________________
પ્રતિપત્તિ-૩: જેબૂદીપાધિકાર
૪૨૭ |
તોરણો, ટિસોપાન શ્રેણી, પૂતળીઓ, વ્યાલરૂપ વગેરેનું પ્રમાર્જન, દિવ્ય જલધારાથી સિંચન, સરસ ગશીર્ષ ચંદનનો લેપ, પુષ્પાદિ ઉપરથી નીચે સુધી લટકતી લાંબી, ગોળ માળાઓ, પંચવર્ણા પુષ્પો ત્યાં ગોઠવે છે અને ધૂપ કરે છે.
સિદ્ધાયતનની પ્રદક્ષિણા કરી ઉત્તરી નંદા પુષ્કરિણી પાસે આવીને, ઉત્તરી મહેન્દ્રધ્વજ, ઉત્તરી ચૈત્યવૃક્ષ, ઉત્તરી ચૈત્યસૂપ, પશ્ચિમી મણિપીઠિકા, પશ્ચિમી જિનપ્રતિમા, ઉત્તરી મણિપીઠિકા, ઉત્તરી જિનપ્રતિમા, પૂર્વી મણિપીઠિકા, પૂર્વી જિનપ્રતિમા, દક્ષિણી મણિપીઠિકા, દક્ષિણી જિનપ્રતિમા પાસે આવી તે સર્વ કાર્યો કરે છે.
ઉત્તરી પ્રેક્ષાગૃહમંડપ, ઉત્તરી પ્રેક્ષાગૃહમંડપના બરાબર મધ્યભાગમાં દક્ષિણીપ્રેક્ષાગૃહમંડપની જેમજ આ પશ્ચિમીદ્વાર પાસે, ઉત્તરીદ્વાર, પૂર્વીદ્વાર અને દક્ષિણી સ્તંભ સંબંધી સર્વ કાર્યો કરે છે.
ઉત્તરીઢારના મુખમંડપ અને ઉત્તરી મુખમંડપના મધ્યભાગમાં આવીને તથા ઉત્તરી મુખમંડપના પશ્ચિમીદ્વાર, ઉત્તરદ્વાર, પૂર્વીદ્વાર અને દક્ષિણી તંભ પંક્તિ પાસે આવીને તે સર્વ કાર્ય કરે છે. સિદ્ધાયતનના ઉત્તરીદ્વાર પાસે આવી, તે સર્વ કાર્યો કરે છે.
સિદ્ધાયતનના પૂર્વીદ્વાર પાસે આવી તે સર્વ કાર્ય કરે છે. પૂર્વીદ્વારના મુખમંડપ અને તે મુખમંડપના મધ્યભાગમાં આવી તે સર્વકાર્ય કરે છે. પૂર્વી મુખમંડપના દક્ષિણીદ્વાર, પશ્ચિમીસ્તભપંકિત, ઉત્તરીદ્વાર અને પૂર્વીદ્વાર પાસે આવી, તે સર્વ કાર્યો કરે છે.
પૂર્વી પ્રેક્ષાગૃહ મંડપ, પૂર્વી પ્રેક્ષાગૃહમંડપના સૂપ, જિનપ્રતિમાઓ,ચૈત્યવૃક્ષ, માહેન્દ્રધ્વજ, નંદાપુષ્કરિણી સમીપે આવી, તે સર્વ કાર્યો કરે છે.
ત્યાર પછી સુધર્માસભા સમીપે આવીને, તેના પૂર્વી દ્વારથી પ્રવેશ કરીને, માણવક ચૈત્યસ્તંભ અને વજમય ગોળ દાબડા સમીપે આવીને મોરપીંછથી તે દાબડાઓનું અને તેમાંથી જિન અસ્થિઓ કાઢીને, તેનું પ્રમાર્જન, દિવ્ય ગંધોદકનું સિંચન, શ્રેષ્ઠ સુગંધી પદાર્થો અને માળાઓથી અર્ચના તથા ધૂપ કરે છે અને તે અસ્થિઓને દાબડામાં પાછા મૂકે છે, ત્યાર પછી વજમય માણવક સ્તંભનું પ્રમાર્જન, જલધારાથી સિંચન કરે છે, સરસ ગોશીર્ષ ચંદનનો લેપ કરીને પુષ્પાદિ ચઢાવે છે યાવતુ ધૂપ કરે છે. ત્યાંના સિંહાસન, દેવશય્યા અને ક્ષુલ્લક માહેન્દ્રધ્વજ પાસે ધૂપાદિ સર્વ કાર્યો કરે છે.
ચોપ્પાલ નામના શસ્ત્રભંડાર પાસે આવીને મોરપીંછથી શસ્ત્રભંડારને સાફ કરે છે, દિવ્ય જલધારાનું સિંચન કરે છે, ગોશીર્ષ ચંદનનો લેપ કરીને પુષ્પો, લાંબીમાળાઓ લટકાવે છે યાવત ધૂપ કરે છે.
સુધર્મ સભાના મધ્યભાગ, મણિપીઠિકા અને ત્યાંની દેવશય્યાના પ્રમાર્જનાદિ સર્વ કાર્યો કરે છે.
(ઉપપાત સભાના પૂર્વાદ્વારથી પ્રવેશ કરી ઉપપાત સભા, તેના મધ્ય ભાગાદિના પ્રમાર્જનાદિ કાર્ય કરી) ઉપપાત સભાના દક્ષિણી દ્વાર પાસે આવીને તેના પ્રમાર્જનાદિ કાર્યો કરીને, સિદ્ધાયતનની જેમ પૂર્વી નંદાપુષ્કરિણી, કહ પાસે આવીને તેના તોરણ, ટિસોપાનશ્રેણી, પૂતળીઓ વગેરે વિવિધરૂપોના પ્રમાર્જનાદિ સર્વ કાર્યો કરે છે.
અભિષેક સભામાં આવીને ત્યાંના સિંહાસન, મણિપીઠિકા અને દક્ષિણીદ્વારના ક્રમથી પૂર્વી નંદાપુષ્કરિણીના પ્રમાર્જનાદિ સર્વ કાર્યો કરે છે. અલંકાર સભામાં આવીને અભિષેક સભાની જેમ સર્વ કાર્યો કરે છે. વ્યવસાય સભામાં આવીને મોરપીંછથી પુસ્તકરત્નનું પ્રમાર્જન કરે છે, દિવ્ય જલધારાથી પ્રક્ષાલન કરે છે, શ્રેષ્ઠ સુગંધીદ્રવ્યો-માળાઓ ચઢાવી, ત્યાર પછી મણિપીઠિકા, સિંહાસન, પૂર્વી નંદાપુષ્કરિણી, દ્રહ તેના તોરણ, ટિસોપાનશ્રેણી, પૂતળીઓ વગેરે વિવિધરૂપોના પ્રમાર્જનાદિ સર્વ કાર્ય કરે છે. બલિપીઠ પાસે આવીને બલિનું વિસર્જન કરે છે.
ત્યાર પછી આભિયોગિક દેવોને બોલાવીને આ પ્રમાણે કહે છે– હે દેવાનુપ્રિયો ! તમે શીધ્ર વિજયા