________________ પ્રતિપત્તિ-૩ઃ ધાતકીબંડાદિ દ્વીપસમુદ્રાધિકાર [ પ૩૯ ] संठाणसंठिई आघविज्जइ तावंचणं अस्सि लोए त्ति पवुच्चइ / ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! માનુષોત્તર પર્વતને માનુષોત્તર પર્વત કહેવાનું શું કારણ છે? - ઉત્તર– હે ગૌતમ ! માનુષોત્તર પર્વતની અંદર મનુષ્યો રહે છે, ઉપર સુવર્ણકુમાર દેવો રહે છે અને બહાર પણ દેવો રહે છે. હે ગૌતમ ! આ પર્વતની બહાર મનુષ્યો(પોતાની શક્તિથી) કયારે ય ગયા નથી, જતા નથી અને જશે નહી; ફક્ત જંઘાચરણ અથવા વિદ્યાચરણ મુનિ અથવા દેવો દ્વારા સંહરણ કરેલા મનુષ્યો જ આ પર્વતની બહાર જઈ શકે છે, તેથી આ પર્વત માનુષોત્તર પર્વત કહેવાય છે અથવા હે ગૌતમ! આ નામ શાશ્વત છે. માનુષોત્તર પર્વત સુધી મનુષ્ય લોક છે. જ્યાં ભરત આદિ ક્ષેત્રો અને વર્ષધર આદિ પર્વતો હોય, તે મનુષ્ય લોક છે. જ્યાં ઘર, દુકાનાદિ છે તે મનુષ્યલોક છે.જ્યાં ગ્રામ યાવત સંનિવેશ હોય, તે મનુષ્યલોક છે. જ્યાં અરિહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, જંઘાચરણ મુનિ, વિધાચરણ મુનિ, સાધુઓ સાધ્વીઓ, શ્રાવકો, શ્રાવિકાઓ, પ્રકૃતિથી ભદ્ર અને વિનીત મનુષ્યો હોય, તે મનુષ્ય લોક છે. જ્યાં સમય, આવલિકા, શ્વાસોશ્વાસ, સ્ટોક(સાત શ્વાસોશ્વાસ) લવ(સાત સ્તોક) મુહુર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ બે માસ), અયન (છ માસ), સંવત્સર(વર્ષ), યુગ(પાંચ વર્ષ) સો વર્ષ, હજાર વર્ષ, લાખ વર્ષ, પૂર્વાગ, પૂર્વ, ત્રુટિતાંગ, ત્રુટિત આ ક્રમથી અડડ, અવવ, હુહુક, ઉત્પલ, પધ, નલિન, અર્થનિકુર, અયુત, પ્રયુત, નયુત, ચૂલિકા, શીર્ષ પ્રહેલિકા. પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી કાળ હોય, તે મનુષ્યલોક છે. જ્યાં બાદર વિદ્યુત અને બાદર મેઘગર્જના હોય તે મનુષ્યલોક છે. જ્યાં ઘણા અને મોટા વાદળા ઉત્પન્ન થતા હોય, વિખરાતા હોય, વરસતા હોય, તે મનુષ્યલોક છે. જ્યાં બાદર અગ્નિ હોય, તે મનુષ્ય લોક છે. જ્યાં ખાણ, નદીઓ અને (ભંડારો) નિધાન યાવતુ કુવા, તળાવ વગેરે હોય, તે મનુષ્ય લોક છે. જ્યાં ચંદ્ર ગ્રહણ, સૂર્ય ગ્રહણ, ચંદ્ર પરિવેષ, પ્રતિચંદ્ર, પ્રતિ સૂર્ય, ઇન્દ્ર ધનુષ, જલમીન અને કપિઉસિત આદિ છે તે મનુષ્યલોક છે. જ્યાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓના ઉદય-અસ્ત (આવવું-જવું) ચંદ્રની હાનિ-વૃદ્ધિ તથા ચંદ્રાદિની સતત ગતિશીલતારૂપ સ્થિતિ છે તે મનુષ્યલોક છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે માનુષોત્તર ૫ર્વતનું પ્રમાણ, તેનો નામહેતુ અને મનુષ્યક્ષેત્રની વિશેષતાઓ પ્રગટ કરી છે. તે ભાવાર્થમાં સ્પષ્ટ છે. માનુષોત્તર પર્વતનું પ્રમાણાદિ:સ્થાન સંસ્થાન ઊંચાઈ |ઊંડાઈ, પહોળાઈ | પરિધિ સ્વરૂપ મૂળમાં મધ્યમાં] ઉપર | ભૂમિમાં | મૂળમાં | મધ્યમાં ઉપર પુષ્કરદ્વીપની ચૂડીના | 1721 430 | | ૧૦રર | 723 | 424] 1, 42, | 1,42, | 1,42, | 1,42, | સુવર્ણમય બરાબર | આકારે.| યોજન યોજન | યોજન | યોજના | યોજન| 30, 249|36, 714/34, 823] ૩ર, 932 મધ્યમાં ઊિંચાઈમાં 1 ગાઉ યોજના | યોજન | યોજના | યોજન ગોપુચ્છ સંસ્થાન