________________
પ્રતિપત્તિ-૩ : લવણ સમુદ્રાધિકાર
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! ગોસ્તૂપ આવાસ પર્વતને ગોસ્તૂપ આવાસ પર્વત કહેવાનું શું કારણ છે?
ઉત્તર– હે ગૌતમ ! ગોસ્તૂપ આવાસ પર્વત ઉપર ઘણી નાની નાની વાવડીઓ વગેરે છે યાવત્ તેમાં ગોસ્તૂપ વર્ણના(આકારના) ઘણા ઉત્પલો, કમળો વગેરે છે યાવત્ ત્યાં ગોસ્તૂપ નામના મહર્દિક અને એક પલ્યોપમની સ્થિતિવાળા દેવ રહે છે. તે ગોસ્તુપ દેવ ચાર હજાર સામાનિક દેવો યાવત્ ગોસ્તૂપ આવાસ પર્વત અને ગોસ્તૂપા રાજધાનીનું આધિપત્ય કરતાં વિચરે છે, તેથી તે પર્વતને ગોસ્તૂપ આવાસ પર્વત કહે છે યાવત્ તે ગોસ્તૂપ આવાસ પર્વત દ્રવ્યથી નિત્ય છે. તેનું આ નામ શાશ્વત છે.
૪૭૭
२४ हाणी पुच्छा ? गोयमा ! गोथूभस्स आवासपव्वयस्स पुरत्थिमेणं तिरियमसंखेज्जे दीवसमुद्दे वीईवइत्ता अण्णम्मि लवणसमुद्दे तं चेव पमाणं तहेव सव्वं ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! ગોસ્તૂપ દેવની ગોસ્તૂપા રાજધાની ક્યાં છે ? ઉત્તર- હે ગૌતમ ! ગોસ્તૂપ આવાસ પર્વતની પૂર્વમાં તિરછે અસંખ્યાત દ્વીપ સમુદ્ર પસાર કર્યા પછી અન્ય લવણ સમુદ્રમાં ગોસ્તૂપા રાજધાની છે. તેનું પ્રમાણ વગેરે વર્ણન વિજયા રાજધાનીની સમાન જાણવું જોઈએ.
२५ कहिणं भंते! सिवगस्स वेलंधरणागरायस्स दओभासणामे आवासपव्वए पण्णत्ते?
गोयमा ! जंबुद्दीवे णं दीवे मंदरस्स पव्वयस्स दक्खिणेणं लवणसमुद्दं बायालीसं जोयणसहस्साइं ओगाहित्ता एत्थ णं सिवगस्स वेलंधरणागरायस्स दओभासे णामं आवास पव्वए पण्णत्ते, तं चेव पमाणं जं गोथूभस्स, णवरि सव्वअंकामए अच्छे जाव पडिरूवे जाव अट्ठो भाणियव्वो । गोयमा ! दओभासे णं आवासपव्वए लवणसमुद्दे अट्ठजोयणिए खेत्ते दगं सव्वओ समंता ओभासेइ, उज्जोवेइ, तवेइ, पभासेइ । सिवए एत्थ देवे महिड्डिए जाव यहाणी से दक्खिणं सिविगा दओभासस्स सेसं तं चेव ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શિવક વેલંધર નાગરાજનો દકભાસ નામનો આવાસ પર્વત ક્યાં છે ? ઉત્તર– હે ગૌતમ ! જંબુદ્વીપના મેરુપર્વતની દક્ષિણમાં લવણસમુદ્રમાં બેતાલીસ હજાર યોજન દૂર શિવક વેલંધર નાગરાજનો દકભાસ નામનો આવાસ પર્વત છે. તેનું પ્રમાણ વગેરે ગોસ્તૂપ આવાસ પર્વતની સમાન છે. વિશેષતા એ છે કે તે સંપૂર્ણ અંકરત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે યાવત્ તેના પ્રયોજનનું કથન કરવું અર્થાત્ તેના દકભાસ નામનું કારણ શું છે ?
હે ગૌતમ ! લવણ સમુદ્રમાં દકભાસ નામનો આવાસ પર્વત અંકરત્નમય હોવાથી આઠ યોજનના ક્ષેત્રમાં પાણીને બધી બાજુ પ્રકાશિત કરે છે, (ચંદ્રની જેમ) ઉદ્યોતિત કરે છે, (સૂર્યની જેમ) તાપિત કરે છે, ગ્રહોની જેમ ચમકાવે છે તથા શિવક નામના મહર્દિક દેવ અહીં રહે છે, તેથી તે પર્વત દકભાસ કહેવાય છે યાવત્ શિવિકા રાજધાનીનું આધિપત્ય કરતાં વિચરે છે. તે શિબિકા રાજધાની દકભાસ પર્વતની દક્ષિણમાં અન્ય લવણ સમુદ્રમાં છે. તેનું પ્રમાણ વિજયા રાજધાનીની સમાન છે.
२६ कहि णं भंते! संखस्स वेलंधरणागरायस्स संखे णामं आवासपव्वए पण्णत्ते ?
गोयमा ! जंबुद्दीवे णं दीवे मंदरस्स पव्वयस्स पच्चत्थिमेणं बायालीसं जोयणसहस्साई ओगाहित्ता, एत्थ णं संखस्स वेलंधरणागरायस्स संखे णामं आवासपव्वए पण्णत्ते । तंचेव