________________
સૂત્ર, શતક-૨, ઉદ્દેશક–૮ માં વિધાન છે કે અસંખ્યાતમા અરુણોદય સમુદ્રમાંથી ૪૦,૦૦૦ યોજના નીચે રત્નપ્રભા પૃથ્વીમાં ચમરેન્દ્રની ચરમચંચા રાજધાની છે. પાથડા અને આંતરાની જાડાઈ સંબંધી સૂક્ષ્મ ગણિત દ્વારા સ્પષ્ટ થાય છે કે પ્રથમના બે આંતરા શૂન્ય છે અને ત્રીજા આંતરામાં અસુરકુમારના ભવનો છે, તેની સૂક્ષ્મ ગણતરી આ પ્રમાણે થાય છે– પ્રથમ નરકના પ્રત્યેક પાથડા-૩૦૦૦ યોજનાના અને આંતરા ૧૧,૫૮૩ યોજન વિસ્તૃત છે. તે અનુસાર ગણના કરતાં– રત્નપ્રભા પૃથ્વીની ઉપરી છત ૧૦00 યોજનની છે. ત્યાર પછી પ્રથમ પાઘડો 8000 યોજનાનો છે, ત્યારપછી પ્રથમ આંતરાના ૧૧૫૮૩ યોજન છે. ત્યાર પછી બીજા પાથડો 3000 યોજનાનો છે, ત્યાર પછી બીજા આંતરાના ૧૧,૫૮૩ યોજનની અને ત્યારપછી ત્રીજા પાથડા 3000 યોજનની ગણના કરતાં ૧000 + 3000 + ૧૧,૫૮૩ + ૩000 + ૧૧,૫૮૩ + ૩૦૦૦ = ૩૩,૧૬૬ યોજન થાય છે અર્થાત્ ૩૩,૧૬ યોજન પછી ત્રીજું આંતરું શરૂ થાય છે. શ્રી ભગવતી સૂત્ર અનુસાર ૪૦,૦૦૦ યોજન નીચે અસુરકુમાર ચમરેન્દ્રની ચમચંચા રાજધાની છે. તેમાંથી ઉપરોક્ત રાશિ ઘટાડતાં ૪૦,૦૦૦૩૩,૧૬૬ = ૬૮૩૪ શેષ રહે છે. માટે ત્રીજા આંતરામાં ૬૮૩૪ યોજના નીચે જઈએ ત્યાં અસુરકુમારેન્દ્ર ચમરની રાજધાની અને તેની આસપાસ સંપૂર્ણ આંતરામાં અસુરકુમારોના ભવનાવાસો છે સંક્ષેપમાં રત્નપ્રભા પૃથ્વીના બાર આંતરામાંથી પ્રથમ બે આંતરા શૂન્ય છે. તે દશ આંતરામાં ક્રમશઃ દશ ભવનપતિ દેવોનાં ભવનો છે.
પ્રતિપત્તિ-૩ લવણ સમુદ્રાધિકારમાં અનેક આશ્ચર્યકારી વિશેષતાથી યુક્ત એવા લવણ સમુદ્રનું વર્ણન છે. તેમાં લવણ સમુદ્રની ઊંચાઈ ૧૬,000 યોજન કહી છે. જબૂદ્વીપ અને ધાતકીખંડ દ્વીપ તરફના લવણ સમુદ્રના બંને કિનારેથી પંચાણુ પ્રદેશ સોળ પ્રદેશોની લવણ સમુદ્રની ઊંચાઈ વધતાં-વધતાં ૯૫,000 યોજને લવણસમુદ્રની ૧૬,૦૦૦ યોજનની ઊંચાઈ થાય છે. આ પ્રકારનું સૂત્રકારનું કથન છે. આ ઊંચાઈ વૃદ્ધિ(લવણ સમુદ્રના સીમા ક્ષેત્રની અપેક્ષાએ) બતાવેલ છે. તેને જો લવણ સમુદ્રના વૃદ્ધિ પામતા પાણીની ઊંચાઈ માનવામાં આવે તો અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. લોકપ્રકાશ આદિ અન્ય ગ્રંથોના આધારે અનુપ્રેક્ષા કરતાં સ્પષ્ટ થયું કે લવણ સમુદ્રની ઊંચાઈનું કથન સૂત્રકારે ક્ષેત્ર ગણિતની અપેક્ષાએ કર્યું છે. લવણ સમુદ્રની જલવૃદ્ધિ તો ૯૫૦૦૦ યોજને ૭૦૦ યોજનની જ થાય છે અને જલશિખાની ઊંચાઈ ૧૬૦૦૦ યોજનની છે અને તે અપેક્ષાએ લવણ સમુદ્રની ઊંચાઈ ૧૬000 યોજન સુધી વધે છે
56