________________
'પ્રતિપત્તિ–૩: ધાતકીખંડાદિ દ્વીપ-સમુદ્રાધિકાર
[ ૫૧૧ ]
પ્રતિપત્તિ-૩ ધાતકીખંડાદિ દ્વીપ-સમદ્રાધિકાર
ધાતકી ખંડ:| १ लवणसमुदं धायइसंडे णामंदीवे वट्टे वलयागारसंठाणसंठिए सव्वओ समंता सपरिक्खित्ताणं चिट्ठइ।
धायइसंडे णं भंते ! दीवे किं समचक्कवालसंठिए विसमचक्कवालसंठिए? गोयमा!समचक्कवालसंठिए णो विसमचक्कवालसंठिए। ભાવાર્થ - ધાતકીખંડ નામનો દીપ ગોળ વલયાકાર સંસ્થાનથી સંસ્થિત છે, લવણ સમુદ્રને ચારે બાજુથી ઘેરીને રહેલો છે.
પ્રશ્ન- હે ભગવન્! ધાતકીખંડદ્વીપ સમગોળાકાર સંસ્થાનથી સંસ્થિત છે કે વિષમ ગોળાકાર સંસ્થાનથી સંસ્થિત છે? ઉત્તર- હે ગૌતમ ! ધાતકીખંડ સમગોળાકાર સંસ્થાનથી સંસ્થિત છે, વિષમ ગોળાકાર સંસ્થાનથી સંસ્થિત નથી. | २ | धायइसंडेणंभंते !दीवेकेवइयंचक्कवालविक्खंभेणं केवइयंपरिक्खेवेणंपण्णत्ते?
गोयमा !चत्तारिजोयणसयसहस्साइंचक्कवालविक्खंभेणं, एगयालीसंजोयणसयसहस्साइंदसजोयणसहस्साइंणवएगढेजोयणसए किंचिविसेसूणेपरिक्खेवेणंपण्णते।
सेणंएगाएपउमवरवेइयाए एगेणंवणसंडेणंसव्वओ समंता संपरिक्खित्ते, दोण्ह विवण्णओ। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ધાતકીખંડ દ્વીપનો ચક્રવાલ વિખંભ (ગોળાકાર-પહોળાઈ) કેટલો છે અને તેની પરિધિ કેટલી છે?
ઉત્તર-હે ગૌતમ! તેનો ચક્રવાલવિખંભ ચાર લાખયોજન અને પરિધિ ૪૧,૧૦,૯૧(એકતાલીસ લાખ, દશ હજાર, નવસો એકસઠ) યોજનથી કંઈક ન્યૂન છે.
તે ધાતકીખંડ ચારે બાજુએ એક પદ્મવર વેદિકા અને એક વનખંડથી ઘેરાયેલો છે. બંનેનું વર્ણન પૂર્વવત્ જાણવું. | ३ धायइसंडस्स णं भंते ! दीवस्स कइ दारा पण्णत्ता? गोयमा ! चत्तारि दारा पण्णत्ता-विजए, वेजयते,जयते, अपराजिए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ધાતકીખંડના કેટલા દ્વાર છે? ઉત્તર- હે ગૌતમ! ધાતકીખંડના ચાર દ્વાર છે, તે આ પ્રમાણે છે– વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત.