SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ | उ८४ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર વૃક્ષો પ્રશસ્ત મૂળવાળા, પ્રશસ્ત કંદવાળા છે, ઇત્યાદિ વૃક્ષોનું વર્ણન કરવું જોઈએ વાવ તે સુરમ્ય છે. તે તિલક થાવ, નંદીવૃક્ષ પર નિત્ય પુષ્પિત, મનોહર પઘલતા, શ્યામલતા વગેરે અન્ય અનેક લતાઓ વ્યાપ્ત છે. તે ચૈત્યવૃક્ષોની ઉપર ઘણા અષ્ટમંગલો, ધ્વજાઓ અને છત્રો પર છત્ર છે. | ९९ तेसिंणंचेइयरुक्खाणं पुरओ तिदिसिंतओमणिपेढियाओ पण्णत्ताओ;ताओणं मणिपेढियाओजोयण आयामविक्खभेण अद्धजोयणबाहल्लेणसव्वमणिमईओ अच्छाओ जावपडिरूवाओ। ભાવાર્થ:- તે ચૈત્યવક્ષોની સામે ત્રણ દિશાઓમાં ત્રણ મણિપીઠિકાઓ છે. તે મણિપીઠિકાઓ એક એક યોજન લાંબી-પહોળી અને અર્ધા યોજન જાડી (ઊંચી) છે. તે સંપૂર્ણતઃ મણિમય, સ્વચ્છ યાવતુ પ્રતિરૂપ છે. १०० तासिणं मणिपेढियाणं उवरिं पत्तेयंपत्तेयं महिंदज्झए पण्णत्ते । तेणं महिंदज्झया अट्ठमाइंजोयणाइंडंउच्चत्तेणं अद्धकोसंउकेहेणं, अद्धकोसंविक्खंभेणंवइरामयवट्टलट्ठ संठिय सुसिलिट्टपरिघट्टमट्ठसुपइट्ठिए विसिटेअणेगवस्पंचवण्णकुडभी सहस्सुस्सिए परिमंडियाभिरामेवाउ यविजयवेजयंती पडागच्छत्ताइच्छत्तकलिए तुंगेगगणतलमभि लंघमाणसिहरा जावपडिरूवा । तेसिं णं महिंदज्झयाणं उप्पिं अट्ठमंगलगा,झया, छत्ताइछत्ता। ભાવાર્થ :- દરેક મણિપીઠિકાઓની ઉપર એક-એક મહેન્દ્ર ધ્વજ (ઇદ્રના ધ્વજ જેવા વિશાળ ધ્વજ) લહેરાઈ રહ્યા છે. તે માટેન્દ્ર ધ્વજો સાઠ યોજન ઊંચા, અર્ધ ગાઉ જમીનમાં ઊંડા અને અર્ધ ગાઉ પહોળા છે. તે(ધ્વજો) વજમય, ગોળ, લીસા, કમનીય, મુલાયમ, ચળકતા દંડ ઉપર સુપ્રતિષ્ઠિત છે. તે વિશેષ પ્રકારની શ્રેષ્ઠ પંચરંગી લહેરાતી અન્ય હજારો નાની-નાની પતાકાઓથી સુશોભિત છે. તે પવનથી હાલતી વિજયવૈજયંતિ પતાકાઓ ઉપર છત્રાતિછત્રથી શોભી રહ્યા છે. તે માટેન્દ્ર ધ્વજાઓનો ઊંચો શિખરભાગ આકાશને ઉલ્લંઘતો હોય તેમ ગગનચુંબી છે યાવતુ તે અત્યંત મનોરમ છે. તે મહેન્દ્ર ધ્વજોની ઉપર આઠ-આઠ મંગલ, ધ્વજાઓ અને છત્રાતિછત્રો છે. १०१ तेसिं णं महिंदज्झयाणं पुरओ तिदिसिंतओ णंदाओ पुक्खरणीओ पण्णत्ताओ। ताओणंपुक्खरणीओ अद्धरतेरस जोयणाईआयामेणं,सक्कोसाइंछजोयणाइविक्खंभेणं, दसजोयणाइउव्वेहेण; अच्छाओसण्हाओ पुक्खरिणीवण्णओ। पत्तेयपत्तेय पउमवर वेइयापरिक्खित्ताओ, पत्तेयं पत्तेयं वणसंडपरिक्खित्ताओ, वण्णओ जावपडिरूवाओ। तासिंणंपुक्खरिणीणंपत्तेयंपत्तेयं तिदिसिं तिसोवाणपडिरूवगा,वण्णओ। तोरणा भाणियव्वा जावछत्ताइछत्ता । ભાવાર્થ :- મહેન્દ્ર ધ્વજોની આગળ ત્રણ દિશાઓમાં ત્રણ નંદા નામની પુષ્કરિણીઓ છે. તે નિંદા પુષ્પકરિણીઓ સાડા બાર યોજન લાંબી, સવા છ યોજન પહોળી, દશ યોજન ઊંડી, સ્વચ્છ, મૃદુ ઇત્યાદિ પુષ્કરિણીનું વર્ણન કરવું જોઈએ. તે પ્રત્યેક પુષ્કરિણીઓ પદ્મવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલી છે. પદ્મવર વેદિકા અને વનખંડનું
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy