________________
[ ૪૧૦ ]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
ક્ષીરસમુદ્ર સમીપે આવીને ક્ષીર સમુદ્રનું પાણી તથા ત્યાંના ઉત્પલ કમળ થાવત્ હજાર પાંખડીવાળા કમળોને ગ્રહણ કરે છે. ત્યાર પછી પુષ્કરોદક સમુદ્ર સમીપે આવીને પાણી, ઉત્પલ કમળ યાવત સહસપત્રો ગ્રહણ કરે છે. ત્યાર પછી સમયક્ષેત્ર અઢીદ્વીપમાં સ્થિત ભરત-ઐરાવત ક્ષેત્રના માગધ, વરદામ અને પ્રભાસ તીર્થ સમીપે આવીને તીર્થોદક અને તીર્થોની માટીને ગ્રહણ કરીને ગંગા, સિંધુ, રક્તા, રક્તવતી, મહાનદીઓના તટે આવીને તેનું પાણી અને બંને કિનારાની માટી ગ્રહણ કરે છે.
ચલહિમવંત અને શિખરી વર્ષધર પર્વત પર આવીને ત્યાંના સર્વ પ્રકારના તુવર–કષાયેલા પદાર્થો, સર્વઋતુઓ અને સર્વ જાતિના શ્રેષ્ઠ ફૂલો, સર્વ જાતિના ગંધ દ્રવ્યો, સર્વ જાતિની માળાઓ, બધા પ્રકારની ઔષધિઓ અને સરસવો(સરસવતૃણો) ગ્રહણ કરે છે. ત્યારપછી પદ્મદ્રહ અને પુંડરીક દ્રહ સમીપે આવીને ત્યાંથી દ્રહોનું પાણી અને ત્યાંના ઉત્પલ, કમળો યાવતું સહસપત્રો ગ્રહણ કરે છે.
ત્યાર પછી હેમવય, હરણ્યવય ક્ષેત્રોની રોહિતા-રોહિતાશા, સુવર્ણકૂલા અને રૂપ્યભૂલા મહાનદીઓના તટે આવીને ત્યાંનું પાણી અને બંને કિનારાની માટી ગ્રહણ કરે છે. ત્યાર પછી શબ્દાપાતી અને માલ્યવંત નામના વત્ત વૈતાઢય પર્વતો પર આવીને ત્યાનાં સર્વ પ્રકારના તુવર–કષાયેલા પદાર્થો અને બધી ઋતુઓના શ્રેષ્ઠ ફૂલો વાવતુ સર્વ ઔષધિઓ અને સરસવોને ગ્રહણ કરે છે.
ત્યાર પછી મહાહિમવંત અને રુક્મિવર્ષધર પર્વત પર આવીને ત્યાનાં સર્વ પ્રકારના તુવર-કષાયેલા પદાર્થો અને બધી ઋતુઓના ફૂલ આદિ ગ્રહણ કરે છે. ત્યારપછી મહાપદ્મ દ્રહ સમીપે અને મહાપુંડરીક દ્રહ આવીને ત્યાંના પાણી અને ઉત્પલ, કમળ આદિ ગ્રહણ કરે છે. ત્યારપછી હરિવર્ષ, રમ્યફવર્ષની હરિ, હરિકાંતા, નરકાંત, નારિકાંતા મહાનદીઓ સમીપે આવીને ત્યાંનું પાણી અને બંને કિનારાની માટી ગ્રહણ કરે છે. ત્યારપછી વિકટાપાતી અને ગંધાપાતી વૃત્ત વૈતાઢય પર્વતો પર આવીને ત્યાંના બધી ઋતુઓના શ્રેષ્ઠ ફૂલો આદિ ગ્રહણ કરે છે. ત્યાર પછી નિષધ અને નીલવંત વર્ષધર પર્વતો પર આવીને ત્યાનાં સર્વ પ્રકારના તુવર-કષાયેલા પદાર્થો અને બધી ઋતુઓના ફૂલ આદિ ગ્રહણ કરે છે. ત્યાર પછી તિગિચ્છ દ્રહ અને કેસરી દ્રહ પાસે આવીને ત્યાંનું પાણી અને ઉત્પલ કમળ આદિ ગ્રહણ કરે છે.
ત્યાર પછી પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહની સીતા-સીતોદા મહાનદીઓના તટે આવીને પાણી અને બંને કિનારાની માટી ગ્રહણ કરે છે. ત્યારપછી બધી ચક્રવર્તી વિજયોના બધા માગધ, વરદામ અને પ્રભાસ નામના તીર્થો સમીપે આવી તીર્થોના પાણી અને માટી ગ્રહણ કરે છે. ત્યાર પછી બધા વક્ષસ્કાર પર્વતોના બધી ઋતુઓના ફુલ આદિ ગ્રહણ કરે છે. ત્યાર પછી અંતર નદીઓના તટે આવીને ત્યાંના પાણી અને બંને કિનારાની માટી ગ્રહણ કરે છે.
ત્યાર પછી તે મેરુપર્વતના ભદ્રશાલવનમાં આવીને ત્યાંના કષાયેલા દ્રવ્ય યાવત સર્વોષધિ અને સરસવોને ગ્રહણ કરે છે. ત્યાર પછી નંદનવનમાં આવીને ત્યાંના સર્વ તુવર દ્રવ્ય યાવત સર્વ ઔષધિઓ, સરસવ અને તાજું ગોશીર્ષ ચંદન ગ્રહણ કરે છે. ત્યાંથી સોમનસ વનમાં આવે છે. ત્યાં આવીને તુવર પદાર્થો, સર્વ ઋતુઓના ફૂલો, સર્વોષધિ, તાજું ગોશીર્ષ ચંદન તથા દિવ્ય ફૂલોની માળા ગ્રહણ કરે છે. ત્યાર પછી પંડકવનમાં આવીને ત્યાંના તુવર પદાર્થો, બધી ઋતુઓના ફૂલ, સર્વ ઔષધિઓ, સરસવ, તાજું ગોશીર્ષ ચંદન, દિવ્ય ફૂલોની માળા અને વસ્ત્રગાળ-મલય ચંદનનું ચૂર્ણ આદિ સુગંધિત દ્રવ્યોને ગ્રહણ કરે છે.
આ સર્વ વસ્તુઓ ગ્રહણ કરીને તે સર્વ આભિયોગિક દેવો એકત્રિત થઈને જંબુદ્વીપના પૂર્વદિશાના દ્વારથી બહાર નીકળીને તે ઉત્કૃષ્ટ યાવત દિવ્ય દેવગતિથી તિરછી દિશામાં અસંખ્યાતદ્વીપ સમુદ્રોમાંથી