________________
પ્રતિપત્તિ-૩ : જંબુદ્રીપાધિકાર
મૃદંગ સમાન સમતલ છે, ઇત્યાદિ સર્વ વર્ણન એકોરુક અંતર્દીપ અનુસાર જાણવું જોઈએ યાવત્ હે આયુષ્યમાન્ શ્રમણ ! તે મનુષ્યો મરીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તેમાં વિશેષતા એ છે કે આ ક્ષેત્રના મનુષ્યોની ઊંચાઈ છ હજાર ધનુષ્ય (ત્રણ ગાઉ)ની હોય છે, તેને બસો છપ્પન પાંસળીઓ હોય છે, ત્રણ દિવસ પછી આહારની ઇચ્છા થાય છે. તેની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ત્રણ પલ્યોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. ૪૯ દિવસ સુધી સંતાનનું અનુપાલન કરે છે, શેષ કથન એકોરુકદ્વીપના મનુષ્યોની સમાન છે. ઉત્તરકુરુ ક્ષેત્રના યુગલિક મનુષ્યોના છ પ્રકાર છે– (૧) પદ્મગંધા (૨) મૃગગંધા (૩) અમમા (૪) સખા (૫) તેતલી(તેજસ્વી) (૬) સંન્નિચારી(શઐશ્વારી). વિવેચનઃ
૪૩૩
પ્રસ્તુત સૂત્રમાં જંબૂઢીપના નામહેતુ વિષયક પ્રશ્ન છે. તેનો ઉત્તર અંતિમ સૂત્રમાં છે. પ્રસ્તુતમાં તે પ્રશ્નથી સંબંધિત ઉત્તરકુરુ ક્ષેત્રનું વિસ્તૃત વર્ણન છે. ઉત્તરકુરુ ક્ષેત્રમાં જ જંબૂસુદર્શન વૃક્ષ અને અન્ય ઘણા જંબૂવૃક્ષો છે, તે જ જંબુદ્રીપના નામનું મુખ્ય કારણ છે અને જંબુદ્રીપના માલિક દેવ પણ તે જંબૂસુદર્શન વૃક્ષ પર ભવનમાં નિવાસ કરે છે. તે પણ ઉત્તરકુરુ ક્ષેત્રમાં છે. આ કારણે ઉત્તરકુરુ ક્ષેત્રના સંપૂર્ણ વર્ણન પછી સૂત્રોક્ત પ્રશ્નનો સમાપન ૧૭૮ સૂત્રમાં કર્યું છે.
ઉત્તર કુરુક્ષેત્ર :– જંબુદ્રીપના મેરુ પર્વતની ઉત્તરમાં, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણમાં, ગંધમાદન અને માલ્યવાન વક્ષસ્કાર પર્વતની વચ્ચે ઉત્તરકુરુક્ષેત્ર આવેલું છે. તે ક્ષેત્ર પૂર્વ-પશ્ચિમ લાંબુ છે અને ઉત્તર-દક્ષિણ પહોળું છે. તેની ઉત્તર દક્ષિણમાં પહોળાઈ ૧૧૮૪૨ ૨ યોજનની છે.
મહાવિદેહ ક્ષેત્રમાં મેરુની ઉત્તર તરફ ઉત્તરકુરુ ક્ષેત્ર છે અને દક્ષિણ બાજુ દેવકુરુક્ષેત્ર છે. તેથી મહાવિદેહ ક્ષેત્રની જે પહોળાઈ છે, તેમાંથી મેરુપર્વતની પહોળાઈને ઘટાડી તેને અર્ધું કરતાં જે પ્રમાણ આવે છે. તે દેવકુરુ અને ઉત્તરકુરુ ક્ષેત્રની પહોળાઈ થાય છે.
મહાવિદેહ ક્ષેત્રની પહોળાઈ ૩૩૬૮૪ હૈં યોજન છે. તેમાં મેરુની પહોળાઈ ૧૦,૦૦૦ યોજન ઘટાડતાં ૨૩૬૮૪ ૮ યોજન થાય છે. તેના બે ભાગ કરવાથી ૧૧૮૪૨ હૈ યોજન થાય છે. તે જ ઉત્તરકુરુ ક્ષેત્ર અને દેવકુરુ ક્ષેત્રની પહોળાઈ છે.
જીવાનું પરિમાણ– તેની જીવા ઉત્તરમાં નીલવંત વર્ષધર પર્વતની નજીક પૂર્વ-પશ્ચિમ લાંબી છે. તે જીવા પૂર્વદિશામાં માલ્યવંત વક્ષસ્કાર પર્વતને સ્પર્શે છે અને પશ્ચિમ દિશામાં ગંધમાદન વક્ષસ્કાર પર્વતને સ્પર્શે છે. આ જીવા ૫૩૦૦૦ યોજન લાંબી આ પ્રમાણે છે– મેરુપર્વતની પૂર્વદિશા અને પશ્ચિમ દિશામાં સ્થિત ભદ્રશાલ વન ૪૪૦૦૦ યોજન છે. તેમાં મેરુપર્વતની પહોળાઈ ૧૦,૦૦૦ યોજન ઉમેરવાથી ૫૪૦૦૦ યોજન થાય છે. તેમાંથી બંને વક્ષસ્કાર પર્વતોના ૫૦૦+૫૦૦-૧૦૦૦ યોજન ઘટાડવાથી ૫૩,૦૦૦ યોજન જીવાનું પ્રમાણ નિશ્ચિત થાય છે.
ધનુ:પૃષ્ટનું પરિમાણ– ઉત્તરકુરુ ક્ષેત્રનું ધનુ:પૃષ્ટ દક્ષિણમાં અર્ધ ચંદ્રકારે ૬૦૪૧૮ ૧ યોજન પ્રમાણ છે, તે આ પ્રમાણે સમજવું– ગંધમાદન અને માલ્યવંત વક્ષસ્કાર પર્વતોની લંબાઈના પરિમાણનો યોગ જ ઉત્તરકુરુ ક્ષેત્રનું ધનુઃપૃષ્ટ કહેવાય છે. ગંધમાદન અને માલ્યવંત પર્વતની લંબાઈ ૩૦,૨૦૯ ૧૯ યોજન છે. બંનેનો યોગ કરતાં ૬૦,૪૧૮ ૧ યોજન થાય છે.
ઉત્તરકુરુક્ષેત્રનું સ્વરૂપ :– ઉત્તરકુરુક્ષેત્ર યુગલિકક્ષેત્ર છે. તે ક્ષેત્રમાં સુષમસુષમાકાલ જેવા ભાવો હંમેશાં પ્રવર્તે છે. તેના સ્વરૂપ માટે સૂત્રકારે એકોરુક નામના અંતરદ્વીપનો અતિદેશ કર્યો છે. તદ્નુસાર આ ઉત્તરકુરુ