________________
[ ૪૮૮ ]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
તે અત્યંત સમ અને રમણીય ભૂમિભાગમાં પ્રાસાદાવતુંસક છે. તે સાડા બાસઠ યોજન ઊંચા છે વગેરે વર્ણન ગૌતમ દ્વીપની જેમ જાણવું. મધ્યભાગમાં બે યોજનની લાંબી-પહોળી, એક યોજન જાડી મણિપીઠિકાઓ છે. તેના ઉપર સપરિવાર સિંહાસનો છે વગેરે વર્ણન પૂર્વવત્ કહેવું યાવતુ ચંદ્ર દ્વીપ એવું નામ શા માટે છે? તે પ્રશ્ન કરવો.
હે ગૌતમ! તે દ્વીપોની ઘણી નાની-નાની વાવડીઓ યાવતું બિલપંક્તિઓમાં ઘણાં ઉત્પલ આદિ કમળો છે. તે ચંદ્રના જેવી આકૃતિ અને આભાવાળા છે અને ત્યાં ચંદ્ર નામના મહદ્ધિક અને પલ્યોપમની સ્થિતિવાળા દેવ રહે છે. તે દેવ ત્યાં અલગ-અલગ ચાર હજાર સામાનિક દેવો યાવતુ ચંદ્ર દ્વીપો, ચંદ્ર રાજધાનીઓ અને બીજા અનેક જ્યોતિષી દેવો અને દેવીઓનું આધિપત્ય કરતાં વિચરે છે. તેથી હે ગૌતમ! તે દ્વીપ ચંદ્ર દ્વીપ કહેવાય છે યાવત ચંદ્રદ્વીપ નામ શાશ્વત છે. | ३७ कहिणं भंते !जंबुद्दीवगाणंचंदाणं चंदाओणाम रायहाणीओ पण्णत्ताओ?
गोयमा !चंदद्दीवाणं पुरथिमेणं तिरियमसंखेजे जावअण्णम्मि जंबुद्दीवेदीवे बारस जोयणसहस्साइ ओगाहित्ता त चेव पमाण जावमहिड्डिया चदा देवा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂઢીપના (બે) ચંદ્ર દેવોની ચંદ્રા નામની રાજધાનીઓ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! ચંદ્ર દ્વીપોની પૂર્વમાં તિરછા અસંખ્ય દ્વીપ સમુદ્રોને પસાર કર્યા પછી અન્ય જંબૂદ્વીપમાં બાર હજાર યોજન આગળ જતાં ચંદ્રા નામની રાજધાની છે. તેનું પ્રમાણ વગેરે પૂર્વોક્ત ગૌતમ આદિ રાજધાનીઓની જેમ જાણવું થાવ ત્યાં ચંદ્ર નામના મહદ્ધિક દેવ છે. | ३८ कहि णं भंते ! जंबुद्दीवगाणं सूराणं सूरदीवा णामंदीवा पण्णत्ता?
गोयमा ! जंबुद्दीवेदीवे मंदरस्स पव्वयस्स पच्चत्थिमेणं लवणसमुदंबारसजोयणसहस्साई ओगाहित्तातंचेव उच्चत्तं आयामविक्खंभेणं, परिक्खेवो, वेइया, वणसंडो, भूमिभागा जावआसयति,पासायव.सगाणंतंचेव पमाणमणिपेढिया सीहासणा सपरिवारा अट्ठो । गोयमा ! उप्पलाइंसूरप्पभाइंसूरा एत्थ देवा जावरायहाणीओ सगाणंदीवाणं पच्चत्थिमेणं अण्णम्मि जंबुद्दीवे दीवे सेसंतंचेव जावसूरा देवा। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! જંબુદ્વીપના બે સૂર્યોના બે સૂર્યદ્વીપો કયાં છે?
ઉત્તર– હે ગૌતમ! જંબૂદ્વીપના મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રમાં બાર હજાર યોજના દૂર જંબુદ્વીપના સૂર્યોના બે સૂર્યદ્વીપો છે. લંબાઈ-પહોળાઈ, પરિધિ, વેદિકા, વનખંડ, ભૂમિભાગ, વગેરે ચંદ્રઢીપની સમાન જાણવું યાવતું ત્યાં દેવ-દેવીઓ આરામ કરે છે. ત્યાંના પ્રાસાદાવાંસક, તેનું પ્રમાણ, મણિપીઠિકા, સપરિવાર સિંહાસન વગેરે ચંદ્રદીપની જેમ જાણવું યાવસૂર્યદીપ નામવિષયક પ્રશ્ન પૂછવો.
તે દ્વીપોની વાવડીઓ વગેરેમાં સૂર્ય જેવા વર્ણ અને આકૃતિવાળા ઘણા ઉત્પલ આદિ કમળો છે. તેથી તે સૂર્યદ્વીપ કહેવાય છે. તે સૂર્યદ્વીપ દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, તેથી તેનું નામ શાશ્વત છે. તે સૂર્યદેવ સામાનિક દેવો આદિનું જ્યોતિષી દેવ-દેવીઓનું આધિપત્ય કરતાં વિચરે છે યાવતુ તેની રાજધાનીઓ પોતપોતાના દ્વીપથી પશ્ચિમમાં અસંખ્યાત દ્વીપ-સમુદ્રોને પસાર કર્યા પછી અન્ય જંબુદ્વીપમાં છે. તેનું પ્રમાણ વગેરે પૂર્વોક્ત ચંદ્રાદિની રાજધાનીઓની સમાન જાણવું યાવતું ત્યાં સૂર્ય નામના મહદ્ધિક દેવ છે.