________________
[૫૪૬ ]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પુષ્કરોદ સમુદ્રમાં કેટલા ચંદ્ર પ્રકાશિત થતા હતા, થાય છે અને થશે વગેરે પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત ચંદ્ર પ્રકાશ કરતા હતા, કરે છે અને કરશે વગેરે પૂર્વવત્ કથન કરવું યાવત સંખ્યાત ક્રોડા-દોડી તારાઓ ત્યાં શોભતા હતા. શોભે છે અને શોભશે. વરુણવર દ્વીપ અને સમુદ્ર -
५० पुक्खरोदे णं समुद्दे वरुणवरेणं दीवेणं संपरिक्खित्ते वट्टे वलयागारे जावचिट्ठइ, तहेवसमचक्कवालसंठिए । सेणंभंते !केवइयंचक्कवालविक्खभेणं? केवइयंपरिक्खेवेणं પતે?
गोयमा !संखेज्जाइंजोयणसयसहस्साइंचक्कवालविक्खंभेणंसंखेज्जाइंजोयणसय सहस्साइंपरिक्खेवेणंपण्णत्ते, पउमवरवेड्या-वणसंङवण्णओ। दास्तर, पएसा,जीवातहेव
બા
ભાવાર્થ :- ગોળ અને વલયાકાર વરુણવર દ્વીપ પુષ્કરોદ નામના સમુદ્રને ચારે બાજુથી ઘેરીને રહેલો છે. યાવતું તે સમ-ગોળાકાર સંસ્થાનથી સ્થિત છે. પ્રશ્ન- હે ભગવન્! તેનો ચક્રવાલ વિખંભ કેટલો છે અને તેની પરિધિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! વણવરદ્વીપનો ચક્રવાલ વિખંભ સંખ્યાત લાખ યોજન છે અને તેની પરિધિ પણ સંખ્યાત લાખ યોજન છે. તેની ચારે બાજુ એક પદ્મવરવેદિકા અને એક વનખંડ છે. તેના દ્વારો, બે દ્વાર વચ્ચેનું અંતર, પ્રદેશોની પરસ્પર સ્પર્શના અને જીવોત્પત્તિ વગેરે સર્વ વર્ણન પૂર્વવત્ કહેવું. ५१ सेकेणटेणं भंते ! एवं वुच्चइ- वरुणवरे दीवे, वरुणवरे दीवे ?
गोयमा ! वरुणवरेणंदीवेतत्थ-तत्थ देसे देसे तहि-तहिं बहुओ खुड्डा-खुड्डियाओ जावबिलपंतियाओ अच्छाओ जावपडिरूवाओ। पत्तेयं पत्तेयं पउमवरवेइयावणसंडपरिक्खित्ताओ वारुणिवरदगपडिहत्थाओ पासाईयाओ जावपडिरूवाओ । तासु खुड्डाखुड्डियासुजावबिलपतियासुबहवेउप्पायपव्वया जावपक्खदोलगा सव्वफलियामया अच्छा तहेव वरुणवरुणप्पभा य एत्थ दो देवा महिड्डिया परिवसंति, से तेणटेणं जाव णिच्चे । जोइसंसव्वं संखेज्जगुणं जावतारागणकोडीओ। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વણવર દ્વીપને વરુણવર દ્વીપ કહેવાનું શું કારણ છે?
- ઉત્તર- હે ગૌતમ! વણવર દ્વીપમાં અનેક સ્થાને નાની-નાની વાવડીઓ વાવ બિલ પંક્તિઓ છે. તે સ્વચ્છ યાવત પ્રતિરૂપ છે. તે પ્રત્યેક પદ્મવરવેદિકા અને વનખંડથી પરિવેષ્ટિત છે. તે વાવડીઓ મદિરા જેવા પાણીથી પરિપૂર્ણ છે યાવતુ પ્રતિરૂપ છે.
તે નાની-નાની વાવડીઓ યાવત બિલ પંક્તિઓમાં ઘણા ઉત્પાત પર્વત યાવતુ પક્ષી માટેના હીંચકા છે. જે સંપૂર્ણ સ્ફટિકમય, સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે. ત્યાં વરુણ અને વરુણપ્રભ નામના બે દેવ રહે છે. તેથી તે વરુણવરદ્વીપ કહેવાય છે અથવા તે વરુણવરદ્વીપનું નામ શાશ્વત છે. ત્યાં સંખ્યાત ચંદ્ર-સૂર્યાદિ જ્યોતિષી દેવો છે યાવત સંખ્યાત ક્રોડા-ક્રોડી તારાઓ શોભતા હતા, શોભે છે અને શોભશે.