________________
પ્રતિપત્તિ-૩ઃ લવણ સમુદ્રાધિકાર
[ ૪૯૩ ] वत्तव्वया जाव अट्ठो। रायहाणीओ सगाणं दीवाणं पुरथिमेणं देवदीवं असंखेज्जाई जोयणसहस्साइओगाहित्ता। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દેવદ્વીપના ચંદ્રોના ચંદ્રદ્વીપ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! દેવદ્વીપની પૂર્વદિશાના વેદિકાંતથી દેવોદ સમુદ્રમાં બાર હજાર યોજન દૂર દેવદ્વીપના ચંદ્રોના ચંદ્રદ્વીપ છે, વગેરે પૂર્વવતુ જાણવું. તે ચંદ્રદ્વીપોની પશ્ચિમ દિશામાં અસંખ્યાત હજાર યોજન દૂર તે દેવદ્વીપમાં જ દેવદ્વીપના ચંદ્રોની ચંદ્રા નામની રાજધાનીઓ છે. શેષ વર્ણન વિજયા રાજધાની પ્રમાણે કહેવું.
તે જ રીતે દેવદ્વીપની પશ્ચિમ દિશાના વેદિકાંતથી પશ્ચિમ દિશામાં દેવોદ સમુદ્રમાં બાર હજાર યોજનદૂર દેવદ્વીપના સૂર્યોના સૂર્યદ્વીપ છે. પોત-પોતાના સૂર્યદ્વીપોની પૂર્વદિશામાં તે દેવદ્વીપમાં જ અસંખ્યાત હજાર યોજન દૂર તેની રાજધાનીઓ છે. ५० कहिणं भंते ! देवोदसमुद्दगाणं चंदाणं चंददीवा णामंदीवा पण्णत्ता?
गोयमा ! देवोदस्स समुदस्स पुरथिमिल्लाओ वेइयंताओ देवोदंसमुदं पच्चत्थिमेणं बारस जोयणसहस्साइतेणेव कमेणं जावरायहाणीओ सगाणंदीवाणं पच्चत्थिमेणं देवोद समुद्द असंखेजाइजोयणसहस्साई ओगाहित्ता एत्थ णं देवोदसमुदाणं चंदाणं चंदाओणाम रायहाणीओ पण्णत्ताओ। तचेव सव्वं । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્!દેવીદ સમુદ્રના ચંદ્રોના ચંદ્રીપ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! દેવીદ સમુદ્રના પૂર્વી વેદિકાંતથી પશ્ચિમ દિશામાં દેવોદ સમુદ્રમાં જ બાર હજાર યોજન દુર દેવીદ સમુદ્રના ચંદ્રોના ચંદ્રદ્વીપ છે, વગેરે ક્રમશઃ રાજધાની સુધી કહેવું. તેની રાજધાનીઓ પોત-પોતાના દીપોની પશ્ચિમમાંદેવીદ સમુદ્રમાં અસંખ્યાત હજાર યોજન દૂર છે. શેષ વર્ણનવિજયા રાજધાની પ્રમાણે જાણવું.
५१ एवं सूराणविणवरि देवोदस्ससमुदस्स पच्चत्थिमिल्लाओ वेइयताओ देवोदसमुद्दे पुरथिमेणबारसजोयणसहस्साइओगाहित्ता । रायहाणीओसगाणसगाणदीवाणपुरथिमेण देवोदंसमुदं असंखेज्जाइंजोयणसहस्साईओगाहेत्ता ।एवंणागेजक्खेभूतेसयंभूरमणगाण विचउण्ह दीव-समुदाणं । एवं चेवरायहाणीओ दीविच्चगाणंदीवेसुसमुद्दगाणसमुद्देसु। ભાવાર્થ - દેવીદ સમુદ્રગત સૂર્યોના સૂર્ય દ્વીપોના વિષયમાં પણ તેમજ જાણવું. વિશેષતા એ છે કે દેવોદ સમુદ્રની પશ્ચિમ દિશાના વેદિકાંતથી પૂર્વદિશામાં દેવોદ સમુદ્રમાં જ બાર હજાર યોજન દૂર તેના સૂર્યદ્વીપો છે. તેની રાજધાનીઓ પોતાના સૂર્યદ્વીપથી પૂર્વમાં અસંખ્યાત યોજન દૂર તે જ સમુદ્રમાં છે. તે જ પ્રમાણે નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂરમણ, તે ચારે ય દ્વીપો અને ચારે ય સમુદ્રોના ચંદ્ર-સૂર્યોના દ્વીપોના વિષયમાં ક્રમશઃ જાણવું. દ્વીપોના ચંદ્ર-સૂર્યની રાજધાની તે જ દ્વીપમાં અને સમુદ્રોના ચંદ્ર-સૂર્યની રાજધાની તે જ સમુદ્રમાં છે. વિવેચનઃ
પ્રસ્તુત સુત્રોમાં જ્યોતિષી દેવોના ચંદ્રેદ્ર અને સૂર્યોદ્રના દ્વીપ અને તેની રાજધાનીઓનું પ્રતિપાદન છે.