમુદ્રની ચારે બાજુ રહેલા અરુણ દ્વીપથી સૂર્યદ્વીપ પર્યંતના દ્વીપ-સમુદ્રોના નામ ત્રિપ્રત્યાવતાર છે જેમ કે– અરુણદ્વીપ, અરુણવરદ્વીપ અને અરુણાવરાવભાસદ્વીપ છે. આ રીતે એક-એક દ્વીપના ત્રણ-ત્રણ નામ થાય છે. સૂર્યદ્વીપ પછી દેવદ્વીપ, દેવોદ સમુદ્ર, નાગદ્વીપ, નાગોદ , સમુદ્ર, યક્ષદ્વીપ, યક્ષોદ સમુદ્ર, ભૂતદ્વીપ, ભૂતસમુદ્ર અને અંતિમ સ્વયંભૂરમરણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર, આ પાંચ દ્વીપ-સમુદ્રોમાં ત્રિપ્રત્યાવતાર પણ નથી અને તે નામવાળા અન્ય-અન્ય દ્વીપ-સમુદ્ર પણ નથી અર્થાત્ તે પાંચ નામવાળા એક-એક દ્વીપ-સમુદ્રો જ છે.