________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
१४ संखुड्डापायालाणं तओ तिभागा पण्णत्ता, तं जहा - हेट्ठिल्ले तिभागे, मज्झिल्ले तिभागे, उवरिल्लेतिभागे । तेणंतिभागा तिण्णि तेत्तीसे जोयणसए जोयणतिभागंच बाहल्लेणं पण्णत्ता । तत्थ णं जे से हेट्ठिल्ले तिभागे एत्थ णं वाउकाए संचिट्ठइ । मज्झिल्ले तिभागेवाडकाए आउकाए य संचिट्ठइ । उवरिल्लेतिभागे आउकाए संचिट्ठइ । एवामेव सपुव्वावरेणं लवणसमुद्दे सत्त पायालसहस्सा अट्ठ य चुलसीया पायालसया भवतीति मक्खाया । ભાવાર્થ:– તે નાના પાતાળ કળશોના ત્રણ વિભાગ છે– (૧) નીચેનો ત્રિભાગ (૨) મધ્યનો ત્રિભાગ (૩) અને ઉપરનો ત્રિભાગ. આ ત્રણેય ત્રિભાગ ત્રણસો તેત્રીસ યોજન અને એક યોજનનો ત્રિભાગ (૩૩૩ યોજન) પ્રમાણ વિસ્તૃત છે. તેમાંથી નીચેના ત્રિભાગમાં વાયુકાયના જીવો છે, મધ્યના ત્રિભાગમાં વાયુકાય અને અપ્લાયના જીવો છે અને ઉપરના ત્રિભાગમાં અપ્લાયના જીવો છે. આ રીતે લવણ સમુદ્રમાં સર્વ મળીને ૭,૮૮૪ (સાત હજાર આઠસો ચોર્યાસી) લઘુ પાતાળ કળશો છે.
૪૬૮
१५ तेसिं णं महापायालाणं खुड्डगपायालाण य हेट्ठिममज्झिमिल्लेसु तिभागेसु बहवे ओराला वाया संसेयंति समुच्छंति एयंति वेयंति, चलति कंपति खुब्भंति घट्टंति फंदंति, तं तं भावं परिणमंति, जया ण तेसिं महापायालाणं खुड्डगपायालाणं य हेट्ठिल्ल-मज्झिल्लेसु तिभागेसु बहवे ओराला वाया जावतं तं भावं परिणमंति तया णं से उदर उण्णामिज्जइ, जया णं तेसिं महापायालाणं खुड्डगपायालाण य हेट्ठिल्लमज्जिमिल्लेसु तिभागेसु णो बहवे ओराला वाया जावतंतं भावंण परिणमंति, तया णं से उदए ण उण्णामिज्जइ । अतरावि य णं ते वाया उदीरेति, अंतरा वि य णं से उदगे उण्णामिज्जइ, अंतरा वि य ते वायं णो उदीरेंति, अंतरा वि य णं से उदए णो उण्णामिज्जइ, एवं खलु गोयमा ! लवणसमुद्दे चाउद्दसमुदिट्ठ पुण्णमासिणीसु अइरेगं-अइरेगं वड्डइ वा हायइ वा ।
ભાવાર્થ :- તે મહાપાતાળ કળશો અને લઘુ પાતાળ કળશોના નીચલા અને મધ્યના ત્રિભાગમાં ઘણાં ઉદાર—ઊર્ધ્વગમનના સ્વભાવવાળા અથવા ઉદાર એટલે પ્રબળ શક્તિવાળા વાયુકાયના જીવો ઉત્પન્ન થવા માટે સન્મુખ થાય છે, તે જીવો સમૂર્ચ્છન જન્મ પામે છે, (ઉત્પન્ન થયા પછી) તે વાયુકાયના જીવો હલે છે, વાય છે, ચલિત થાય છે, કંપિત થાય છે, જોરથી ચાલે છે, પરસ્પર ઘસાય છે, સ્પંદિત થાય છે અને તે-તે ભાવે પરિણત થાય છે અર્થાત્ અદ્ભુત શક્તિ યુક્ત બની ચારે બાજુ અને ઉપર તરફ ફેલાય છે. જ્યારે મહાપાતાલ કળશો અને લઘુપાતાળ કળશોના નીચેના અને મધ્યના ત્રિભાગમાં ઘણાં વાયુકાયના જીવો તે તે સ્વભાવે પરિણત થાય છે ત્યારે તે સમુદ્રનું પાણી તેનાથી ખળભળાટ પામી ઉપર ઉછળે છે. જ્યારે તે મહા પાતાળ કળશો અને લઘુ પાતાળ કળશોના નીચેના અને વચ્ચેના ત્રિભાગોમાં ઘણાં પ્રબળ શક્તિસંપન્ન વાયુકાયિક જીવો ઉત્પન્ન થતાં નથી યાવત્ તે તે સ્વભાવે પરિણત થતા નથી ત્યારે તે સમુદ્રનું પાણી ઉછળતું નથી. આ પ્રમાણે એક દિવસ-રાતમાં બે વાર (પ્રતિનિયતકાળમાં) અને પખવાડીયામાં ચૌદશ આદિતિથિઓમાં તથાવિધ જગત સ્વભાવથી લવણ સમુદ્રનું પાણી વાયુકાયથી પ્રેરિત થઈને વિશેષરૂપથી ઉછળે છે. પ્રતિનિયત કાળને છોડીને બીજા સમયમાં પાણી ઉછળતું નથી. તેથી હે ગૌતમ ! લવણ સમુદ્રનું પાણી ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમ આ તિથિઓમાં વિશેષરૂપથી વધે છે અને ઘટે છે.