________________
પ્રતિપત્તિ-૩ : ધાતકીખંડાદિ દ્વીપસમુદ્રાધિકાર
પ્રાપ્ત થતી કેટલીક વિગતોનું કથન છે. તે વર્ણન અનુસાર જંબૂતીપના મેરુપર્વતથી ઉત્તર અને દક્ષિણ દિશામાં ઘાતકીખંડમાં ચાર-ચાર લાખ યોજન લાંબા, ૧૦૦૦ યોજન પહોળા અને ૫૦૦ યોજન ઊંચા બે ઇયુકાર પર્વતો છે. આ ઈયુકાર પર્વતોના કારણે ધાતકીખંડના બે વિભાગ થાય છે– (૧) પૂર્વાર્ધ ધાતકીખંડ અને (૨) પશ્ચિમાર્થે ધાતકીખંડ.
૫૧૫
આ બંને વિભાગના મધ્યભાગમાં ૮૪૦૦૦ યોજન ઊંચા, ૧૦૦૦ યોજન ઊંડા એક-એક, કુલ બે મેરુપર્વત છે. જંબુદ્રીપની જેમ જ આ બંને વિભાગમાં એક એક ભરત, એક એક ઐરવત અને એક એક મહાવિદેહાદિ ક્ષેત્રો, વક્ષસ્કાર પર્વતો, નદીઓ, દ્રહો આદિ છે. આ રીતે ધાતકીખંડ દ્વીપમાં જંબુદ્વીપ કરતાં દરેક ક્ષેત્ર,પર્વત, નદી વગેરે બમણા છે અર્થાત્ બંને વિભાગના મળીને ધાતકીખંડમાં બે ભરત ક્ષેત્ર, બે ઐરવત ક્ષેત્ર અને બે મહાવિદેહ ક્ષેત્ર, આ રીતે કર્મભૂમિના છ ક્ષેત્રો અને હેમવય-હેરણ્યવય આદિ બાર અકર્મભૂમિના ક્ષેત્રો છે.
આ બધા ક્ષેત્રો લવણ સમુદ્ર તરફ સંકીર્ણ અને કાલોદધિ તરફ વિસ્તૃત છે, કારણ કે લવણ સમુદ્ર તરફ ધાતકીખંડની પરિધિ નાની છે અને કાલોદધિ તરફ પરિધિ મોટી છે. ધાતકીખંડ રૂપી ચક્રમાં ઈયુકાર, વર્ષધર વગેરે પર્વતો આરાઓના સ્થાને છે અને ભરતાદિ ક્ષેત્રો ચક્રના આરા વચ્ચેના આંતરા રૂપ દેખાય છે. થાવર મહાધાવા આવો... ધાતકીખંડમાં ધાતકી વૃક્ષ અને મહાધાતકી વૃક્ષ છે. જંબુદ્રીપની જેમજ પૂર્વ ધાતકીખંડના ઉત્તરકુરુક્ષેત્રમાં ધાતકીવૃક્ષ અને પશ્ચિમ ધાતકીખંડના ઉત્તરકુરુક્ષેત્રમાં મહાધાતકી વૃક્ષા છે. તે બંને વૃક્ષ પર ક્રમશઃ સુદર્શન અને પ્રિયદર્શન નામના ધાતકીખંડના તે તે વિભાગના અધિષ્ઠાયક વ્યંતર દેવ રહે છે. ઘાતકી અને મહાધાતકી વૃક્ષના આધારે આ દ્વીપનું નામ ધાતકીખંડ છે અથવા આ નામ શાશ્વત છે.
દ્વાર અને બે દ્વાર વચ્ચેનુ અંતર– ધાતકીખંડના પૂર્વાંત ભાગમાં વિજય દ્વાર, દક્ષિણાંતમાં વિજયંત, પશ્ચિમાંતમાં જયંત અને ઉત્તરાંતમાં અપરાજિત દ્વાર છે. તે દ્વારનું પ્રમાણાદિ વિજયદ્વારની સમાન છે. તેના પ્રત્યેક કારની પહોળાઈ ચાર યોજન અને તેની બારશાખની પહોળાઈ અર્ધો યોજન છે. આ રીતે ચારે દ્વારની પહોળાઈ ૪ ! × ૪ - ૧૮ યોજન થાય છે.
ધાતકીખંડની પરિધિ ૪૧,૧૦,૯૬૧ યોજન છે. તેમાંથી દ્વારની પહોળાઈના ૧૮ યોજન બાદ કરતાં ૪૧,૧૦,૯૪૩ યોજન થાય છે, તેને ચારથી ભાગતાં (૪૧,૧૦,૯૪૩+૪=)૧૦,૨૭,૭૩૫ યોજન અને ત્રણ ગાઉ આવે છે, તેટલું એક દ્વારથી બીજા દ્વાર વચ્ચેનું અંતર છે. તેના દેવની રાજધાની અસંખ્ય દીપ-સમુદ્ર પછી અન્ય ધાતકીખંડમાં છે,
ધાતકીખંડ દ્વીપના દ્વાર :- અહીં સૂત્રકારે જંબૂદીપના ચાર દ્વારની જેમ જ ધાતકીખંડના ચાર કારોનું સંક્ષિપ્ત કથન કર્યું છે. ધાતકીખંડમાં ઉત્તર-દક્ષિણ દિશા ઈયુકાર પર્વત છે, તેથી ઉત્તર-દક્ષિણમાં ઇયુકારપર્વત પછી તુરંત જ દ્વાર છે. તે જ રીતે કાલોદધિ સમુદ્રમાં પણ ઉત્તર-દક્ષિણ દ્વાર ઇયુકાર પર્વત પછી છે. ધાતકીખંડમાં જ્યોતિષી દેવી ઃ-ધાતકીખંડમાં ૧૨ ચંદ્ર અને ૧૨ સૂર્ય છે. તેમાં ૬ ચંદ્ર અને ૬ સૂર્ય ધાતકીખંડની એક દિશામાં પંક્તિબદ્ધ છે અને ૬ ચંદ્ર અને ૬ સૂર્ય તેની સામેની દિશામાં પક્તિબદ્ધ છે.
આ સૂર્ય પંક્તિ સામસામી પૂર્વ-પશ્ચિમ દિશામાં હોય ત્યારે પૂર્વ-પશ્ચિમ ધાતકીખંડમાં દિવસ હોય છે અને તે સમયે ઉત્તર-દક્ષિણ દિશામાં ચંદ્ર પક્તિ હોય છે અને ત્યાં રાત્રિ હોય છે. એક ચંદ્ર-સૂર્યના પરિવારમાં ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને ૬૬,૯૭૫ ક્રોડાકોડી તારાઓ હોય છે. ધાતકીખંડમાં બાર ચંદ્ર અને બાર સૂર્ય હોવાથી ૨૮×૧૨ – ૩૩૬ નક્ષત્રો, ૮૮×૧૨ - ૧,૦૫૬ ગ્રહો અને ૬,૯૭૫૧૨ - ૮,૦૩,૭૦૦ ક્રોડાકોડી