________________
૫૦૦ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
સમુદ્રની વેદિકાના અંતભાગથી) પંચાણુ-પંચાણુ પ્રદેશ (અહીં પ્રદેશ કહેવાનું પ્રયોજન ત્રસ રેણુ છે) આગળ જવાથી એક પ્રદેશની ઉધ-વૃદ્ધિ(ઊંડાઈમાં વૃદ્ધિ) થાય છે. ૯૫-૯૫ વાલા ગ્રે એક વાલાગ્ર જેટલી ઊંડાઈ વધે છે. ૯૫-૯૫ લીંખે એક લીંખ જેટલી ઊંડાઈ વધે છે. ૯૫-૯૫ યવ મધ્યે જવાથી એક થવ મધ્યની ઊંડાઈમાં વૃદ્ધિ થાય છે. આ પ્રમાણે ૫-૫ અંગુલ, વૈત, હાથ, કુક્ષિ, ધનુષ, ગાઉ, યોજન, ૯૫ સો યોજન, ૯૫ હજાર યોજન જઈએ ત્યારે ઊંડાઈમાં ક્રમશઃએક એક અંગુલ, એક-એક વૈત, એક-એક હાથ, આ જ ક્રમથી એક કુક્ષિ, ધનુષ, ગાઉ, યોજન, એક સો યોજન તથા એક હજાર યોજન ઊંડાઈમાં વૃદ્ધિ થાય છે અર્થાતુ પાણીમાં તેટલું ઊંડાણ વધે છે.
६० लवणे णं भंते ! समुद्दे केवइयं उस्सेह परिवुड्डीए पण्णत्ते? गोयमा !लवणस्सणं समुदस्स उभओ पासिं पंचाणउड़पएसेगता सोलसपएसे उस्सेह परिवुड्डीए पण्णत्ते। ___ एवं जावपंचाणइं पंचाणउइंजोयणसहस्साइंगंता सोलसजोयणसहस्साई उस्सेह परिवुड्डीए पण्णत्ते। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! લવણ સમુદ્રની (ઉત્સધ વૃદ્ધિ) ઊંચાઈ કયા ક્રમથી વધે છે.?
ઉત્તર- હે ગૌતમ! લવણ સમુદ્રની બંને બાજુ ૯૫-૯૫ પ્રદેશે સોળ પ્રદેશ પ્રમાણ ઉસેંધવૃદ્ધિજળસપાટીની ઊંચાઈમાં વધારો થાય છે. આ જ ક્રમથી યાવતુ૯૫000-૯૫000 યોજન જવાથી સોળ હજાર યોજનની ઊંચાઈ વધે છે.
६१ लवणस्सणं भंते !समुदस्स केमहालए गोतित्थे पण्णत्ते? गोयमा !लवणस्सणं समुदस्स उभओ पासिं पंचाणई पंचाणउइंजोयणसहस्साइंगोतित्थेपण्णत्ते। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! લવણ સમુદ્રનો ગોતીર્થ (ક્રમશઃનીચે-નીચે ઉતરતો) ભાગ કેટલો મોટો છે? ઉત્તર- હે ગૌતમ ! લવણ સમુદ્રના બંને બાજુ ક્રમથી નીચે-નીચે ઊંડો જતો ગોતીર્થ ભાગ ૯૫,000૯૫,000 યોજનાનો છે. | ६२ लवणस्सणं भंते !समुदस्स केमहालए गोतित्थविरहिए खेत्तेपण्णत्ते? गोयमा ! लवणस्सणं समुदस्स दसजोयणसहस्साइंगोतित्थविरहिए खेत्तेपण्णत्ते। ભાવાર્થ - પ્રવન–હે ભગવન્! લવણ સમુદ્રનો કેટલો ભાગ ગોતીર્થથી રહિત છે? ઉત્તર-હે ગૌતમ! લવણ સમદ્રનું દશ હજાર યોજન પ્રમાણ ક્ષેત્ર ગોતીર્થથી રહિત છે અર્થાત્ દશ હજાર યોજન પ્રમાણ ક્ષેત્ર સમતલ (સમાન) છે. |६३ लवणस्स णं भंते ! समुदस्स के महालए उदगमाले पण्णत्ते? गोयमा ! दस जोयणसहस्साइंउदगमाले पण्णत्ते। ભાવાર્થ - પ્રગ્ન- હે ગૌતમ! લવણ સમુદ્રની પાણીની સપાટીથી ૧૬ હજાર યોજન ઊંચાઈવાળી ઉદગમાલા કેટલી વિસ્તૃત છે? ઉત્તર- હે ગૌતમ! ઉદકમાલા દશ હજાર યોજનાના વિસ્તારવાળી છે. |६४ लवणे णं भंते !समुद्दे किं संठिए पण्णत्ते? गोयमा !गोतित्थसंठिए, णावासंठिए, सिप्पिसंपुडसंठिए, आसखधसंठिए, वलभिसंठिए वट्टे वलयागारसंठिए पण्णत्ते।