SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ 534 શ્રી જીવાજીવાભિગમ સત્ર આ રીતે અઢીદ્વીપમાં બે સૂર્ય પંક્તિ અને બે ચંદ્ર પંક્તિ ક્યારેક સાથે અને ક્યારેક આગળ-પાછળ થતી રહે છે. તેમ છતાં પોત-પોતાની -૬ની ચારે પંક્તિ કાયમ રહે છે તે ક્યારેય છિન્ન-ભિન્ન થતી નથી. છMUા પતી ખGIM:-નક્ષત્રોની 5 પંક્તિઓ છે. યથા–જબૂદ્વીપના દક્ષિણાર્ધમાં 28 નક્ષત્રો છે, ઉત્તરાદ્ધમાં 28 નક્ષત્રો છે, આ પનક્ષત્રોની પદ પંક્તિ હોય છે. તે એક-એક પંક્તિમાં અભિજિત આદિ દરેક નક્ષત્રો ની સંખ્યામાં હોય છે. એક પંક્તિમાં વ્ર નક્ષત્રો આ પ્રમાણે હોય છે– પ્રત્યેક પંક્તિનો પ્રારંભ જંબુદ્વીપથી છે અને તેનો અંત અર્ધ પુષ્કર દ્વીપમાં છે. ત્યાં સુધી એક દિશામાં વ્ર ચંદ્ર સૂર્ય હોય છે તેમ દરેક નક્ષત્ર પણ -6 હોય છે. આ રીતે જંબુદ્વીપના બે ચંદ્ર-સૂર્યના પરિવાર રૂપ પદ નક્ષત્રો હોવાથી નક્ષત્રોની પદ પંક્તિઓ છે અને અઢીદ્વીપના દક્ષિણાદ્ધ અને ઉત્તરાર્ધમાં છ-ચંદ્ર-સૂર્યો હોવાથી એક-એક પંક્તિમાંs-૬૬ચંદ્ર-સૂર્યોની જેમ નક્ષત્રો પણ છ-બ્દ હોય છે. છાવત્તર નદીમાં પતિએN - ગ્રહોની 176 પંક્તિઓ છે. એક ચંદ્ર-સૂર્યના પરિવારરૂપ 88 ગ્રહ છે. જંબૂદ્વીપના બે ચંદ્ર-સૂર્યના પરિવાર રૂપ 176 ગ્રહો હોવાથી ગ્રહોની 176 પંક્તિઓ છે અને અઢીદ્વીપના દક્ષિણાર્ધ્વ અને ઉત્તરાદ્ધમાં 6-6 ચંદ્રોની સમાન જ એક-એક પંક્તિમાં 64-66 તે જ નામવળા ગ્રહો હોય છે. ગ્રહોનું પરિભ્રમણ એક મંડલથી બીજા મંડલ પર થાય છે અને તે ચંદ્ર-સૂર્યની જેમ પંક્તિબદ્ધ પરિભ્રમણ કરે છે. પાણિગાવનડલા - પ્રદક્ષિણાવર્તમંડલ. અઢીદ્વીપ ક્ષેત્રનું સંપૂર્ણ જ્યોતિષ મંડલ મેરુ પર્વતને કેન્દ્રમાં રાખીને પરિભ્રમણ કરે છે. તેના પરિભ્રમણની દિશા હંમેશાં એક સમાન હોય છે. સૂત્રમાં તેની દિશાને લક્ષમાં રાખીને તેના માટે પથવિત - પ્રદક્ષિણાવર્ત મંડલ શબ્દનો પ્રયોગ છે. પ્રવર્ષે સંવ दिक्षु विदिक्षुच परिभ्रमतांचन्द्रादीनां दक्षिण एव मेरुर्भवति यस्मिन्नावर्ते-मण्डलपरिभ्रमणरुपेस प्रदक्षिण: आवर्तो येषांमण्डलानांतानि प्रदक्षिणावर्तानि / | સર્વ દિશા અને વિદિશામાં પરિભ્રમણ કરતા ચંદ્ર-સૂર્યની દક્ષિણમાં અર્થાત્ જમણી બાજુએ જ મેરુપર્વત રહે છે. આ પ્રકારના પરિભ્રમણને પ્રદક્ષિણાવર્તમંડલ પરિભ્રમણ કહે છે. વ્યવહારમાં પણ જમણી તરફથી આવર્તનનો પ્રારંભ થાય તેને પ્રદક્ષિણા કહે છે. સૂર્યાદિના પરિભ્રમણનો પ્રારંભ જમણી તરફથી થાય છે. આ પ્રકારના જ્યોતિષ મંડલના પરિભ્રમણને પ્રદક્ષિણાવર્તમંડલ કહે છે. ચંદ્ર, સૂર્ય અને ગ્રહો પરિભ્રમણ કરતાં કરતાં એક મંડલથી બીજા મંડલ પર જાય છે અર્થાતુ તેના મંડલ અનવસ્થિત છે. જ્યારે નક્ષત્ર અને તારા પોતાના એક જ મંડલ પર રહીને સતત પરિભ્રમણ કરે છે, તેથી તેના મંડલો અવસ્થિત છે. કવાદેવ સંમોલ્વિ -અઢીદ્વીપના ચંદ્ર-સૂર્ય આદિ સતત પરિભ્રમણ કરે છે તેમ છતાં તેનું ઉપર કે નીચેની તરફ સંક્રમણ થતું નથી. સમપૃથ્વીથી 790 યોજનથી 900 યોજન સુધીની ઊંચાઈમાં જ્યોતિષ મંડલ છે. તેમાં ચંદ્ર-સૂર્ય આદિ જે જે ઊંચાઈએ સ્થિત છે. તે જ ઊંચાઈ હંમેશાં એક સમાન રહે છે.
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy