________________
ચેતનાદેવી તેને કહે છે– હે સખી ! આ લોકના સર્વ જીવોએ ક્રમશઃ સાતે ય નરકમાં જન્મ-મરણ કરીને, અધોલોકને સ્પર્શી લીધો છે. અનેકવાર આવા દુઃખો સહન કર્યા છતાં આપણને આ દુઃખો યાદ આવતા નથી.
ચક્ષુસા દેવી, ચેતના બહેનની વાત સાંભળી તેના ચરણોમાં ઝૂકી પડ્યા. સાતે ય નરકની ત્રસનાડીમાં રહેલા અધોલોકના નારકીઓની ઉત્પત્તિ, દુઃખિયારું જીવન, મૃત્યુ પછી વિખેરાત, દુર્ગધ મારતું શરીર, નરકાગાર વગેરે જોઈને વૈરાગ્ય પામેલા તે દેવી ઉપર આવ્યા. ચેતના બહેન સામે આવીને કહેવા લાગ્યા- હે બહેન ! ભયંકર પાપના ફળ ભોગવવા ઘણા જ દુઃસહ્ય છે. હું વિરતિના ભાવમાં રહીને હવે પાપમય વિરાધના ન કરું તેવી મને સહાય આપજો, મારે આ જગ્યા પર તો જન્મ લેવો જ નથી. ચેતના બહેને કહ્યું- હે ચક્ષુસા ! તું મનને વિષયોના વિકલ્પોથી શુદ્ધ રાખજે તો હું તને સહયોગ સાથ આપીશ. આ રીતે નરકના ત્રણ ઉદ્દેશકથી સંક્ષિપ્ત માહિતી આપીને અધોલોકનું દર્શન કરાવ્યું. હવે જુઓ, તિર્યંચ ગતિના દશ્યો. પહેલું ચિત્ર દેખાય છે તે તિર્યંચના વિભાગ તરફ જવાનો રસ્તો છે. ત્રીજી આર્ટ ગેલેરીનો બીજો વિભાગ : તિર્યંચાધિકાર : ચેતનાદેવીને સાથે લઈને ચક્ષુસાદેવી શ્રુતજ્ઞા બનતાં–બનતાં આગળ વધ્યા. દરવાજો ખુલ્યો, અંદર પ્રવેશ કર્યો. ચક્ષુસા દેવીએ પ્રવેશ કરીને જોયું. એક જ ઇન્દ્રિય ઉત્પન્ન કરીને તે જગ્યા ઉપર જીવોની પરાક્રમ ભરી સ્થિતિ જોઈ. બિલકુલ ખાલી જગ્યામાં એકેન્દ્રિય ધારણ કરેલા જીવો ચમકી ઉઠ્યા. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિરૂપે અપર્યાપ્યા પછી પર્યાપ્તા, સૂક્ષ્મ અને બાદર રૂપે દષ્ટિગોચર થયા. બીજી બાજુ દષ્ટિગોચર થયા- બેઇન્દ્રિયવાળા જીવો, ત્રીજી બાજુ ત્રણ ઇન્દ્રિયવાળા, ચોથી બાજુ ચાર ઇન્દ્રિયવાળા અને પાંચમી બાજુ તો પાંચ ઇન્દ્રિયવાળા જીવો. કર્મરાજની કરામત જોતાં-જોતાં તેણે વિભાગ પાડી નાંખ્યા. ઓહ.આ જીવોનું વીર્ય આડું વપરાયું તેથી આડી કાયા મળી છે. આ એકેન્દ્રિય જીવોને ઉત્પન્ન થવાની જગ્યા મળે છે. તે એકલી શુદ્ધ સ્થાવર નાડી છે અને આ ત્રસનાડીમાં જેટલા એકેન્દ્રિય જીવોની રચના નરકાવાસ રૂપે પાથડારૂપે છે, તે જ જગ્યામાં પંચેન્દ્રિય નારકી જીવો ઉત્પન્ન થાય છે અને આ મધ્યલોકમાં આ બધા એક ઇન્દ્રિય મેળવીને કેટલું મોટું કાર્યનું કારખાનું ઊભું કરી દીધું છે. ત્યાંના વાતાવરણ પ્રમાણે બેઇન્દ્રિયવાળા જીવો, ત્રણ – ચાર ઇન્દ્રિયવાળા જીવો ઉત્પન્ન થઈને ચારે ય બાજુ હરતા ફરતા દેખાય છે માટે યોનિક શબ્દ વપરાયો હશે. અહીંથી જીવોને ચારે ય ગતિમાં જવાની કર્મ સામગ્રી મળી આવે છે. એમ ચક્ષુસા દેવીએ તેના માનસમાં શ્રુતજ્ઞાન દ્વારા શક્તિ અનુસાર ક્ષયોપશમ ભાવે ગણિત સ્થિર કર્યું અને આગળ ઉત્પન્ન થવાની પદ્ધતિને જોવા લાગ્યા.
પાંચ ઇન્દ્રિયવાળા જીવો જલચર, સ્થળચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ, ખેચર
43