________________
પ્રતિપત્તિ-૩: જીબૂઢીપાધિકાર
[ ૪૧૯ ]
પુષ્પ ગોઠવી તે સ્થાનને સુશોભિત કરે છે, જિન પ્રતિમાની સામે સ્વચ્છ, સ્નિગ્ધ રજતમય દિવ્ય ચોખાથી સ્વસ્તિકથી લઈ દર્પણ સુધીના આઠ મંગલો બનાવે છે.
ત્યાર પછી ચંદ્રપ્રભ(ચંદ્રકાંત મણિ), વજરત્ન અને વૈદુર્યમણિની ડાંડીવાળી, સુવર્ણ-મણિ અને રત્નો જડેલી, અદ્ભુત રચનાવાળી ધૂપદાની ગ્રહણ કરી, શ્રેષ્ઠ કાલાગુરુ(અગર) કુંદુરુષ્ક(ચીડ) અને તુષ્ક (લોબાન) વગેરેના ધૂપ કરે છે.
ત્યાર પછી જિનવરોની વિશુદ્ધ(કાવ્યદોષ રહિત) અપૂર્વ અર્થ સંપન્ન, અપુનરુક્ત, મહિમાશાળી ૧૦૮ ગ્રંથ(શ્લોકોવાળી સ્તુતિ કરીને, સાત-આઠ પગલા પાછળ જઈને, ડાબો ઘૂંટણ ઊંચો રાખીને, જમણા ઘૂંટણને જમીન ઉપર ટેકવીને, ત્રણવાર મસ્તકને જમીન સુધી નમાવીને, મસ્તકને ઊંચુ રાખી, બંને હાથ જોડીને આવર્તનપૂર્વક મસ્તક ઉપર અંજલી કરીને અરિહંત ભગવાનને યાવત સિદ્ધગતિને પ્રાપ્ત સિદ્ધ ભગવંતોને વંદન નમસ્કાર હો, આ રીતે ઉચ્ચારણ કરીને વંદન નમસ્કાર કરે છે, વંદન નમસ્કાર કરીને... ... નોધ :- આચાર્ય મલયગિરિ સૂરિજીએ શ્રી રાજપ્રશ્રીય સૂત્રની વ્યાખ્યામાં મંતવ્યભેદનો ઉલ્લેખ કર્યો છે. यथा-वन्दतेता: प्रतिमा चैत्यवन्दन विधिना प्रसिद्धन, नमस्करोति पश्चात् प्रणिधानादियोगेन इति एके
દેવ વંદન કરે, તે ચૈત્યવંદન વિધિપૂર્વક વંદન કરે છે. નમસ્કાર કરે છે અને પ્રણિધાનાદિક યોગપૂર્વક નમસ્કાર કરે છે, તેવો કેટલાકનો મત છે મતતિવિરતિમાનેવ પ્રસિદ્ધ વૈત્યવત્વનવિધિઃ કચેપ તથા अभ्युपगम पुरस्सरकायव्युत्सर्गासिद्धे इतिवन्दतेसामान्येन, नमस्करोति आशयवृद्ध अभ्युत्थान नमस्कारेण વિ ા અન્ય કેટલાક આચાર્યોનું મંતવ્ય છે કે ચૈત્યવંદનની પ્રસિદ્ધવિધિ વિરતિધર માટે જ છે. તેમાં ઈપથિકી કાઉસગ્ગ આવતો હોવાથી વિરતિધર સિવાયના માટે તે વિધિ ઉચિત નથી,માટે દેવ સામાન્યરૂપે વંદન કરે છે અને આશય-ભાવ વૃદ્ધિના કારણે આદરપૂર્વક નમસ્કાર કરે છે.
વૃત્તિકારે અહીં તત્વમત્ર વિક્તઃ પરમ ફ્રેવાલનોવિન્તિા સત્યતત્ત્વતો પરમઋષિ કેવળી ભગવંત જાણે, કહીને આ પાઠની બાબતમાં પોતાની સંદિગ્ધતા પ્રગટ કરી છે પરંતુ કોઈ સ્પષ્ટ નિર્ણય આપ્યો નથી. આ ઉપરાંત શ્રી હેમચંદ્રાચાર્ય રચિત હેમીયનામમાલામાં એક શ્લોક છે—
अर्हन्नपि जिनश्चैव, जिन: सामान्य केवली,
कंदर्पोऽपि जिनश्चैव,जिनो नारायणो हरी:। આ શ્લોકના આધારે પૂ. આચાર્ય શ્રી ઘાસીલાલજી મ.સા. જિનપ્રતિમા એટલે કામદેવ કે નારાયણની પ્રતિમા અર્થ કરે છે. આ સૂત્રપાઠ સંબંધિત આવા મતાંતરોના કારણે આ પાઠને કૌંસમાં રાખ્યો છે.
આ પાઠથી સ્પષ્ટ થાય છે કે જિનપ્રતિમાની પૂજાદિ વિધિ, તે દેવોનો જીતવ્યવહાર છે અર્થાત કુળાચાર છે, પરંપરાગત કર્તવ્ય છે. આ સૂત્ર પાઠ દ્વારા મનુષ્યોએ જિનપૂજા કરવાનું સિદ્ધ થતું નથી. શ્રાવકાચારનું વર્ણન શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં છે. સાધ્વાચારનું વર્ણન શ્રી આચારાંગાદિ આગમોમાં છે. આ આગમોમાં શ્રાવકો કે સાધુના કર્તવ્યોમાં કે તેના આચારમાં જિનપૂજાનું વિધાન નથી.
ગત ઝર્વત્ર સુનામા, જેવં ભૂલાનવિપિવિડયો વાવનામે રૂતિ આ પછી જે સૂત્રો છે, તે સંબંધી પણ વાચના ભેદ છે, તેથી અહીં તે પાઠ પણ કૌંસમાં અને ઈટાલી ટાઈપમાં રાખ્યા છે.)
[जेणेव सिद्धायतणस्स बहमज्झदेसभाएतेणेव उवागच्छइ, लोमहत्थगंपरामसइ, सिद्धायतणस्स