________________
૪૨૪
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
તે આ પ્રમાણે કહ્યું ત્યાર ના
પ્રકારો, અટારી-અકા
કરે છે અને વિજયદેવની
રાજધાનીના શૃંગાટકો-શિંગોડાના આકારવાળા ત્રિકોણ સ્થાનો, ત્રિક-ત્રણ રસ્તા મળતા હોય તેવા સ્થાનો, ચોક–ચાર રસ્તા મળતા હોય તેવા સ્થાનો, ચત્વરો–ઘણા રસ્તા મળતા હોય તેવા સ્થાનો, ચતુર્ભુજો- ચારેબાજુ દ્વાર હોય તેવા સ્થાનો, રાજમાર્ગો, પ્રાકારો, અટારી–અટ્ટાલિકાઓ(કોટ ઉપરના ઝરૂખાઓ), ચરિકાઓ–આઠ હાથ પ્રમાણવાળો, કિલ્લા અને શહેરનો અંતરાલવર્તી માર્ગ, દ્વાર, ગોપુર–નગરના દરવાજાઓ, આરામો-ક્રીડા સ્થાનો, ઉધાનો-ઉત્સવ સમયે અનેક લોકો ભેગા થાય તેવા ચંપકાદિ વૃક્ષોવાળા સ્થાનો, વન-વિશેષ પ્રકારના ઉધાનો, વનરાઈઓ–એક જાતિના ઉત્તમ વૃક્ષો હોય તેવા સ્થાનો, કાનન–સામાન્યવૃક્ષ યુક્ત ગામની નજીકના સ્થાનો, વનખંડો-અનેક જાતના ઉત્તમ વૃક્ષવાળા સ્થાનોની અર્ચના કરો અને તે કાર્ય થઈ જાય તેની મને શીધ્ર જાણ કરો.
વિજય દેવે આ પ્રમાણે કહ્યું ત્યારે તે આભિયોગિક દેવો તે આજ્ઞા શિરોધાર્ય કરીને વિજયા રાજધાનીના શૃંગાટકો, ત્રિક, ચોક, ચત્તર, ચતુર્મુખ, રાજમાર્ગો, પ્રકાર, અટારી-અટ્ટાલિકાઓ, ચરિકાઓ, ધારો, ગોપુરો, તોરણો, આરામો, ઉદ્યાનો, વનો, વનરાઈ, કાનનો, વનખંડોની અર્ચના આદિ સર્વ કાર્યો કરે છે અને વિજયદેવને કાર્ય સંપન્નતાના સમાચાર આપે છે.
ત્યાર પછી વિજયદેવ નંદાપુષ્કરિણી સમીપે આવીને, પૂર્વી ત્રિસપાન શ્રેણીદ્વારા તે વાવમાં ઉતરે છે, હાથ-પગ ધુએ છે અને નંદાપુષ્કરિણીમાંથી બહાર નીકળીને, સુધર્માસભા તરફ પ્રયાણ કરે છે. નોધ:- પ્રસ્તુત સૂત્રોમાં વિજયદેવે વિજય રાજધાનીની સુધર્માદિ પાંચ સભાના સ્તૂપ, સ્તંભ, દરવાજા, બારસાખ, પૂતળીઓ, સરોવરમાં ઉતરવાના પગથિયા, તેના તોરણો વગેરે સર્વ સ્થાનોને સાફ કર્યા, ધોયા વગેરે પ્રવૃતિનું વર્ણન છે. વિજયદેવની આ પ્રવૃતિ થોડી વિચિત્ર લાગે છે. વિજયદેવના હજારો આભિયોગિક (સેવક) દેવો હોવા છતાં પૂતળીઓ, પગથિયા દરવાજા જેવી વસ્તુઓને પોતે કેમ સાફ કરી હશે? આ વસ્તુઓની પૂજા કેમ કરી હશે ?
ટીકાકારે આ પાઠ માટે જ્ઞાનીગમ્ય કહીને સંદિગ્ધતા પ્રગટ કરી છે, તેથી પ્રસ્તુતમાં આ સંપૂર્ણ પાઠને પ્રક્ષિપ્ત સમજીને કૌંસમાં અને ઈટાલી ટાઈપમાં રાખ્યો છે.) १२९ तए णं विजए देवे चउहिं सामाणियसाहस्सीहिं जावसोलसहिं आयरक्खदेवसाहस्सीहिं सबिड्डीए जावणिग्घोसणाइयरवेणजेणेव सभासुहम्मातेणेव उवागच्छइ, उवागच्छित्ता सभंसुहम्मं पुरथिमिल्लेणं दारेणं अणुपविसइ, अणुपविसित्ता जेणेव मणि पेढिया, जेणेव सीहासणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणवरगए पुरच्छिमाभिमुहे સત્તા
ભાવાર્થ-ત્યારપછી તે વિજયદેવ ચાર હજાર સામાનિકદેવો યાવત સોળ હજાર આત્મરક્ષકદેવોની સાથે સર્વ ઋદ્ધિપૂર્વક યાવત વાજિંત્રોના નાદ સાથે સુધર્મા સભા સમીપે આવીને પૂર્વી દ્વારથી સુધર્મા સભામાં પ્રવેશીને મણિપીઠિકા ઉપર સ્થિત ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વાભિમુખ થઈને બેસે છે. १३० तए णं तस्स विजयस्स देवस्स चत्तारि सामाणियसाहस्सीओ अवरुत्तेणं उत्तरेणं उत्तरपुरथिमेणं पत्तेयं पत्तेयं पुव्वणत्थेसु भद्दासणेसु णिसीयंति।
तए णं तस्स विजयस्स देवस्स चत्तारि अग्गमहिसीओ पुरथिमेणं पत्तेयं पत्तेयं पुव्वणत्थेसु भद्दासणेसु णिसीयंति ।
तए णं तस्स विजयस्स देवस्स दाहिणपुरत्थिमेणं अभितरियाए परिसाए अट्ठ