________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ભાવાર્થ:
:- પ્રશ્ન- હે ભગવન્ ! લવણ સમુદ્રના આ દ્વારોમાં એક દ્વારથી બીજા દ્વારની વચ્ચે કેટલું અંતર છે ? ઉત્તર– હે ગૌતમ ! એક દ્વારથી બીજા દ્વાર વચ્ચે ૩,૯૫,૨૮૦(ત્રણ લાખ, પંચાણુ હજાર, બસો એંશી) યોજન અને એક ગાઉનું અંતર છે.
૪ર
७ | लवणस्स णं भंते ! समुद्दस्स पएसा धायइसंडं दीवं पुट्ठा ? हंता गोयमा ! पुट्ठा । एवं जहा जंबूदीवे तहा धायइसंडे वि सो चेव गमो ।
लवणे णं भंते! समुद्दे जीवा उद्दाइत्ता उद्दाइत्ता धायइसंडे दीवे पच्चायंति ? गोयमा ! एवं जहा जंबूदीवे तहा धायइसंडे वि सो चेव विही ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું લવણ સમુદ્રના અંતિમ પ્રદેશો ધાતકીખંડ દ્વીપને સ્પર્શે છે ? ઉત્તરહા, ગૌતમ ! સ્પર્શે છે વગેરે સંપૂર્ણ વર્ણન જંબુદ્રીપના અંતિમ પ્રદેશોની સ્પર્શનાના કથનની જેમ જાણવું. અર્થાત્ ધાતકીખંડના અંતિમ પ્રદેશો લવણ સમુદ્રને સ્પર્શે છે અને લવણ સમુદ્રના અંતિમ પ્રદેશો ધાતકીખંડને સ્પર્શે છે.
પ્રશ્ન− હે ભગવન્ ! શું લવણસમુદ્રના જીવો મરીને ધાતકીખંડમાં અને ધાતકીખંડના જીવો મરીને લવણ સમુદ્રમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હા, ગૌતમ ! જંબુદ્રીપ અને લવણસમુદ્રના કથન પ્રમાણે જ અહીં લવણસમુદ્ર અને ધાતકીખંડનું કથન કરવું અર્થાત્ કેટલાક જીવો ઉત્પન્ન થાય છે અને કેટલાક જીવો ઉત્પન્ન
થતા નથી.
८ से केणट्टेणं भंते ! एवं वुच्चइ - लवणसमुद्दे लवणसमुद्दे ?
गोयमा ! लवणे णं समुद्दे उदगे आविले रइले लोणे लिंदे खारए कडुए अप्पेज्जे बहूणं दुपय-चउप्पय-मिय-पसु-पक्खि - सिरीसवाणं, णण्णत्थ तज्जोणियाणं सत्ताणं । सोत्थिए एत्थ लवणाहिवई देवे महिड्डिए पलिओवमट्ठिईए। से णं तत्थ चउण्हं सामाणिय साहस्सीणं जाव लवणसमुद्दस्स सुट्टियाए रायहाणिए अण्णेसिं जाव विहरइ । से एएणट्टेणं गोयमा ! एवं वच्चइ लवणे णं समुद्दे, लवणे णं समुद्दे । अदुत्तरं च णं गोयमा ! लवणसमुद्दे सासए जावणिच्चे ।
I
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! લવણ સમુદ્રને લવણ સમુદ્ર કહેવાનું શું કારણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! લવણ સમુદ્રનું પાણી અસ્વચ્છ, રજવાળું, ખારું, લિંદ્ર– છાણ જેવા સ્વાદવાળું, ક્ષારવાળું, કટુ સ્વાદવાળું, દ્વિપદ, ચતુષ્પદ મૃગ-પશુ-પક્ષી-સરીસર્પ વગેરે જીવોને માટે પીવા યોગ્ય નથી, ફક્ત લવણ સમુદ્રયોનિક જીવોને માટે જ તે પીવા યોગ્ય છે, તેથી તેનું નામ લવણ સમુદ્ર છે અથવા લવણ સમુદ્રના અધિપતિ મહર્દિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા સુસ્થિત નામના દેવ છે, તે પોતાના ચાર હજાર સામાનિક દેવોનું, પોતાના પરિવારનું તથા લવણ સમુદ્રની સુસ્થિતા રાજધાનીનું અને બીજા ઘણા દેવ-દેવીઓનું આધિપત્ય કરતાં વિચરે છે. તેથી હે ગૌતમ ! લવણ સમુદ્રને લવણ સમુદ્ર કહે છે. અથવા હે ગૌતમ ! ‘લવણ સમુદ્ર’ આ નામ શાશ્વત છે યાવત્ નિત્ય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં લવણ સમુદ્રનું સ્વરૂપ દર્શન છે.